________________
શાસનનાં શમણરત્ના |
[ ૨૮૧ શ્રી મનસુખભાઈની ગેરહાજરીમાં શ્રી ઝબકબહેને લીધી અને એક લાખ બતકોને શિકાર થતા અટકાવ્યા.
૧૯૮૫માં મુંબઈ લાલબાગમાં, કલાગમ રહસ્યવાદી પૂ. આચાર્યદેવશ્રી વિજ દાનસૂરીશ્વરજી મ. શ્રી, સિદ્ધાંતમહેન્દ્રધિ પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી ગણિવરશ્રી, પ. પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ, પંન્યાસ પ્રવર શ્રી રામવિજયજી ગણિવરશ્રી આદિ બિરાજમાન હતા. બાલદીક્ષાવિરોધીઓને પડકાર કરતી, વૈરાગ્ય નીતરતી, પુષ્પરાવર્તના મેઘ સમાન વર્ષ કરતા, પ. પૂ. રામવિજયજી મ. શ્રીના વાણી-સુધાના પ્રવાહ અનેક નાં હદય-મંદિરમાં બેલિબીજનું વાવેતર કર્યું, અનેક ભવ્યાત્માઓને સંચમરત્ન પ્રદાન કર્યું અને કંઈક જીવોને ઉન્માગથી વાળી સન્માગે દયો, જેમાં ઝબકબહેન પણ ભાગ્યશાળી થયાં. ફક્ત ૧-૧ માસના વ્યાખ્યાનશ્રવણમાં જ તેમણે સંઘમ ગ્રહણ કરવાને મનોમન નિર્ણય કરી લીધું. પોતાની પુત્રી સૂરજબહેનને પણ વાણી શ્રવણ કરવાની પ્રેરણા કરી. તેઓ પણ પિતાનાં સંતાનો શ્રી હસમુખભાઈ શ્રી મંજુલાબહેન આદિને સાથે લઈ વ્યાખ્યાન શ્રવણ કરતાં.
ઝબકબહેન ૧૯૩માં મહા વદ ૭ ના રોજ જેસલમેર પંચતીથીના પ્રસિદ્ધ શ્રી લાદવાજી તીર્થમાં સંચમ ગ્રહણ કરી, પૂ. સાધ્વીશ્રી જયાશ્રીજી મ. નાં પ્રથમ શિષ્યા પૂ. ભદ્રપૂર્ણાશ્રીજી મ.ના નામે બન્યાં. ૫૦ વર્ષની વયે સંયમી થવા છતાં ગુરુ વૈયાવચ્ચ અપૂવ કરી તેઓ સતત સ્વાધ્યાયમાં રત રહેતાં. વર્ષીતપ, ચત્તારિ-અડ્ડ–દસ-દોય તપ, જ્ઞાનપંચમી, એકાદશી, વીઝાસ્થાનક તપ, એકાસણાપૂર્વક શ્રી સિદ્ધિગિરિજીની નવાણું યાત્રા, છટ્ઠ, અમ આદિ અનેક તપનું આરાધન કર્યુ. ૨૯ વર્ષના દીક્ષા પર્યાયમાં લગભગ ૨૫ વર્ષ તા બેસણાથી ઓછું નહીં કહ્યું હોય, તે એટલે સુધી કે એકાદ દ્રવ્ય વાપરીને પણ બેસણાં નહીં છોડવાનાં. ઘણીવાર તો ચાતુર્માસમાં બે જ દ્રવ્યો વાપરતાં. સંસારીપણામાંથી જ જ્ઞાનોપાસના માટે પ૧ લોગસ્સને કાઉસગ્ગ, ૫૧ અમાસમણ શરૂ કર્યા, તે પણ ચાવજજીવ પર્યા . નરમ તબિયતે, સૂતાં-સૂતાં પણ ક્રિયા નહીં છેડવાની. સવારના પ્રતિકમણમાં શ્રી સિદ્ધાચલજીનાં નવ માસમણાં, ત્રણ કટકે પણ શરીરે કામ આપ્યું ત્યાં સુધી ઊભાં ઊભાં જ દેતાં. આવી તેમની દઢ કિયારુચિ હતી. તેઓશ્રી સદા પ્રશાંત ને મધુરભાષી હતાં. કયારેય પણ તેમના જીવનમાં ઉગ્રતા જોવા ન મળતી. આટલી ઉંમરે પણ દિવસે કદી નિદ્રા ન લેતાં, અપ્રમત્તપણે જ કિયા કરતાં. આશ્રિતોને હિતશિક્ષા પણ સૌમ્ય ભાષામાં જ આપતાં.
છેલ્લાં ૪–૫ વપમાં હદય મેટું થવાની બીમારી લાગુ પડી. વિ. સં. ૨૦૨૦ અને ૨૦૨૧ બંને ચાતુર્માસ ભાવનગર કર્યો. ત્યાંના સંઘે તેમ જ સ્થાનિક ઠેકટરેએ અને ખાસ કરીને શિહોરના સુપ્રસિદ્ધ ડો. શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે સારી શુશ્રષા કરી. ત્યાં બિરાજમાન પ. પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મ.શ્રી. તેમ જ અન્ય સાધ્વીગણે રાત-દિવસ અખંડપણે ભક્તિ-વૈયાવચ્ચનો લાભ લીધે. પરંતુ ૨૦૨૧ આસો વદ ૦)) ની ભગવાન મહાવીરદેવના નિર્વાણની દિવાળીની રજનીએ ૧૨-૪૦ મિનિટે સમાધિપૂર્વક તેઓ કાળધર્મ પામ્યાં. આજે તેમના પરિવારમાં ૧૩૧ સાવવૃદ રત્નત્રયીની આરાધના કરી રહ્યું છે, તે તેઓની અપૂર્વ આરાધના અને અનુપમ ચારિત્રબળનો જ પ્રભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org