SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ] [ શાસનનાં પ્રમાણરત્ન શુભ દિવસે ભદ્રેશ્વરતીર્થની પવિત્ર ભૂમિમાં પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી પૂ. ચંદ્રોદયાશ્રીજી મહારાજનાં શિખ્યા દિવ્યપ્રભાશ્રીજી બન્યાં. મણિમાંથી દિવ્યપ્રભા પ્રગટી ! અને દિવ્ય-પ્રભાથી સ્વ-પર કલ્યાણાર્થે જીવનને શુભારંભ કર્યો. જેમ નાનું બાળક માતાને સમર્પિત થાય, તેમ ગુરુમૈયાને સમર્પિત થઈ, શાસનકામાં આગળ વધ્યાં. ક્રિયાશુદ્ધિ, ગુરુભક્તિ, નમ્રતા આદિ ગુણોને લીધે અપ સમયમાં જ સૌનાં પ્રતિપાત્ર બન્યાં. અભ્યાસમાં પ્રવીણ બન્યાં. ક્રિયામાં અપ્રમત્ત બન્યાં. તપમાં અજબની શક્તિ દશવી. પાંચમે વર્ષે પાયે નાખી ૧૬મા વર્ષે ૧૦૦ ઓળી પૂર્ણ કરી. ૧૨૭ ઓળી. ૫૦૦ આયંબિલ. વર્ષ સુધી લગાતાર એકાંતરા ઉપવાસ, બે વર્ષીતપ. ૩૧-૩-૨૦ ઉપવાસ બે વાર, ૧૧-૯ ઉપવાસ સાત વાર, ૭૯ વર્ષની ઉંમરે પૂ. ગુરુણીજીની નિશ્રામાં શ્રેણિતમ. સિદ્ધિતપ. ચત્તારિ-અકું-દસદેતપ, છડું–અરૃમ તો અગણિત કર્યા. તપ સાથે જપ પર પણ તેમની ગજબની પ્રીતિ છે. કામ વગર એક અક્ષર પણ બોલવાને નહીં, ડું પણ હિત-મિત વચન બેલે. નવકાર મહામંત્રના નવ લાખના જાય તે કેટલીયે વાર થઈ ગયા હશે ! ઉપરાંત, સૂતાં-બેસતા–ઊડતાં જાણે કે રિમરદાદા જ ના હોય તેમ. મારા સિમંધર, મારા સિમંધરનું રટણ ચાલતું જ હોય. તેઓશ્રીના જીવનમાં જાણવા જેવી. પામવા જેવી. સ્વીકારવા જેવી એક બાબત અદભુત છે કે, આજે ૮૫ વર્ષની જૈફ ઉમરે પણ તેમને પોતાની મરતીમાં. નિજાનંદમાં. આત્માના પરમ આનંદમાં જેવાં એ એક લહાવે છે. નિરતિચાર સંયમજીવનનું પાલન કરવાની કાળજી પૂજ્યશ્રીની લાક્ષણિક્તા છે. વાણીમાં મધુરતા. મુખ પર સૌમ્યતા અને ચાલમાં સ્વચ્છતાને લીધે પૂજ્યશ્રી સૌ પર અનોખો પ્રભાવ પાથરે છે ! તેઓશ્રીના આવા પુણ્યપ્રભાવી વ્યક્તિત્વથી અનેકાનેક જેવો સુમાગે સંચરવા કટિબદ્ધ બને છે. વંદન હજ એ તપસ્વીરત્ના મહાન શમણીને : સંકલનકર્તા : સાધ્વીજી શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ. જીવનને જ્યોતિર્મય અને મૃત્યુને સમાધિમય બનાવનાર પૂ. સાધ્વીજી શ્રી આર્યયશાશ્રીજી મહારાજ પૂ. સાધ્વીજી શ્રી આર્ય યશાશ્રીજી મહારાજને રાધનપુર જેવી ધમભૂમિમાં જન્મ. પિતા જયસુખભાઈ અને માતા સમજુબહેનનાં આ ચોથા નંબરના સુપુત્રી. નામ હતું રમિલાબહેન. સં. ૧૯૯૫ ના જેઠ સુદ ૧૩ ના જન્મ. છ વર્ષની વયથી જ સચિત્ત પાણી. સચિત્ત દ્રવ્યો અને અભક્ષ્ય ચીજોનો ત્યાગ. ઉપરાંત નાટક-સિનેમા આદિ પાપ-પ્રવૃત્તિઓને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ. ૮ વર્ષની વયે તા કછ-વાગડ દેશદ્વાચ્છ પૂ. આ. શ્રી વિજય-કનકસૂરીશ્વરજી મ. ની પ્રેરણાના પ્રભાવે પ્રતિક્રમણ સૂત્રને અભ્યાસ કરી, ભવાલેાચના લઈને મુક્ત થયાં અને ૧૪ વર્ષની વયે ૨૦૧૧ ના મા. સુ. ૧૦ ના આ જ પુરૂષના વરદ હસ્તે સંયમ સ્વીકારીને આ સદવી શ્રી આયશાશ્રીજી બન્યાં. પોતાની ત્રણ વડીલ બહેને સંયમી બનીને સાધ્વીજી શ્રી અજિતાશ્રીજી, સાધ્વીજી શ્રી અરવિંદાશ્રીજી તથા સાધ્વીજી શ્રી અમિતગુણાશ્રીજી તરીકે જે ". સાધ્વીજી શ્રી અરુણશ્રીજીનાં ચરણે સમર્પિત બન્યાં હતાં, ત્યાં જ શ્રી આર્યશાશ્રીજી પણ બહન મહારાજ શ્રી અમિતગુણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy