________________
૩૯૬ 3
[ શાસનનાં શ્રમણીરત્ન કર્યો. લગભગ ૧૯ વર્ષના ટૂંકા ગાળામાં આયંબિલ વર્ધમાન તપની ૧૦૦ ઓળી રાજકોટ મુકામે સં. ૨૦૨૪ના પોષ વદ ૧ના રોજ કચ્છ-વાગડ દેશદ્ધારક પૃ. દેવેન્દ્રસૂરિજી મહારાજ, પૂ. માનદેવસૂરિજી મહારાજ, પૂ. રવિચંદ્રસૂરિજી મહારાજ તેમ જ પૂ. વર્તમાન આચાર્ય ભગવંત કલાપૂર્ણવિજયજીની શુભ નિશ્રામાં પૂર્ણ કરી. લાંબી ઓળીમાં તેઓશ્રીએ ઘણી વખત શુદ્ધ આયંબિલ ગ્રીમ ત્રાતુની પ્રચંડ ગરમીમાં પણ કામચૌવિહાર તેમ જ અલૂગા આયંબિલ કરેલ. એક વાર સાડા પંદર મહિના સળગ આયંબિલ કરેલ ત્યારે રોગનો ભયંકર હમલે થયા હતા. છતાં મનની મક્કમતાથી અને આયંબિલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી એ આકરી કસોટીમાંથી પસાર થઈ ગયાં હતાં. જેમ જલધિમાં ડૂબતા મનુષ્યને કાંઠે પહોંચી જવાની તીવ્ર તાલાવેલી હોય, તમ ૯મી આવી પૂર્ણ થયા પછી ૧૦૦મી એળીની શુભ શરૂઆત કરવાની તાલાવેલી થઈ હતી. તે વખતે તપોરના સાધ્વીશ્રીને એવી તે આનંદની ઊમિ ઉછળી રહી હતી કે જેનારને પણ એને સારવાર લેવાનું મન થયા વિના ન રહે ! સંસારી જીવને મૂડી વધે તેમ આનંદ થાય, તેમ તપસ્વી જીવને તપ વધે તેમ આનંદ થતો હોય છે. આ તપમાં પ્રતિદિન આગળ વધવાને મેહ તીવ્ર થતા જાય છે. વિસામે લેવાને બદલે સત્વરે આગળ વધવાનું મન થયા જ કરે છે. આમ, આ તપમાં તપની વૃત્તિ જીવંત બની જાય છે. આવી છે આયંબિલ વર્ધમાન તપની અનેખી ખૂબી ! એ ખૂબીને લીધે જ જાણે કે, ૧૦૦ ઓળી પૂર્ણ થવા છતાં પણ તેમની તપતૃષા શાંત થવાને બદલે ઉત્તરોત્તર વૃદ્ધિગત બનતી ચાલી. એ તીવ્રતમ તૃષાને તૃપ્ત કરવા તેઓશ્રીએ તે જ સાલમાં પુનઃ વર્ધમાનતપને પાયો નાંખવાની શરૂઆત કરી. અને સળગ ૮૧ આયંબિલ કરવા દ્વારા એકી સાથે ૧૧ માળની ભવ્ય ઇમારત પણ ચણાઈ ગઈ. પછી તે પ્રતિકૂળતાના ઘૂઘવતા સાગર વચ્ચે તપ રૂપી નૌકા આગળ ચાલતી જ રહી. જેની ફલશ્રુતિ રૂપે સં. ૨૦૪૬ના મહા સુદ પાંચમના દિવસે છ વર્ષની જેફ વયે અધ્યાત્મણી પૂ. આ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં આવે મુકામે દ્વિતીય ૧૦૦ ઓળી પૂર્ણ કરી. સમગ્ર ભારતવર્ષના સાધ્વીસમુદાયમાં ૨૦૦ એળી પૂર્ણ કરનારા પુણ્યાત્માઓમાં પ્રથમ સ્થાન શોભાવી જૈનશાસનનાં મહાન ધાતક બની રહ્યાં. પણ આ તે કેવું ગજબનાક આશ્ચર્ય ! તેમની તપતૃષા તૃત જ ન થઈ ! એક સાલે ફાગણ સુદ પાંચમના શુભ દિવસે પ. પૂ. આ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદ પ્રાપ્ત કરી પુનઃ તૃતીય વર્ધમાન તપનો પાયો નાખવાની શરૂઆત કરી. વયેવૃદ્ધ અવસ્થા, કેડના મણકાની કાયમી પીડા, કંપવા વગેરે અનેકવિધ શારીરિક પ્રતિકુળતાઓથી ઘેરાઈ જવા છતાં વર્ધમાન તપનો તેમને અનુરાગ વિસુઝઝમાણ ભાવાની ઉક્તિને સાથે કરી રહ્યો છે. તૃતીય પાયો નાખ્યા પછી, તેઓશ્રી હાલ ૧૦મી એળી અપૂર્વ પ્રસન્નતાથી સભર હૃદયે કરી રહ્યાં છે. જરા પણ શારીરિક પ્રતિકૂળતા ઊભી થાય તો તરત જ આયબિલની અમૃતિ તીવ્ર કરે. તેઓશ્રીને જીવનમાં દવાના સ્થાને આયંબિલ અને ડોકટરના સ્થાને નવપદજીને સ્થાન આપ્યું છે. અનાદિકાળથી આહાર સંજ્ઞાની પરવશતા જીવને રીબાવી રહી છે, ત્યારે આવી જૈફ વયે પાગ તપને અનુરાગ તેઓશ્રના રુધિરના બુંદે બુંદે વ્યાપ્ત થયેલ દેખાઈ આવે છે. તપના પ્રભાવે મમતાને પણ તેઓશ્રીના જીવનમાં અપૂર્વ આવિર્ભાવ થઈ રહેલા જણાય છે. ચારે આહાર સંજ્ઞાનું આક્રમણ જનસમાજ પર વધી રહ્યું છે, જ્યારે જેન કુલોમાં પણ ભઠ્યાભક્ષ્ય અને પિયા પેયને વિવેક લુપ્ત થતા જાય છે, ત્યારે આવા કપરા કાળમાં તપ-ત્યાગની જવલંત મૂતિ સમાં આ પુષ્પચૂલાશ્રીજીનું જીવન ભૂલા પડેલા પથિકને દીવાદાંડી સમું દિશાસૂચક બની રહે તેમ છે !
તપની સાથે તેઓશ્રીના અન્ય ગુણ પર જગતના જીવો માટે આકર્ષણ રૂપ બની રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org