________________
શસનનશ્રમણીરત્ન] !
[ ૩૪૫ પણ કચાશ કે પ્રમાદ નહી. વળી, દીનદુઃખીઓ પ્રત્યે કરુણા, જ્ઞાની–તપસ્વીઓ માટે બહુમાન અને નાના માટે વત્સસલતા પણ એવી જ, પૂ ગુરૂમહારાજ પ્રત્યેના આદર અને ભક્તિભાવ વડે જાણે ભાવિને જાણવાની કળા સિદ્ધ થઈ ન હોય! તેમ ખંભાતમાં અમારી ચાર દીક્ષાઓ થઈ અને દીક્ષા બાદ
જ્યારે મુંબઈ તરફ વિહાર કરી રહ્યાં હતાં ત્યારે વંદન કરી રહેલ પિતાની નાની ગુરુબહેન સા. શ્રી વસંતપ્રભાશ્રીજી (મારા પૂ. દાદી ગુરુમહારાજ)ને કહેવા લાગ્યાં કે, “તમો જાવ છો, તે કેણ જાણે એમ લાગે છે કે મારું કઈ જાય છે. મારાથી કંઈ કહેવાઈ ગયું હોય તે મિચ્છામિ દુક્કડમ. હવે આપણે ભેગા થઈ એ તેમ લાગતું નથી—એવું જણે ભાવિ સૂચન કરી દીધું. અદ્દભુત જાગૃતિ!
હદયરોગનો બીજી વાર હુમલો આવ્યો. હોસ્પિટલમાં માત્ર ચેક કરાવવા જ જવાનું હતું. છતાંય જતાં-જતાં સૌને ક્ષમાપના કરી દીધી, સાગારી પચ્ચક્ખાણ કર્યા, પૂ. ગુરુમહારાજને વંદન કર્યા. જાણે આ પૃથ્વી પરથી જવા માટે અનુજ્ઞા માગી ! હસતે મુખે હોસ્પિટલમાં ગયાં. ડેકટરે
ત્યાં જ દાખલ થવાનું કહ્યું. ઍડમિટ કર્યા, ને કલાકમાં તે સ્વસ્થ અવસ્થામાં નવકારમંત્ર સાંભળતાંસાંભળતાં જાણે પરલોકમાં પોતાના ગુરુદેવ માટે સ્થાન જોવા જ જાણે પહેલાં પહોંચી ગયા ન હેય! દેવલેકમાં જાણે બરાબર સ્થાન પ્રાપ્ત થતાં જ ત્રણ દિવસમાં જ પોતાનાં પૂ. ગુરુમહારાજને ત્યાં બોલાવી લીધાં, જાણે પૂ. ગુરુમહારાજને વિયોગ સહન ન થયો હોય તેમ !
કા. સુ. ૯ ના પૂજ્યશ્રીના કાળધમ પછી ત્રણ જ દિવસમાં, કા. સુ. ૧૩ ની મધ્યરાત્રિએ એકાએક તેઓશ્રીનાં પૂ. ગુરુદેવ રંજનશ્રીજી મ. નું સ્વાસ્થ બગડ્યું. અડધા કલાકમાં તે જાણે ૫૦-૫૦ શિષ્યા-પ્રશિષ્યાઓને છોડી, પરલોકમાં ગયેલ પોતાની લાડલી શિષ્યાએ પસંદ કરેલા સ્થાનમાં સિધાવી ગયાં, અને આમ, અલબેલી બની ગઈ ગુરુ-શિષ્યાની જોડી.
એ ગુરુ-શિષ્યાની જોડી જે દેવલેકમાં બિરાજતી હોય ત્યાંથી અમારા પર કૃપાદૃષ્ટિ વરસાવી અમારો ઉદ્ધાર કરનારાં બને તેમ જ કમની બેડીને શીઘથી તોડી પરમપદને પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના.
–પૂ. સા. શ્રી વિરલવધનાશ્રીજી મ.
*
*
*
કર્યું નામ સાર્થક જેમણે એવાં શ્રમણીરત્ન પૂ. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ
સમુદ્રના અગાધ જળને નાના પ્યાલા વડે ખાલી કરવાનું કામ જેટલું દુષ્કર ગણાય તેટલું જ દુષ્કર કાર્ય મહાપુરુષોના જીવનમાં રહેલા ગુણને વર્ણવવાનું ગણાય, તેમાંય જ્ઞાનની અપતાવાળાને તે અતિ અતિ દુષ્કર જ ગણાય, છતાંય ભક્તિરૂપી લેહચુંબકથી ખેંચાઈ ગુણસાગરના જળને શબ્દરૂપી નાના-શા પ્યાલામાં ભરવાને પ્રયત્ન કરવા મન ઉત્સુક બન્યું છે.
સંસારી નામ છે વિજયા અને સંયમી નામ છે પૂ. વસંતપ્રભાશ્રીજી મહારાજ. “પુત્રનાં લક્ષણ પારણામાંથી” એ ઉક્તિને સાર્થક કરવાની જેમ કેઈક એવા ગુણોને જોઈ સંસારી કુટુંબીઓએ નામ પાડ્યું વિજય. અને ખરેખર, એ વિષયવાસનાના કીચડમાં ફસાયેલ, ઊઠતાંવેંત ચાને કપ સામે હાજર રખાવનાર, રાત્રિના મોડે સુધી ભેળપૂરી–પાણીપૂરીમાં લહેર ઉડાવનાર, હરવા-ફરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org