SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૮ ] [કાસનનાં મણીરત્નો વાત જણાવી. જીવનમાં ઘણાં કષ્ટો આવી પડયાં, પણ પ્રભાવતી પિતાનું ધાર્યું કાર્ય સિદ્ધ કરવા કટિબદ્ધ બન્યાં. દીકરીને સંયમમાગે મોકલવા માતા-પિતાએ ઘણી જહેમત ઉઠાવી. વૈરાગ્યના રંગથી રંગાયેલી પુત્રી પ્રભાવતીને સંયમમાગે પ્રયાણ કરવા માટે અંતરના શુભ આશીર્વાદ આપ્યા : “જા દીકરી. તારું કલ્યાણ થાઓ.” માતાના આશીર્વચને સાંભળતાં બહેન પ્રભાવતીને મન-મોરલે નાચી ઊંડચો. બોટાદ ગામમાં, જેમાં પોતાનાં પરમ ઉપકારી ગુરુદેવ પૂ. ગુણશ્રીજી મ. બિરાજમાન હતાં, ત્યાં પિતાની સાથે ગયાં અને સંયમની માગણી કરી. સાસરિયા પક્ષની પૂરી સંમતિ ન હતી. તેથી તરત દીક્ષાની ના થતાં પ્રભાવતીબહેનને ઘણું દુઃખ થયું, પણ દઢ સંક૯પ હતા, કે ઘરે પાછું જવું નથી. આત્મશ્રદ્ધા–બળે ગુરુ પાસેથી સંયમ વેશ ગ્રહણ કરી જંગલની વાટે કાછી વડલા નીચે સ્વયં મહા વદ ૪ના શુભદિને સંયમ માર્ગ અપનાવ્યું. અઠવાડિયું ઉમરાળા ગામે એકલાં રહ્યાં. પિતાશ્રી સંમતિ મેળવી પૂ. સૌભાગ્યશ્રીજી મ. ની આજ્ઞા લઈ પૂ. ગુણશ્રીજી મ. પાસે આવ્યા અને નૂતન દીક્ષિતને ગુરુ સાથે ભેગાં કર્યો. મહા વદ ૧૩ના રોજ પૂ. ગુણશ્રીજી મહારાજે “કમિ ભંતે ઉશ્ચરાવી પ્રવીણાશ્રીજી મ. તરીકે પોતાનાં શિષ્યા ક્યાં. બાર મહિના અગી રહ્યાં અને કપડવંજ મુકામે પૂ. આ. અમૃતસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે મહા વદ ૧૦ના રોજ વડી દીક્ષાની ક્રિયા કરાવી હતી. સંયમને અરુણોદય . વૈરાગ્ય અને સંયમ જેના રોમેરોમમાં પ્રસરી ગયાં હતાં એવાં પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી કમ નિર્જરા કરવામાં મસ્ત બની ગયાં. અપ્રમત્તપણે જ્ઞાન–દન અને આવશ્યક ક્રિયામાં આગળ વદ્વા લાગ્યાં. પોતાના જીવનમાં વિનય, ક્ષમા, સહનશીલતા, ગુર્વાસા પાલન આદિ ગુણે વધુ વિકસાવી સંચમસાધનાને નિર્મળ અને ઉત્કૃષ્ટ બનાવી સંયમજીવનનો મધુરો આનંદ અનુભવ્યો. વિનાદિ ગુણોથી પૂ. ગુરુદેવના મનને આકર્ષિત કરી દીધું હતું, ગુરુના જમણા હાથ જેવાં બન્યાં હતાં, ગુરુનું પ્રિય પાત્ર બન્યાં. તે જ રીતે તેઓશ્રીને સરળ, ઉદાર અને સીમ વિનય ગુ પ્રત્યેકના હૃદમાં સ્થાન પામ્યો હતો. પૂ. પ્રવીણાશ્રીજી મ. આધ્યાત્મિક જગતનું પ્રિય પાત્ર બન્યાં. “ક્ષાનાં અનેકાનેક લક્ષણે વર્તમાનકાળમાં તેઓશ્રીના જીવનમાં સાક્ષાત્ દેખાય છે. પૂ. આ. શ્રી વિજય ધમ ધુર રસૂરીશ્વરજી મ. ની પાસેથી આગમનાં ૧૩ અંગોની વાચના લઈ નાન–દયાનમાં આગળ વધ્યા છે. હંમેશાં બે-ત્રણ કલાકનું શાસ્ત્રવાચન અપ્રમત્તપણે કરે છે. શિષ્યા-પ્રશિષ્યાઓને પણ શાસ્ત્રાદિનું વાચન કરાવી જ્ઞાનમાં ઉદ્યમશીલ બનાવે છે. તેઓશ્રીની એકાકી દીક્ષા પૂર્વ ભવના આરાધક યોગથી અધૂરી સાધનાની પૂતિ બતાવે છે. વડલા નીચે સંયમ વેશ ધારણ કર્યો તે એમ સૂચવે છે કે જેમ વડલો ખા-પ્રશાખાથી ફાલી–ફૂલીને બધાંને વિશ્રાંતિ અને શીતલતા આપે, તેમ પૂ. પ્રવીણાશ્રીજી મ. વિડપ્રષ્યિારૂપી શાખા-પ્રશાખાથી લે છે. આજે તેઓશ્રીની આજ્ઞામાં ૧૦૮ જેટલાં શિખ્યા-પ્રશિષ્યાઓ સંયમની સુંદર આરાધના અપ્રમત્તપણે કરી રહ્યાં છે. તેઓશ્રી આવનાર સાધક આત્માને આરાધના કરાવવામાં વિશ્રાંતિના સ્થાનરૂપ છે. શીતલ વાણી દ્વારા બોધ આપી દરેકને શીતલતા ઉપજાવે છે. એક નિરાળી દુનિયામાં વસતી આ અનોખી વ્યક્તિનું જીવનદર્શન અનેક ભવિઓને આકર્ષણ પમાડે છે. તેઓશ્રી સંસારની અસારતા સમજાવવાની અજબ કુશળતા ધરાવે છે. મુખેથી સરતા શબ્દ સામી વ્યક્તિને દમમાર્ગ તરફ વળવાની પ્રેરણા આપે છે. તેઓશ્રીની મીઠી મધુરી વાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy