________________
શાસનનાં શ્રમણ ]
૧૯૬૩ ની સાલમાં અનેક આત્માઓને ગ્રામાનુગ્રામના વિહારથી તાત્વિક આનંદની પ્રભાવના કરતાં પૂ, આણંદશ્રીજી મહારાજ સાહેબ કલોલ ગામે પધાર્યા એ વખતે ઢંઢક મતને વિશેષ પ્રચાર હતા. તેઓશ્રીએ ભાવદયાના માધ્યમથી પિતાની સચોટ જ્ઞાનશક્તિથી અનેક ભવ્યોને સમજાવી મૂર્તિપૂજક બનાવ્યાં. તેઓશ્રીની શાસ્ત્રચુસ્તતાથી અનેક સુસ્ત આત્માઓના મન અને મસ્તક મસ્ત બનીને મૂકી પડતાં. ભાષા સમિતિની સાવધાની ખૂબ જ હતી. તેઓશ્રીજીને મુહપત્તિનો ઉપયોગ સંયમિતાનો સાક્ષી પૂરક હતા. તેઓશ્રી પાસે વાત કરતા શ્રાવકે પણ એ જ રીતે બેસના છેડાનો કે વસ્ત્રને ઉપગ રાખતા હતા.
સંસારરૂપી રણસંગ્રામનાં મરચે (મોહરાજને હંફાવવામાં) શૂરવીર સેનાની સમાન હરદમ તેઓશ્રીનો પ્રબળ પુરુષાર્થ પ્રશંસા માંગી લે તેવો હતો. સ્વાધ્યાયમગ્નતા સાથે કિયાનો પ્રેમ પરાકાષ્ઠાને હતે. શરીરની અવસ્થામાં પણ પ્રતિકમણની પ્રત્યેક કિયા આસપાસમાં સ્થિત સા. ભ. ને આધાર લઈને ઊભાં ઊભાં કરતાં હતાં. સુધારસની ક્યારી સમાન પૂજ્યશ્રીની દૃષ્ટિની દોલત અનેક ભવ્યાત્માઓના ભાવદારિદ્રનું ભંજન કરતી હતી.
દેહસ્વાથ્યની સાનુકુળતા પર્યત અનેક ગામ-નગરકેદેશમાં વિચરી પ્રભુશાસનની સહાણ કરી સેંકડો આત્માઓને ચારિત્રમાં ચરપરિધાન કરવાની યેગ્યતાવાળા બનાવ્યા. બહુસંખ્ય આત્માઓને સંયમના શણગાર સજાવ્યા અનેક ભવ્ય રાજહંસે તેઓશ્રીજીની નિશ્રારૂપ માનસરોવરમાં મહાલવા બડભાગી બન્યા. હજારે આત્મહિતાથી ને દેશવિરતિથી દિતિમાન કર્યા.
આશ્રિત જનહિતવત્સલ પૂજ્યશ્રીએ સોરણાના પીયૂષથી આશ્રિતાનાં સંયમબાગને હિતની હરિયાળીથી દર્શનીય બનાવ્યો હતો. તેઓશ્રીનું સાદગીભર્યું જીવન પરિચિત થાવ વર્ગને ધર્મ પમાડવામાં અતિ ઉપકારક બનતું હતું. અલ્પ જરૂરિયાત પૂજ્યશ્રીને મુદ્રાલેખ હતો. અંતિમ સમયે ઘીના દીપકની રેત પિતાના પર પડતાં શ્રાવિકાને કહેતાં કે આ શું? અમારા પર પ્રકાશ પડે છે. આવી હતી પૂજ્યશ્રીની જાહેરજલાલીભરી જાગૃતિ–પિતાના આશ્રિત શ્રમણીવૃંદની વારંવાર દેખભાળ કરતાં, ગોચરીના વિષયમાં ગષણાશુદ્ધિ ગજબની હતી. પાણી વાપરવાને અભિગ્રહ કરનારને પાણીનો લાભ આપવાનો આગ્રહ રાખતાં. આશ્રિતવર્ગને કહેતાં ગૃહસ્થના અઢારપાય સ્થાનકનાં દ્રવ્યને દુરુપયોગ કરશો તે ભરૂચના પાડાની જેમ ભારેકમી થવું પડશે. આવી તે પૂજ્યશ્રીની ભાવટયા હતી.
તેઓશ્રીજીને આશ્રિતનવત્સલતાને ગુણ ગજબ હતો. બીમારને સ્વયં સેવા કરી સમાધિ પ્રદાન કરવામાં સદાય તત્પર રહેતાં. જેના પરિણામે અંતિમ સમયે પૂજ્યશ્રીને સમાધિ સુલભ બની હતી. તેઓશ્રીજીને વૃદ્ધાવસ્થામાં રાધનપુર સાત માસાં કરવા પડ્યાં. પિતાની સાથે જરૂરિયાત પૂરતા સા. અ.ને રાખતાં. તેઓશ્રીની વિવેકભરી રહેણીકહેણીથી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ધર્મભાવનાની છોળો ઊછળતી હતી. અનેક મહાત્માઓ તેમના નિઃસ્પૃહ ખાખી જીવનની અનુમોદના કરતા. સકલામ રહસ્યવેદી . દાનસૂરીશ્વરજી મહારાજ તેમને ચેથા આરાની વાનગી તરીકે સંબોધતા હતા અને તેઓશ્રીના દર્શન માટે અનેક આત્માઓને પ્રેરણા કરતા હતા.
સુવિખ્યાત સંયમી પૂજ્યશ્રીનું ચમક્તા સિતારા જેવું જાહોજલાલીવાળું જીવન અનેક આત્માઓને પ્રેરણાનાં પીયુષપાનથી ભવની ભાવતૃષાનું શમન કરાવનાર બન્યું. અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org