________________
૨૯૬ ]
શાસનનાં શમણી ર. જેવા આ પરિવાર દરેક ક્ષેત્રે અગ્રતાને પામેલ છે. કેઈ તપસ્વી, કેઈ ત્યાગી, કોઈ જ્ઞાની, કેઈ લેખક, કઈ કવિ, વૈયાવચ્ચી, કોઈ ભક્તિવંત આદિ ગુણોનું દર્શન થઈ રહ્યું છે. વિશેષતા એ, કે જિનાજ્ઞા વિરુદ્ધ કઈ પ્રવૃત્તિ નહી. આજ્ઞાબદ્ધ જીવન-આ એક વિશિષ્ટ શ્રમણીવૃંદની ભેટ શાસનને ચરણે ધરી. તેમાંના પૂ. વિદ્યુતશ્રીજી મ., પૂ. હસશ્રીજી મ., પૂ.રંજનશ્રીજી મ., પૂ. ત્રિલોચનાશ્રીજી મ., પૂ. કીર્તિ પ્રભાશ્રીજી મ., પૂ. જ્યોતિ પ્રભાશ્રીજી મ., પૂ. દિવ્યયશાશ્રીજી મ., પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મ., પૂ. કિરણરેખાશ્રીજી મ., પૂ. હર્ષાશ્રીજી મ. પૂ. જયપ્રજ્ઞાશ્રીજી મ. આદિ તેઓનાં ૧૧. શિખ્યાઓ, જેમાંનાં ૪ કાળધર્મ પામતાં બીજાં આજે પણ ખૂબ વિશિષ્ટ કોટિની આરાધના દ્વારા સ્વપરનું કલ્યાણ સાધી રહ્યાં છે.
સાધના આરાધનામાં અવિરત દિવસ પસાર થઈ રહ્યા હતા, ત્યાં અચાનક અશાતાવંદનીયન જોરદાર ઉદય થયો, ને તેઓશ્રીને અન્નનળીનું કેન્સર થયું. દ્રવ્યાપચાર સાથે ભાવોપચાર ચાલુ જ હતા. પિને સાધનામાં સવિશેષ જાગૃત થયાં. પૂ. શ્રી કનવિજયજી મ. (જેઓ તેમના સંસારી પક્ષે ભાઈ હતા. ) તે સમયે રતલામ ચાતુર્માસ હતા, તેઓને સમાચાર મળતાં ચાલુ વરસીતપમાં ઉગ્ર વિહાર કરી બહેન મહારાજને આરાધનાનિર્ચામણા કરાવવા પાટણ પધાર્યા. અદ્દભુત ને અવ્વલ કેટિની અંતિમ આરાધના કરાવી. છેલ્લે છેલે પાણીનું ટીપું પણ ઊતરતું નહીં, છતાં અદ્ભુત સમાધિ, અદ્ભુત શાંતિ, અદ્ભુત જાગૃતિ વર્તાતી. નહીં કેઈ હાય-વાય, નહીં કે વેદના વ્યક્ત કરવાની. જ્યારે પૂછીએ ત્યારે કહેતાં: “મને સારું છે, કાંઈ થતું નથી. સદાય હસતી ને પ્રસન્ન મુખમુદ્રા. વિશાળ સમુદાયે ખૂબ સુંદર રીતે ખડે પગે રહી આરાધના–નિર્ધામણા કરાવી. સતત ૨૪ કલા વારાફરતી સ્તવને, સજ્જા, અરિહાદિનાં ચાર રણ, દુષ્કૃતની નિંદા, સુકૃતની અનુમિદના વગેરેની આરાધના ચાલુ હતી. અંતરની સમાધિ અડ હતી. સંભળાવતાં હેજ બંધ થઈ જવાય તો તરત જ કહેતાં : “કેમ બંધ થઈ ગયા? સંભળાવવાનું ચાલુ જ રાખે ! ” પરમાત્માનું શાસન રગેરગમાં વણાઈ ગયું હોય તે જ આવી વિરલ સમાધિ શક્ય છે. સુશ્રાવકે મણિલાલભાઈ જયંતિભાઈ રતિભાઈ વગેરેએ પણ ખડે પગે સેવા કરેલ.
આ રીતે ૪૦-૪૦ વરસો સુધી નિર્મળ ચારિત્ર પાળ્યું. વિ. સં. ૨૦૨૨ની સાલે પાટણ મુકામે વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)ના મંગલ દિવસે પોતાના વિશાળ સાવી પરિવારની ઉપસ્થિતિમાં પૂ. પં. શ્રી કનવિજયજી મ.ના શ્રીમુખે નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં ને પોતે પણ સ્મરણ કરતાં ખૂબ જાગૃત અવસ્થામાં સમાધિમય પંડિતમરણને વર્યા. જાણે નજીકના કાળમાં જ અક્ષયપદ ન પામવાના હોય, તે ન્યાયે અક્ષય તૃતીયાને પુણ્ય દિવસ જ પ્રાપ્ત થયો! વિશાળ પરિવારને રડતો મૂકી નાથવિહેણ બનાવ્યું, ને પોતે તો હસતાં હસતાં સ્વધામે સંચર્ચા.
કમળ ખીલેલું હોય કે બિડાયેલું. સુગંધ પ્રસરાવવી એ જ એનું જીવનસૂત્ર હોય છે, તેમ આવા સંયમપૂત આત્માઓ પણ ચારિત્રકમળની સુવાસ ફેલાવીને જ જતાં હોય છે, એમનું પણ એ જ જીવનસૂત્ર હોય છે.
[ આલેખિકા – પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org