________________
૩૩૮ ]
[ શાસનનાં શ્રમણીરત્નો તેમ-તેમ વૈરાગ્યગુણ પિતાના જીવનમાં વિકસાવતી ગઈ. વૈરાગ્ય પ્રકૃષ્ટ બનતાં માતા-પિતાએ સંયમની અનુજ્ઞા આપી. દીઘંસંયમી પૂ. સાધ્વીરત્ના શ્રી ચંદ્રશ્રીજી મ. નાં સમભાવી શિષ્યા પૂ. સા. શ્રી સુભદ્રાશ્રીજી મ. નાં શિખ્યા વાત્સલ્યાબ્ધિ પૂ. પ્રવતિની સા. શ્રી રંજનશ્રીજી મ. નાં શિષ્યા સાથ્વી શ્રી ઈન્દ્રશ્રીજી બન્યાં ...
ગુરુભગવંત દ્વારા અપાતી આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષાના માધ્યમથી પિતાના આત્માને સવેગનિવેદથી ભાવિત બનાવ્યું. ‘હ' ને મારા સ્વાધ્યાય એ જ જીવનના અનેક નાની-મોટી તપસ્યા વડે પોતાની કાયાને તપાવવા લાગ્યાં. વિવિધ ગ્રંથોના અભ્યાસ વડે આત્મામાં ગુણાને અધ્યાસીત ક્ય. પૂ. વડીલેની ભક્તિવૈયાવચ્ચમાં ભાવવિભોર બની પૂર્ણિમાના ચંદ્રની જેમ પિતાની આરાધનાથી અનેક ભાવુકાત્માઓને જ્ઞાન દ્વારા શીતલતા અર્પતાં ગયાં.
છત્રીસ કરોડ નમસ્કાર મહામંત્રારાધક પૂ. પા. આ. ભ. શ્રી વિજયદેવસૂ. મ. ના શિષ્યરત્ન મહાતપસ્વી પૂ. પા. આ. ભ. શ્રી વિજયત્રિલોચન સૂ. મ. સા. ના લઘુગુરુભ્રાતા પ્રશાંતમૂતિ પૂ. પા. આ. શ્રી વિજ્યધનપાલસૂ. મ.સા.નાં આગ્રાવતી સાધ્વી સમુદાયનાં પ્રવતિનીપદને વહન કરવા છતાંય તેમ જ ૧૯-૧૯ પ્રશિષ્યાઓનાં દાદી ગુરુમહારાજ હોવા છતાંય જરાય મેટાઈ નહીં. માન-સન્માનને દેશવટો આપી સ્વની આરાધનામાં જ મસ્તી માની રહ્યાં છે, જે તેમની નિર્મમતા-અંતર્મુખતાની ઝાંખી કરાવે છે. કેઈ અંગત ભક્ત કે ભક્તાણી નહીં. નહીં કેઈ સાધ્વી-શિષ્યા પર પણ અંગત રાગ. રાગ-દ્વેષરૂપી નિર્ધનતાને જડમૂળથી ઉખેડી નાખી જીવનમાં વૈરાગ્યધનની વૃદ્ધિ કરી રહ્યાં છે. એટલું જ નહીં, હાલમાં “કંપવા”ના વ્યાધિની સતત પીડા હોવા છતાંય લેશમાત્ર હાય-વાય કે અરેરાટી નહીં, ક્યારેય ગ્લાનિ નહીં, બલકે સમતા રૂપી શાસ્ત્ર વડે આ રોગશત્રુ સાથે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરી સમતા-ક્ષમતા-સમાધિના સામ્રાજ્યને જાણે ભોગવી રહ્યાં ન હોય, તેવી ઝાંખી કરાવી રહ્યાં છે ! પૂજ્યશ્રીની મુખાકૃતિ સદાય પ્રસન્ન જ જોવા મળે.
સમુદાયની કઈ જટિલ સમસ્યા ઊભી થાય ત્યારે નાની ગુરુ-બહેનની સલાહ-સૂચન લીધા વગર ડગલું ભરવાની વાત તે બાજુ પર, પણ પોતાના સ્વાથ્યના ઉપચાર માટે પણ નાનેરાનાં સૂચનને અચૂક આગળ કરે, જે પૂજ્યશ્રીની મેટામાં લઘુતા....નમ્રતા...નાનેરાઓનાં પ્રેમ-લાગણીને પારખવાની અદ્દભુત શક્તિનાં દર્શન કરાવે છે. ટૂંકમાં, “વાત એછી, કામ ઝાઝું ? એ ગરમંત્રને પિતાને જીવનમંત્ર બનાવી “હું ને મારી જાપ, સાદાઈમાં મોટાઈ” અને “સમતામાં જ મારી મમતા આત્મસાત્ કરી.
કેધાદિ કષાની અ૯પતામાં મહાનતા આપી, અનેક સિદ્ધાંતાને પોતાના જીવનમાં અપનાવી, અંતમુખી આરાધનાના આરાધક પુષ્પની જેમ સાધનાની સોડમ ફેલાવતાં રંજન વટવૃક્ષના વડેરા અમારા વડીલ પૂ. ગુરુબેનના ગુણસાગરને હાથના બેબામાં શું ભરાય? છતાંય છીપમાં પહેલું નાનું શું બિંદુ જે મોતીપણાને ધારણ કરી શકતું હોય, તે મારી ભક્તિ-શી છીપમાં પડેલ ગુણસાગરનું ટીપુ મુક્તિપણાને ધારણ કરેશે, એ જ આશાએ વિરમું છું.
શાસનદેવ આવા અંતર્મુખી આરાધને દીર્ધાયુષી બનાવી મહાન સાધનામાં સહાયક અને એ જ એક અંતરની અભિલાષા-પ્રાર્થના.
પૂ. સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મ.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org