________________
[ ૩૦૩
શાસનનાં માણીરત્ન ] વારાફરતી તેમની સેવામાં, વૈયાવચ્ચમાં હાજર રહેતાં, ને તેમને સંયમી જીવનમાં સહાયક બનતાં. પિતે પણ આખો દિવસ સ્વાધ્યાય, જાપ આદિમાં તચિત્ત રહેતાં. કરોડે ઉપરાંત જાપ કરેલ. મનની સ્વસ્થતા, પ્રસન્નતા ખૂબ જ સુંદર હતી. પ્રતિક્ષણ સમાધિમૃત્યુને જ ઝંખતાં. સ્વભાવે સરલ, ભદ્રિક ને પ્રકૃતિએ શાંત–પ્રશાંત, ધીર-ગંભીર ને સ્થિર હતાં. કરીયે મુખ પર ગ્લાનિભાવ દેખાતું ન હતા. સ્વાધ્યાયના અદ્દભુત પ્રેમ જીવનમાં દેખાતા હતા.
આવાં અમારા પૂ.પા દર્શનશ્રીજી મ. ના સમુદાયના શિરછત્ર, દીર્ઘચારિત્રપર્યાયી વયેવૃદ્ધા પૂ. વિદ્યુતશ્રીજી મહારાજ અમને બધાંને છેડી ચિરવિદાય લઈ ગયાં. અમારાં ૧૨૫ ડાણાનાં વડીલ ગુબહેન અમે ગુમાવ્યાં,
તઓનાં એક શિયા સા. શ્રી કલ્પપ્રજ્ઞાશ્રીજી નામે (સંસારી પક્ષે દેરાણી), તેઓએ પણ પિતાના ૨૧ વર્ષના દીક્ષા પર્યાયમાં, મોટી વય હોવા છતાં પોતાના ગુરુણીજીની સદાય હસતા મુખે અપ્રમત્તભાવે ખૂબ જ સેવા-વિનય–વેયાવચ્ચ કરી સુંદર દષ્ટાંત પૂરું પાડયું છે. તેમ જ સા. શ્રી કીર્તિ પ્રભાશ્રીજી મ., સૂર્યરેખાથીજી, જયરેખાશ્રીજી આદિએ પણ અંતિમ આરાધના કરાવી સુંદર લાભ લીધેલ. પૂ. વિદ્યુતશ્રીજી મહારાજ કુલ પ૩ વર્ષનો સુવિશુદ્ધ ચારિત્રપર્યાય પાળીને સમાધિપૂર્વકના મૃત્યુને ભેટ્યાં. અમારા સમુદાયમાં તથા શાસનમાં આવા મહાન આત્માની ખોટ પડી. કાળની એક વિચિત્ર ઘટના તે જુઓ! ૧૭ દિવસમાં જ પોતાનાં નાનાં ગુરુબહેન સા. શ્રી જયપ્રજ્ઞાશ્રીજીની પાછળ જ, જાણે મેટાં બહેન કેમ તેને આગળ આરાધનામાં સહાય કરવા ન ગયા હોય, તેમાં તેમને સ્વર્ગવાસ પણ ૧૭ દિવસ બાદ થયો.
આમ, અચાનક બંને મહાત્માઓની ચિરવિદાય અમાને, અમારા સમુદાયને ઘણી દુઃખદાયી બની. પણ પ્રભુશાસનના ઉજ્વળ પંથને પામી તેઓ યત્કિંચિત જે આરાધના કરી ગયાં તેનો અમને આનંદ છે. તેઓશ્રી બંનેના આત્માઓ જ્યાં હોય ત્યાં ભગવત્ શાસન પામી, પ્રબુઆણાને જીવનમાં વસાવી, સ્વપરના જીવનને ધન્ય બનાવે, ને પરંપરાએ સગતિ ને સિદ્ધિપદના ભક્તા બને એ જ શાસનદેવને પ્રાર્થના પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ.
ઉપશમરસમાં સદાય મગ્ન –પ્રતિભાસંપન્ન વયોવૃદ્ધા
૫. સાધ્વીરના શ્રી હં સાશ્રીજી મહારાજ
આ પૃથ્વી પર અનંતાનંત આત્માઓ ફરી રહ્યા છે, ભટકી રહ્યા છે, કયાંય તેને ડે અંત નથી, સદાચ દુઃખની ઊંડી ખાઈમાં રખડતા હોય છે. સુખી તે ક્યાંથી હોય? પણ જે ભવ્યાત્માઓ પરમ સુખદાયી શ્રી જિનશાસનના ભવ્ય પટાંગણમાં પ્રવેશ કરે ત્યારે જ તેઓના દુઃખનો અંત આવે, અનંત સફર મટે, ને શાશ્વત સુખના સ્વામી બને.
આવા સુવિશુદ્ધ જૈનશાસનમાં પ્રવેશેલા ઘણા-ઘણા આત્માઓ શાસનની છાયા પામી પિતાનું કલ્યાણ કરી ગયા છે, કરી રહ્યા છે. આજે પણ જેનશાસન જયવંતુ છે, હજારો સાધુસાધ્વીજી મહારાજે આત્મકલ્યાણ સાધી રહ્યાં છે. એમાંના એક વિશિષ્ટ કેન્ટિના આર્યા પૂ. હંસથીજી મહારાજ શ્રમણીગણ સમુદાયમાં અનોખી પ્રતિભા ધરાવે છે, જેઓને ચારિત્રપર્યાય આજે લગભગ ૧૦ વર્ષના આરે પહોંચવા આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org