________________
૨૮૮ ]
[ શાસનનાં શમણીરત્ન યાત્રા કરી હતી. ઉપરાંત સમ્યગદર્શનની નિર્મળતા માટે પ્રતિમાઓ ભરાવી હતી. તે રીતે તેઓશ્રીએ જીવનમાં સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન, સમ્યગ્રચારિત્ર અને સમૃતપનું પણ યથાશક્તિ આરાધન કરેલું.
૫૦ વર્ષની પ્રૌઢ વયે સંચમધર બનેલાં શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજે કમશત્રુના હાસ માટે પ્રાપ્ત થયેલ સંયમરૂપી સ્ત્રનું પરમ આલંબન સ્વીકાર્યું. દિન-પ્રતિદિન સંયમધમની સાધનામાં વધુ ને વધુ સજાગ બનતાં ગયાં. ઉગ્ર તપ કરવાનું શારીરિક બળ ન હોવા છતાં શ્રી ઉત્તરાધ્યયન અને શ્રી આચારાંગ સૂત્રનાં યોગોહન તેઓશ્રીએ કર્યા હતા, સમિતિ. ગુપ્તિ અને મહાવ્રતોના પાલનમાં, જ્ઞાનાભ્યાસ અને નમસ્કાર આદિના જાપમાં તેઓશ્રી અપ્રમત્ત બનતાં રહ્યાં. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, ઉપદેશમાલા, પુષ્પમાલા, વૈરાગ્યશતક, સિંદૂર પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, બૃહત્ સંગ્રહણી. ક્ષેત્રસમાસ, કુલક, ઇન્દ્રિય પરાજય શતક, સંસ્કૃત-પ્રાકૃત, ૧૨૫ ગાથા, ૧૫૦ ગાથા, ૩પ૦ ગાથાનાં આદિ સ્તવનો, આઠ દૃષ્ટિની તથા સમકિતના સડસઠ બાલની સખ્ખાય વગેરે સુંદર અભ્યાસ કર્યો હતો. તદુપરાંત નિયમિત ૨૫૦૦ના સ્વાધ્યાય, જ્ઞાનોપાસનાનો પ૧ લોગસ્સનો કાયોત્સગ તથા બીજા કાર્યોત્સર્ગો, ત્રિકાળ દેવવંદન તથા નમસ્કાર મહામંત્રનો ૩૦૦૦નો જાપ વગેરે અનુષ્ઠાનોથી આત્માને સદા જાગૃત રાખતાં. પિતાની સુંદર સાધના સાથે પરિચયમાં આવતા આત્માને પણ પ્રભુમાર્ગની સન્મુખ બનાવવા પ્રયત્નશીલ બનતાં.
છેલલા ચાર વર્ષથી તેઓશ્રીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. હાર્ટ એટેક, બ્લડ પ્રેસર આદિ રોગના હુમલા વડે તેઓ અશાતાના ઉદયને રમતાભાવે વેદતાં હતાં. દેલી માંદગીના કારણે તેઓશ્રી દેવચંદભાઈ કે ઠારી અને પ્રેમલતાબહેનની વસતિમાં મુંબઈ–વાલકેશ્વર-ચંદનબાળામાં રહ્યાં હતાં. છેલી માંદગીની શરૂઆતથી જ તેઓશ્રીને આત્મા વધુ સજાગ બન્યા હતા. પહેલે જ દિવસે સર્વ જેની સાથે સમાપના આદિ સત્કાર્યો પિતે સ્વેચ્છાએ પૂર્ણ જાગૃત અવસ્થામાં કર્યા હતાં.
તેઓશ્રી અષ્ટપ્રવચન માતાનું પાલન એવી સતત કાળજીપૂર્વક કરતાં કે છેલ્લી માંદગીમાં પણ કઈ સાધ્વીજીએ જગ્યા પૂજ્યા વગર પાટ મૂકી તો સૂતાં-સૂતાં પણ ઈશારાથી “પૃર્યું નથી - તેમ કહી નાનાં સાધ્વીજીને પણ જાગૃત રહેવાની પ્રેરણા આપતાં. તેઓશ્રીમાં રહેલ અષ્ટપ્રવચન માતાના પાલનના ભાવે એ પ્રભાવ પાડ્યો કે અગ્નિસંસ્કાર સમયે એક કાષ્ઠમાં કીડી જોવામાં આવતાં બધાં કાષ્ઠો પૂજવામાં અને ખેરવામાં આવ્યાં. કાળધર્મના બે દિવસ પહેલાં જાગ્રત-અજાગ્રત અવસ્થામાં પણ ક્રિયામાં પૂર્ણ જાગ્રત અવસ્થા હતી. છ આવશ્યક સુધી પ્રતિક્રમણ થયું પરંતુ એમનું લક્ષ્ય વચ્ચે ઓછું થયેલું કે “પગામ સજઝાય” મેં સાંભળી નથી. બીજી, ત્રીજી વાર અને ચોથી વાર પાછું એમ થયું. એમ ચાર વાર એમને શ્રમણ સૂત્ર સંભળાવવામાં આવ્યું. આવી કિયારુચિ તેઓશ્રીની હતી.
એક સાંજે અજાગૃત અવસ્થામાં નિર્ધામણા માટેનો ગચ્છાધિપતિ પરમ ગુરુદેવેશશ્રીનો તથા પ. પૂ. જયાશ્રીજી મ.શ્રીને પત્ર આવ્યો. અજાગૃત અવસ્થા પૂર્ણ જાગૃતિમાં પલટાઈ ગઈ કે જાણે જાદુ થઈ ગયે. તેઓશ્રીજીની જીવનયાત્રાની અંતિમ સંધ્યાએ લગભગ ૭-૩૦ વાગતાં પરમારા ધ્યાદ પરમગુરુદેવેશ શ્રીજીને સમાધિદાયી પત્ર પ્રાપ્ત થયો. તે સંભળાવ્યો, જે ખૂબ જાગૃતિપૂર્વક સાંભળે. વાસક્ષેપ કર્યો, પ્રતિક્રમણ કરાવ્યું. સંથારા પરિસી ભણાવી અને થોડી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org