SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન જેવું નામ તેવા જ ગુણો. જેમ દેવી રૂપથી, તેજથી ને કાંતિથી દેરીપ્યમાન દેખાય, તેમ તેઓશ્રી દિલની, તપની, ધર્યની, સંયમની કાંતિથી ઝળક્તાં હતાં. તપ-ત્યાગપંચમહાગ્રતાદિને પાળતાં ગામેગામ વિચારવા લાગ્યાં. અનેક જીવને પ્રતિબંધ કરવા લાગ્યાં. તેમની સમજાવવાની શૈલી અજબ-ગજબની હતી. વાક્પટુતા અલૌકિક હતી. અનેક ભવ્યાત્માઓને સંચમાભિલાષી બનાવી જીવન સફળ બનાવ્યું. તેમનો વિનયગુણ ને વૈયાવચ્ચ ગુણ પ્રાંસનીય હતા. નાની કુમળી વયની બાલિકાઓને સંયમ આપી તેમને સ્થિર કે સમાન બની પ્રેમથી આરાધનામાં જોડતાં હતાં. છાની દીક્ષા આપવાની પણ સાહસિકતા તેમનામાં હતી. તેઓ પઠન-પાઠનમાં અગ્રેસર હતાં. દાક્ષિણ્ય તેમને મુખ્ય ગુણ હતો. બધાને કંઈક પમાડવાની તમન્ના હતી. ગુરુભક્તિ અજોડ હતી. ગુરુ આજ્ઞાને ગુણ અનન્ય હતું. તેમની સમતા અપાર પડતી. શંકાઓનું નિવારણ કરવામાં તેઓ કુશળ હતાં. સંયમ એકલક્ષી હતાં. તેઓશ્રીના પ્રથમ શિષ્યા શ્રી શાંતિશ્રીજી, જેવું નામ તેવાં જ શાંતિમૂતિ હતાં. પુદ્ધ શિષ્યા-પ્રશિષ્યાઓનો સમુદાય વિશાળ બન્યા. પોતાના પરિવારને જ્ઞાનમાર્ગમાં આગળ વધારી, દર્શનમાં સ્થિર કરીને ચારિત્રના પાલનમાં દઢ બનાવી પિતાના સંયમજીવનને રોશન કર્યું. વિ. સં. ૨૦૧૭માં ખંભાત પધાર્યા. ત્યાં તેમની તબિયત બગડી. તેથી તેઓ અમદાવાદ પધા. તબિયતના કારણે પાંચ ચોમાસાં સતત અમદાવાદમાં કર્યા. સં. ૨૦૨૨ ના જેઠ સુદ ૧૦ના તબિયત વધારે લથડી. પાસે બેઠેલા પરિવાર પૂછે, કે “મહારાજ, કંઈ કહેવું છે?” જવાબમાં માત્ર : અરિહંત ! સંયમ કેવું રગેરગમાં વસ્યું હશે, કે પોતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓને પણ મેહ છોડી દીધો ! જેઠ સુદ પાંચમના, ડોકટરે કહ્યું, કે તેમને હેમરેજ થાય તેવી શકયતા છે. સમાચાર મળતાં દર્શન માટે લોકોની ભીડ જામી. પૂ. વિદુષી સા. મ. પ્રમોદશ્રીજી મહારાજે તમને અંતિમ નિર્ધામણા કરાવી. યથાશક્તિ સૌએ તપ-જપ-જ્ઞાન-ધર્મકાર્યો સંભળાવ્યાં. ચાર શરણાને સ્વીકાર કરી. શરીરની મમતા છોડી તેઓશ્રીએ જેઠ વદ ના ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. પંડિત મરણ મેળવી મૃત્યુને મહોત્સવ બનાવ્યું. શિષ્યા–પ્રશિષ્યા છત્ર ગુમાવતાં ગમગીન બન્યાં, પરંતુ તેઓશ્રીએ હસતાં-હસતાં વીરતાથી મૃત્યુને કેમ વરી શકાય તે કરી બતાવ્યું. તેમની પાછળ આડ અડ્ડાઈ આપી હતી. “ ફૂલ એક ગુલાબનું કરમાઈ ચાલ્યું બાગથી, અર્ધી ગયું ફેરમ જગતને ત્યાગના અનુરાગથી. મેરલે ઊડી ગયે પણ મધુર કેકારવ રહ્યો, ગીત પૂરું થઈ ગયું પણ મધુર ગુંજારવ રહ્યો.” હંસ ઊડી જતાં માનસરોવર નિસ્તેજ બને, તેમ ગુરુ મહારાજ વગર સ્વસ્વિાર નિસ્તેજ બન્યો. તેઓશ્રીના ઉત્તમ ગુણોનું વારંવાર કમરણ કરી હૃદયપૂર્વકની અંજલિ અપ કૃતાર્થ થઈએ. તેઓશ્રીને વાત્સલ્યભાવ અદ્દભુત ડેટિન હતા, કે કઈને જુદું વિચરવું ગમતું ન હતું. વાણી હિત-મિતને પ્રિય હતી. બસ, તેઓશ્રીના ગુણે આપણા જીવનમાં ઊતરે ને સંયમપંથ ઉજાળીએ એ જ ભવ્ય ભાવના. પૂ. દેવીશ્રીજી મ. દેવલોકમાંથી પ્રેરણાનાં પીયૂષ-પાન કરાવે, તેમની શાસન પ્રત્યેની દઢતા આપણા જીવનમાં પણ આવે, એ જ કલ્યાણભાવના. છઘસ્યપણાથી કંઈપણ અજુગતું લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ –પૂ. સા. શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy