SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન જિનશાસનની સુંદર સેવાથી ચારિત્રોમને દીપાવનારા પૂ. સાધ્વીશ્રી ગુણશ્રીજી મહારાજ ગુજરાત રાજ્યના ગૌરવવંતી ભૂમિ પર આવેલ ખંભાત શહેર, જેમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ અતિ ચમત્કારિક શ્રી સ્થંભન પાશ્વનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવેલી છે અને જે શહેર અનેક મહાપુરુષો દ્વારા પાવન થયેલું છે એવા ઐતિહાસિક, સુસંસ્કારી શહેરમાં વીશાશ્રીમાળી જ્ઞાતિના, ખંભાતના જૈન સમાજમાં અગ્રેસર ગણાતા શેઠ કસ્તૂરભાઈ તથા માતા પૂતળીબાઈની કુક્ષિએ આ પુણ્યાત્માનો જન્મ થયો હતો. નામ કિરીબહેન હતું. તેઓ બાલ્યવયથી જ ધર્મને રંગે રંગાયેલાં હતાં. તેમને જે આનંદ દેવદર્શનમાં, માતા સાથે સામાયિકાદિ ધાર્મિક ક્રિયાઓમાં આવતા હતા તે અન્ય કશામાં આવતો નહીં. પૂર્વના પુણ્યોદયે માતા-પિતાની શીળી છાંય તેમાં કારણભૂત હતી. કસ્તૂરભાઈને ચાર પુત્રો તથા ત્રણ પુત્રીઓ હતી. આ સાત રત્નોમાંથી એક શકરી બહેનનું વલણ સંયમ સાધના તરફ કરાયેલું હતું. શકરીબહેને યૌવનના આંગણે પ્રવેશ કર્યો હતો ત્યારે તમને ભોગ-વિલાસની ભાવના ન હતી. તેમની પ્રીતિ ત્યાગ – વૈરાગ્ય સાથે બંધાણી હતી. માતા-પિતાના અતિ આગ્રહથી પુત્રી શકીબહેન લગ્નગ્રંથિથી જોડાયાં, પણ લગ્નજીવન તેમને અકારું લાગ્યું. તેમની સ્થિતિ તો માનસરોવરની કઈ હંસલી બારાં જળનાં ખાબોચિયામાં આવી ગઈ હોય તેવી થઈ પડી. મનમાં એક જ વિચાર ચાલતો, કે મળેલા માનવજીવનની સાર્થકતા ભેગવિલાસમાં છે, કે આત્માનું કલ્યાણ સાધી લેવામાં છે? જે પ્રમાદ કરીશ, તે પસ્તાઈશ. માટે અત્યારે જ ચેતવા દે. મનોમન વિચારતાં, પતિ આગળ વાત મૂકી. પણ, ઘણી સમજાવટ કરવા છતાં પતિ પાસે કંઈ ચાલ્યું નહીં. મનની મક્કમતાથી છેવટે ગૃહત્યાગના નિર્ણય પર આવતાં પૂ. સૌભાગ્યશ્રીજી મ. પાસે અમદાવાદ આવ્યાં અને પોતાની સંસારત્યાગની તીવ્ર ભાવના તેઓશ્રી આગળ વ્યક્ત કરી. પૂ. સૌભાગ્યશ્રીજી મહારાજે શકરીબહેનને સાંત્વન આપ્યું, બધી વાત શાંતિથી સાંભળી. દીક્ષા લેવાનો મક્કમ નિર્ણય જોઈને ખંભાતથી તેમના પતિને અમદાવાદ બોલાવ્યા. પોતે મધુર વાણીથી ગરીબહેનના પતિને સમજાવ્યા, ને દીક્ષાની રજા અપાવી. પિયરની તથા પતિની સંમતિ મળતાં સં. ૧૯૯૨ના માગશર સુદી ૧૧ (મૌન એકાદશી) ના દિને આનંદ-ઉત્સાહપૂર્વક ધામધૂમથી દીક્ષા આપવામાં આવી અને પૂ. ગુલાબશ્રીજી મ. નાં શિખ્યા સાધ્વી શ્રી ગુણશ્રીજી તરીકે ઘોષિત કરવામાં આવ્યાં. નામ પણ કેવું સૂચક-સાર્થક ! આ વખતે તેમનામાં અનેક ગુણોની શ્રીકોભા ખીલી ઊઠી, જે ભવિષ્યના ઉજજ્વલ જીવનની આગાહી આપતી હતી. બંને પક્ષની અનુમતિપૂર્વક સાધ્વીશ્રી ગુણશ્રીજી મ. ની દીક્ષા થવા છતાં મોહવશ માનવોએ ખટપટ કરી, ને કેર્ટની થોડી ઉપાધિ ઊભી કરી. છતાં તેઓશ્રી પોતાના મનની મક્કમતા, સાહસિક્તા અને દઢ વૈરાગ્યથી એ વિકટ માગને પણ પાર કરી ગયાં અને જિનશાસનને જયકાર કર્યો. તેઓ હવે સંયમ સાધનામાં ગુરુનું સાંનિધ્ય પ્રાપ્ત કરી દિન-પ્રતિદિન આગળ વધ્યાં. પૂ. ગુણશ્રીજીએ ગૃહસ્થાશ્રમમાં ફક્ત ગુજરાતી બે ચોપડીનો અભ્યાસ કર્યો હતો, પણ જ્ઞાન પ્રત્યે અત્યંત રુચિ જાગતાં તેમને આત્મા જ્ઞાનથી ઝળહળી ઊઠયો. જૈન શાસ્ત્રાનો અભ્યાસ કર્યો. ન્યાય, વ્યાકરણ, કમપ્રકૃતિ, આચારાંગાદિ સૂત્રોનું અધ્યયન કર્યું, ને જેન સિદ્ધાંતામાં નિપુણ થયાં. જ્ઞાનની સાથે સંચમ સાધનાની સર્વ ક્રિયાઓમાં પણ અપ્રમત્ત ભાવે એટલાં જ ઓતપ્રેત થયાં. તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy