SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ] શાસનનાં શ્રમણીરત્ન જિનાલય બંધાવી, બે વર્ષ ફી, સંપ્રતિ મહારાજનાં ભરાવેલાં ૨૭ ઈચના શ્રીસુમતિનાથ આદિ પાંચ ભવ્ય અને નયનરમ્ય જિનબિંબ મેળવી પ્રતિષ્ઠા કરવામાં મુખ્ય ભાગ ભજવ્યે હતો, લાભ લીધે હતો. આ કુટુંબના ૮૦-૮૦ માણસ એક રસોડે જમતાં હતાં. મસૂર, મુંબઈ, કલકત્તા અને અમદાવાદમાં શેઠ અમૂલખ તારાચંદના નામની પેઢીઓ ચાલતી હતી. એમના છ દીકરાઓમાં ચોથા દીકરા રૂપચંદભાઈના પુત્ર છોટાભાઈ સાથે સોનુબહેનનું પાણિગ્રહણ થયું. સમગ્ર મહારાષ્ટ્રમાં બંને કુટુંબોની ખાનદાનીની સુવાસ પથરાયેલી હતી. આ લગ્ન પ્રસંગે ઇચલકરંજીના મહારાજા પણ હાજર હતા. છે. અમૂલખ તારાચંદના પાંચમા દીકરા ગોવિંદભાઈએ ચારિત્ર અંગીકાર કર્યા પછી આ કુટુંબમાં ધર્મશ્રદ્ધાના ચાર ચાંઢ લાગી ગયા હતા. એનુબહેનના પતિ છેટાલાલભાઈને લગભગ સં. ૧૯૯૫-૯૬ માં સ્વર્ગવાસ થયા પછી સાનુબહેને ધર્મમાં વિશેષ મન પરોવીને પોતાનાં પાંચ સંતાનમાં સુંદર ધમસિંચન કર્યું. તેના પરિણામે પૂ. આ. શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. તથા પૂ. સા. શ્રી દિયશાશ્રીજી મ. ની ભાગવતી દીક્ષાઓ થઈ. સ્ત્રી સ્વભાવ સુલભ કઈ ગામગપાટા કે નિંદા-કૂથલીમાં ન પડતાં દિવસ દરમ્યાન ૩-૫-૭ સામાયિક કરી જપ–ધ્યાન–સ્વાધ્યાય કરતાં. દેવન, દેવપૂજા, પૂજય સાધુ-સાધ્વીજી મ.ની ભક્તિના તેઓ વ્યસની હતાં. બીજ પાંચમ, આઠમ, દામ, અગિયારસ, ચૌદસ, પૂનમ આદિ તિથિઓની ઉપવાસથી આરાધના, નવપદ ઓળી, વર્ધમાનતપની ઓળીઓ, વીસસ્થાનક તપ, અઠ્ઠાઈ, સોળ ઉપવાસ, બે વર્ષીતપ, ત્રણ ઉપધાનતપ, વર્ષો સુધી ૬૪ પ્રહરી પૌષધ, પર્વ તિથિ પૌષધ, ૧૨ વ્રતને સ્વીકાર, શ્રી સિદ્ધાચલ મહાતીર્થની નવ્વાણું યાત્રા, પાલીતાણા બે ચાતુર્માસ, કુંજગિરિની નવાણું યાત્રા, શ્રીતીર્થકર શ્રેણિતપ, ૪૫ આગમતપ, ૨૮ લબ્ધિતપ, નવકારમંત્ર તપ, અક્ષયનિધિ તપ, ગણધર ભગવાનના છ વગેરે તપ અને આરાધનાથી જીવનને ધન્ય બનાવ્યું હતું. મોટાં મોટાં છે ‘સી’ પાલિત ચાત્રાસંઘામાં રત્નત્રયીની આરાધના કરી સમ્યગદર્શનને નિર્મળ બનાવ્યું હતું. પિતાના સંસારી પુત્ર મિત્રાનંદવિજયજી મ.ની આચાર્ય પદવી ન થાય ત્યાં સુધી બુંદીના લાડુની બાધા રાખી હતી. તે ૩૫ વર્ષો પૂર્ણ થઈ સંસારીપણામાં તેમ જ સંયમી જીવનમાં તેમને ધાર્મિક વાચનને ખૂબ જ રસ હતો. સંકડા ગુજરાતી ગ્રંથનું તેઓએ વાચન કર્યું છે. હવે બુઝવયે તેઓ જપ-ધ્યાનમાં મગ્ન રહે છે. આંખનું તેજ સારું હોવાથી ધાર્મિક વાચન પણ કરે છે. તેમના પ્રકૃષ્ટપુદયે પૂજ્યપાદ આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. આદિ સાથે અનેક ચાતુર્માસને વેગ મળવાથી પ્રભાવક પ્રવચનોનું તથા શાસ્ત્રગ્રંથેની વાચનાઓનું શ્રવણ મળતું રહ્યું. એથી સમ્યકત્વની નિમળતા તેમ જ સંયમની પરિણતિનું સુંદર ઘડતર થયું. તેમની આ વૃદ્ધવયે તેમનાં સંસારી સુપુત્રી પૂ. સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મ. તથા પૂ. દિવ્યયશાશ્રીજી મ.નાં શિખ્યા પૂ. સા. શ્રી શ્રતરત્નાશ્રીજી મ. નેંધપાત્ર વૈયાવચ્ચ કરી રહ્યાં છે, સમાધિમાં સહાયક બની રહ્યાં છે. જરાય કંટાળ્યા વગરની આ વૈયાવચ્ચ ધન્યવાદને પાત્ર છે. પૂ. પ્રવતિ ની સાધી શ્રી જયાશ્રીજી મ. પણ હંમેશ કૃપાવર્ષા કરી રહ્યાં છે. પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી, પૂ. તપસ્વીસમ્રાટ આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ., આદિનું સદૈવ વાત્સલ્ય તેમને પ્રાપ્ત થયું છે. પ. પૂ. વર્ધમાનતનિધિ, પ્રભાવક પ્રવચનકાર, જ્ઞાનદિવાકર આચાર્ય શ્રીમદ્ વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy