________________
૨૯૦ ]
શાસનનાં પ્રમાણ મહાબલસૂરીશ્વરજી મ.) ગાધકડાવાળા સાથે વેવિશાળ કરી કુળને યોગ્ય વિવાહ પ્રસંગ કરી દીકરીને વળાવી મરી પૂર્ણ કર્યા.
સુશ્રાવિકા વિમળાબહેન નવું ઘર છતાં વાત્સલ્યસભર માત-પિતા તુલ્ય સાસુ-સસરા વગેરેનો પરિચય પામી ગયાં અને દરેકને અનુકૂળ બની વિનય–ભક્તિ-વ્યવહાર આદિથી યુક્ત ધર્માનુરાગમય જીવન જીવતાં સુંદર રીતે દિવસો પસાર કરતાં સંસારના ફળસ્વરૂપ અનુક્રમે પ્રવીણચંદ્ર (હાલ પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ.) તથા મહેન્દ્ર, એ બે પુત્રરત્નને જન્મ આપી પિતાના સ્નેહને, સ્વાર્થને મારી મોટા પુત્ર પ્રવીણચંદ્રને શાસનરન બનાવી રહ્નકુક્ષીપણાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ.
મધુબિંદુ સરીખા, ઝાંઝવાનાં નીર જેવા, ઘુઘવાટા કરતા સાગરનાં ખારાં પાણી જેવા આ સંસારમાં સુગુરુતત્ત્વ ન હોત તો શું થાત? મહાપુણ્ય સિદ્ધાંતમહોદધિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. નો તેમ જ ધર્મતીર્થપ્રભાવક પૂ. આ. ભ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. સા. ને (તે વખતે પૂ. મુનિપ્રવરશ્રી મિત્રાનંદ વિ. મ. સા. નો) ગ થયો. પારસમણિના સ્પર્શ કથીર પણ કંચન થાય, તેમ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી જિનપૂજ, વ્યાખ્યાનશ્રવણ, ઉપાશ્રયે જ સંથાર, અધ્યયન અને મુમુક્ષુઓને સુંદર આલંબન પૂરું પાડવાનું કાર્ય ધર્મનિષ્ઠ શ્રી મનસુખભાઈએ શરૂ કર્યું તેમાં સુશ્રાવિકા વિમળાબહેને પણ પૂર્ણ સહકાર સાથે તે તે સુંદર આરાધના એને પોતાના જ વનમાં સ્થાન-માન આપ્યું અને પ્રાયઃ ૨૦૦૮માં પૂજ્યપાશ્રીજીની નિશ્રામાં
જે ઉપધાન કરી આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી કમાલ કરી નાખી. બાળપુત્ર પ્રવીણચન્દ્ર અને મહેન્દ્રના જીવનઘડતરમાં અપૂર્વ યોગદાન આપ્યું. પૂના પરિચયથી “સહકુટુંબ સંયમ જ લેવું” એવો નિર્ણય કરી લીધા. પણ તેમાં કુટુંબીજનો મેહનાના કારણે રુકાવટ છતાં વૈરાગ્ય ભાવનામાં મકકમ રહી સહકુટુંબ પૂ. આ.શ્રી વિજય પ્રેમસૂ. મ. ની નિશ્રામાં ચાતુર્માસ, ૯૯ યાત્રા, સમસ્ત પૂર્વદેશની તીર્થયાત્રા આદિ દ્વારા સમ્યગ્ગદર્શન, નિમળતા સાથે સુંદર નિજરાધમ આરાધ્ય. ૨૦૧૧ . સુ. ઉના સમસ્ત કુટુંબની વણી મુકામે તીક્ષા નિશ્ચિત છતાં મારા પુત્ર પ્રવીણચંદ્રની દીક્ષા થઈ ગઈ પણ કારણવશ પોતાની દીક્ષા રહી જતાં તે જ સાલમાં જેઠ સુદ પના શુભ દિવસે પૂ. અધ્યાત્મમૂર્તિ પંન્યાસપ્રવરશ્રી ભદ્રકવિજયજી ગણિવર્યાના વરદ હસ્તે અતિભવ્ય મહામહોત્સવપૂર્વક મનસુખભાઈની સાથે સંયમના માર્ગે પ્રયાણ કર્યું. ૪ વર્ષની ઉંમરના પુત્ર મહેન્દ્ર ઉપરનો રાગ મારી હઠાવી વિમળાબહેને ત્યારે ખરેખર વીરાંગનાનું કાર્ય કર્યું અને તેમને પૂ. સાધ્વીજી શ્રી નિરંજનાશ્રીજી મ. ના શિષ્યા સાધ્વીશ્રી વિમલધતિ શ્રીજી તરીકે ઘોષિત કરાયાં.
સંયમમાગે આવ્યા બાદ વિનય, વિયાવચ્ચ. સ્વાધ્યાય, તપ, સંયમ સાથે સહિષ્ણુતા, ગુરુસમર્પણભાવ વગેરે ગુણપુને જીવન-ઉપવનમાં એવાં ખીલવ્યાં કે તેઓશ્રીજી વડીલોનાં હૈયાંમાં ને સહવતીઓનાં હૃદયમાં વસી ગયાં. ગુરુને હૃદયમાં વસાવવા હજી સહેલા છે. પરંતુ ગુરુદેવના હૃદયમાં વસવું એ ઓછું પુણ્ય, ઓછો પુરુષાર્થ નથી. જ્યારે જ્યારે ગ્લાન તપસ્વી આદિની સેવાને પ્રસંગ હોય ત્યારે તેઓશ્રીને સવિશેષ લાભ મળતો અને ભક્તિ દ્વારા અપૂર્વ સમાધિ અપી વૈયાવચ્ચ ગુણને ઉત્તમ આદર્શ ખેડ કરતાં.
તેઓશ્રીએ સંયમજીવનમાં ૧ માસક્ષમણ, ૧૬ ઉપવાસ, વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિઅડ્ડ-દશ–દોય, વર્ધમાનતપની ૨૫ ઓળી, નવપદજીની ઓળી, જ્ઞાનપંચમી, ગિરિરાજની ૯૯ યાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org