________________
૨૭૨ ]
શાસનનાં શમણીરત્ન ૨૦૩૮ના માગસર સુદ ૨, શનિવારે બપોરના ત્રણ વાગતાં પિતાની સંપૂર્ણ જાગૃત અવસ્થામાં જ શ્રી અરિહંત પરમાત્મા અને નમસ્કાર મહામંત્રનું રટણ કરતાં, સર્વ જીવાન બનાવી ૭૦ વર્ષનું સંયમજીવન જીવી, ૮૬ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. વંદન હો એ દીર્ઘ સંચમી ગુરુમાતાને!
[પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી-જ્યાશ્રીજી મહારાજ અને તેમનો પરિવાર ].
સુવેશદ્ધ ચારિત્રધર, વિદુષીરના પ્રવર્તિની પૂ. સાધ્વીવર્યાશ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ અનેક મહારમણીય પ્રાચીન જિનમંદિરોથી વિભૂષિત અને અનેકાનેક મહાપુરુષોના પાવન પગલે પુનિત બનેલી ગુજરદેશની પ્રખ્યાત જેનનગરી રાજનગરની કન્ય ધરા પર ઝવેરીવાડમાં વસતા શેરદલાલ શ્રેષ્ઠીશ્રી વાડીલાલ છગનલાલનાં ધર્મપત્ની સુશ્રાવિકા મતીબહેનની રત્નકુક્ષિએ વિ. સં. ૧૯૬૦ના શ્રાવણ વદ ૧૨ ના એક તેજસ્વી કન્યારત્નને જન્મ થયે. શુભનામ લીલાવતી. ધાર્મિક સુસંસ્કારો ગળથૂથીમાંથી જ મળતાં સાહજિક બુદ્ધિપ્રતિભા, સરળતા, કાર્યકુશળતાદિ ગુણવૈભવ પણ વયવૃદ્ધિ સાથે જ વિકાસ પામવા લાગ્યો. ગુણપુની સૌરભથી કુટુંબના ગૌરવને મઘમઘતું કરી દીધું. યુવાવસ્થામાં પ્રવેશતી આ કન્યાનું વેવિશાળ માતા-પિતાએ ૧૪ વર્ષની ઉમરે જ રાજનગરમાં વસતા શ્રેષ્ઠીવર્ય શ્રી જેસિંગભાઈ કાલિદાસના સુપુત્ર રતિલાલભાઈ સાથે કર્યા. અનુક્રમે એક પુત્રીને જન્મ થયે. કમરાજને અટલ નિયમ સુખ પછી દુઃખ. છ વર્ષના ટૂંક દાંપત્યજીવનમાં જ શ્રીયુત રતિભાઈ ટી.બી.ની અસાધ્ય બીમારીમાં પહેલેકના પંથે સિધાવતાં લીલાવતીબહેન માત્ર ૧ાા વર્ષની બાલિકાને લઈ પિયરમાં વસવા લાગ્યાં.
વિ. સં. ૧૯૮૦-૮૧ ના તે કાળે બળદીક્ષાનો વિરોધ વ્યાપક પ્રમાણમાં ચાલતા હતા. તે અરસામાં જ દીક્ષાની દુદુભિના નાદને સમગ્ર રાજનગરમાં ગજાવતાં બાળદીક્ષામાગને સરળ અને સુલભ બનાવતા પ્રવક્તા પૂ. મુનિપ્રવર શ્રી રામવિજયજી (વિજયરામચન્દ્રસૂરિજી) મ. અમદાવાદની પુણ્યભૂમિને પાવન કરી રહ્યાં હતાં. વિદ્યાશાળામાં આચારાંગસૂત્રના સ્વજનધૂનન અને કર્મધૂનન અધ્યનો પર રેશરથી ચાલતાં વ્યાખ્યાનના પ્રભાવે અનેક યુવાનોનાં હદને હચમચાવી નાખનાર એ મહાપુરુષની ત્રિપદી યુવાન-બાળ-વૃદ્ધ સનાં હૈયાંમાં પ્રાણ પૂરતી વેરા-સંવધિની
કાનાએ લીલાબહેનના અંતરમાં સર્વવિરતિનાં બીજનું વાવેતર કર્યું, અને વારંવાર જિનવાણના સિંચનથી વૈરાગ્યભાવ વૃદ્ધિ પામ્યો. પરંતુ એકની એક અઢી વર્ષની બાલિકાના કારણે પ્રવજ્યા ગ્રહણ માટે સંમતિ મળવી દુ:શક્ય ભાસતાં લીલાવતીબહેને પ્રબલ પુરુષાર્થ સાધી અઢી વર્ષની કુમળી વયની પુત્રીના મેહને વૈરાગ્ય-બાણે પરાસ્ત કરી, સાસુના ખોળે એ બાળાને મૂકી કર્ણનું રત્નાભરણુ શોધવા જવાના બહાને સદાને માટે ગૃહ ત્યાગ કરી દઈ કેઈન ચ જાણ કર્યા વિના, જીવનના આભૂષણ સ્વરૂપ સમરત્નની ખાજ માટે તેઓ શેરીસા તીર્થ પાર્શ્વનાથ પ્રભુના ધામમાં પહોંચી ગયાં. મહાસાગરમાંથી રત્નોને જવા જેમ મરજીવા બનવું પડે, તેમ જીવનરૂપ મહાસાગરમાંથી સંયમરત્નને શોધવા માટે કરવા જોઈતા મહાસાહસન તેઓએ આરંભ કર્યો. નહોતા ત્યાં કઈ કિયા કરાવનાર મહાત્મા, નહોતે કઈ જનસમુદાય કે નહોતા વિરોધીઓનાં કેઈ ટોળાં, કે નહોતું જિનમંદિર, એક રૂમમાં માત્ર શેરીસા પાર્શ્વપ્રભુને બિરાજમાન કરેલ હતા. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org