________________
૩૨૦ ]
શાસનનાં શ્રમણીરત્નો
ત્યાગધર્મને જીવનમાં જાગૃત રાખવા માટે દીક્ષાના દિવસથી જ મિષ્ટાન્ન, ફળ, મેવાને ત્યાગ કરેલો. ક્ષમા, નિઃસ્પૃહતા, ધીરતા, વીરતા. ગંભીરતા અને ઉદારતા આદિ ગુણો તે સહેજે જોવા મળે છે. વૈયાવચ્ચ ગુણે તે હદયકમળમાં સ્થાન લીધું છે. જેથી કરીને મેટા અને નાનાની પણ ભક્તિ કર્યા વિના રહેતાં નથી. પિતાનાં બા મહારાજની ( ગુરુદેવની માંદગીના કારણે છેલ્લે દેઢ વરસ રાત-દિવસ ખડે પગે રહીને ભક્તિ કરી છે. તે તે વર્ણનાતીત છે. પૂ. ગુરુદેવના સમાધિમરણમાં પણ નિમિત્ત બન્યાં છે, એમ કહીએ તો પણ કઈ ક્ષનિ પહોંચે એમ નથી. પૂ. ગુરુદેવને સ્વર્ગવાસ થવાથી આવડા મોટા સમુદાયને સંભાળવાને ભારે પણ તેઓ પર જ છે, સંપૂર્ણ શરીરના ભાગે શાસન અને સમુદાયની ભક્તિ કરે છે.
તેઓશ્રી અંગેની મહત્વની વિગતો આ પ્રમાણે છે: જન્મ– પિંડવાડા શ્રા. સુદ ૧પ વિ. સં. ૨૦૦૮, દીક્ષા-પિંડવાડા. ૨૦૨૫, વૈશાખ ગુદ છે. વડી દીક્ષા --- પિંડવાડા, ર૦ર૫. જેઠ સુદ ૬. શિષ્યા ૧૨. પ્રશિષ્યા ૩. વિશિષ્ટ અભ્યાસ : કર્મ ગ્રંથ. કમ્મપયડી, પંચસંગ્રહ, બૃહત્સંગ્રહણી, શ્રેત્રસમાસ, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, પ્રશમરતિ, ઇન્દ્રિય-પરાજય શતક, વૈરાગ્યશતક સંબંધ સિત્તરી, સિન્દર પ્રકરણ, વીરાગ સ્તોત્ર, તત્ત્વાર્થ સૂત્ર, દશવૈકાલિક આદિ સૂત્રે લગભગ અર્થસહિત કંઠસ્થ કર્યા છે. બે પુસ્તક, પ્રાકૃત વ્યાકરણ, રધુવંશ, શિશુપાલગંધ, કાદમ્બરી આદિ કા. ઉપમિતિ ભવ પ્રપંચ, ત્રિષષ્ટિ. ધર્મસંગ્રહ. એકઘ નિયુક્તિ, યતિદિનચર્યા અને પંચવરસ્તુક આદિ પ્રતાનું વાચન, ઉત્તરાધ્યયન આચારાંગ અને પંચસંગ્રહ આદિની ટીકા વાંચી, ન્યાયમાં તકસંગ્રહ અને વ્યાપ્તિપંચક આદિ કરી જ્ઞાનને સચોટ બનાવ્યું છે. સિદ્ધિતપ, વરસીતપ, વીશસ્થાનક, અડ્ડાઈ-અઠ્ઠમ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૪ર ઓળી, ઉતરાધ્યયન તથા આચારાંગના વેગ વહન કર્યા, કારણ વિના ૧૭ વર્ષ સુધી સણાથી ઓછું પચ્ચખાણ નથી કર્યું, આ રીતે સંયમજીવનને તપધર્મથી પણ ભાવિત કર્યું છે.
ત્યાગ–વૈરાગ્યથી અલંકૃતા. વિપીરત્ના પૂ. સાધવજી શ્રી લલિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ
રત્નની ખાણમાંથી જેમ રત્નની પ્રાપ્તિ થાય છે, તેમ રત્નની ખાણ સંદશ પિંડવાડા નગરમાં સુશ્રાવક કાલિદાસભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા કમલાબહેનની રત્નકુક્ષીથી પુત્રીરત્નપણે જમ્યાં, નામ રાખ્યું લલિતા. નામ પ્રમાણે સૌંદર્ય અને ગુણે હતાં. નાનપણથી સુજ્ઞ તેમ જ ચતુર હતી
લલિતા જાણે પૂર્વના વૈરાગ્યયુક્ત સંસ્કારને સાથે લઈને જન્મી ન હોય! – જેથી માતા-પિતાના ત્યાગ–વૈરાગ્યના વાર્તાલાપ કર્થગોચર થવાની સાથે પ્રેરણારૂપી જળ વડે સિંચન થવાથી તેનામાં વૈરાગ્યના અંકુર પ્રગટ થયા. ઘરમાં બધાં જ ઉકાળેલું પાણી પીતાં. લલિતા લગભગ ૪-૫ વર્ષની હતી ત્યારથી જ ગરમ પાણી પીતી હતી; અને કહેતી કે મારે દીક્ષા લેવી છે. પિતાના દાદાજીને પણ પ્રસંગોપાત્ત કહેતી કે, તમે મને જલદી દીક્ષા નથી અપાવતાં એટલે મને પેટમાં દુઃખવું આવે છે. પૂ. આ. ભ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. કાળધર્મ પામ્યા ત્યારે લલિતાને, નાની હોવા છતાં ઘણું દુઃખ થયું હતું : આપણા આચાર્ય ભગવંત ચાલ્યા ગયા!
દિવસે-દિવસે વૈરાગ્ય પ્રદીપ્ત થવા લાગ્યો. લલિતાએ સંયમ-જીવનની તાલીમ મેળવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org