________________
શાસનનાં મણીરત્નો
પુરોવચન-નોંધ [ સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન ]
નંદલાલ દેવલુક
સંયમયાત્રાને પંથે
અજબ છે વીતરાગનું અનેરું શાસન ! ગજબના છે એ પંચાંગી આગમશાનાં વિશ્વકલ્યાણકારી વિધાને !
પામે તે પુણ્યવાન, પણ એ પાળી બતાવે છે તે મહાપુણ્યવાન. નિર્જરા એટલે ભયંકર પાપને પ્રલય. સંપૂર્ણ નિર્જરા સાધવાને રાજમાર્ગ છે સાધુપણું. વિલાસ અને વિકાર ઉપર વિજય મેળવવાની પ્રક્રિયા. રાગદ્વેષની જડ ઉખેડવા માટેનું સમર્થ સાધન. અરિહંત પરમાત્માની આજ્ઞાનું ઊંચું સ્તરે શુદ્ધ પાલન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત પાંચ મહાવ્રતનું પાલન એટલે સાધુપણું.
સ્વાધ્યાય, સંયમ, તપ એ સાધુપણાના પ્રાણ, વૈયાવચ્ચ ગુણને ખીલવવાની પૂર્ણ તકે. નિંદા-કૂથલી કરમાવે, ગુણાનુરાગ ગુણેની શ્રેણિમાં જન્માવે, પ્રદ-ભાવનાનું પોષણ કરે, મૈત્રીભાવનું રક્ષણ કરે, કરુણાથી હૈયું સભર બનાવે, માધ્યસ્થથી ભીંજવે. વિશ્વાધાર સમી છે આ સાધુસંસ્થા. આવે, આપણે અવકન કરીએ ચતુર્વિધ સંઘની સ્થાપના, સાધુ-સાધ્વીઓની વ્યવસ્થા, દેશવિરતિ-સર્વવિરતિ ધર્મ પ્રરૂપણાનું.
અડવાણુ પગે ગામ-નગરોમાં વિચરે, ધર્મને ઉપદેશ આપે, અહિંસા અને સત્યની આલબેલ જગાવે, આંખ, હાથ અને હૈયાંને ચોખાં રાખે, માધુકરી ભિક્ષા માટે ભમે, સામેથી આગ્રહ હોય તો પણ દસ-પંદર ઘેર ફરે, સંયમી દેહને પિષણ મળી જાય એટલે સ્વાધ્યાય અને તપની વૃદ્ધિ માટેના આદર્શ જીવે. ખરેખર, અભુત જીવન છે સાધુ-સાધ્વીઓનું. શા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org