SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન રત્નત્રયીના તીવ્ર સાધક અને અનેકવિધ તપના આરાધક ૫. સાદવીરત્નાશ્રી અંજનાશ્રીજી મહારાજ ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામના વાયા કુટુંબમાં વિ. સં. ૧૯૩૬ના પોષ સુદ ૧૩ ના શુભ દિને ચરિત્રનાયિકાને જન્મ થયે હતો. પિતાનું નામ કલ્યાણજી દયાળભાઈ અને માતાનું નામ હેમીબેન હતું. ચરિત્રનાયિકાનું સંસારી નામ અનુપમા (અપ)બહેન હતું. અને બહેન બાલ્યાવસ્થામાં પાંચ ધારણને અભ્યાસ કર્યો હતો પરંતુ માતાપિતા તરફથી ધાર્મિક શિક્ષણ સારુ મળ્યું હતું. યૌવનાવસ્થા પામેલી પિતાની પુત્રીની સગાઈ ધર્મનિષ્ઠ પિતાએ ધર્મિક કુટુંબ તરીકે પ્રખ્યાત એવા ળિયા ગામના નિવાસી દીપચંદ જેરામભાઈના સુપુત્ર હઠીચંદભાઈ સાથે કરી. આ વાતની ખબર મુંબઈ રહેતા ભાઈ હડીચંદને પડી ત્યારે તેમણે પોતાના ભાવિ સસરાને જણાવી દીધું કે, મારી સંયમ લેવાની ભાવના હોવાથી હું રાજીખુશીથી કહું છું કે આ સગાઈ ફેક કરશે.” એના જવાબમાં ધર્મરંગે રંગાયેલા વારેય કલ્યાણભાઈએ પણ જણાવી દીધું કે, “દીકરી એક વાર દેવાય. મારી દીકરી અનુપમાના બોલ તમારી સાથે બેલાઈ ગયા છે, તે ફેક નહીં થાય. એક વખત મારી દીકરીનો હાથ ઝાલી, પછી તમારે ચારિત્ર લેવું હોય તે લેજે.' આવી પરિસ્થિતિ સર્જાતાં સં. ૧૯૭૮માં તેઓનાં લગ્ન થયાં. સં. ૧૯૮૪ સુધીના સંસારવાસમાં પરમાનંદ તથા મનસુખ નામે બે પુત્રી અને વિમલા નામે એક પુત્રી પ્રાપ્ત થઈ. એમાં નાના પુત્રનું અચાનક અવસાન થતાં, હઠીચંદભાઈનિ વૈરાગ્ય વધુ તીવ્ર બન્ય. સંસારની અસારતા અને વૈરાગ્યની મહત્તા સમજાવા માંડી. સહધર્મચારિણી અનુપમાનું સ્નેહબંધન ઢીલું પડયું. પરિણામે છ વરસના ટૂંકા લગ્નગાળામાં દંપતીએ ચતુર્થવ્રત ઉચ્ચારી, આત્માની સ્થિરતા માટે રસના પર કાબૂ મેળવવા છે વિગઈનો ત્યાગ કર્યો. પોતાના સ્વામીને રંગરાગને બદલ ત્યાગરાગ્યમાં ખૂલતા જોઈને અનુપમાબેને પણ પિતાની સંસારી વાસનાઓ પર નિયંત્રણ મૂકી દીધું. અને કમે કમે પોતે પણ વૈરાગ્યભાવમાં આવી ગયાં. એટલે સુધી કે સં ૧૯૮૭ના કારતક વદ ત્રીજના શુભ દિને દિક્ષા ગ્રહણ કરવા ઘેરથી પ્રસ્થાન કર્યું ત્યારે પોતે જ દિકરી વિમલાના હાથે સ્વામીને ભાલે કુંકુમ તિલક કરાવીને, રૂા. ૧૦૧ અને શ્રીફળ સ્વામીના હાથમાં મૂકીને અનુમતિ આપી. ત્યાર બાદ, ૧૧. વર્ષની પુત્રી વિમલા અને ૮ વર્ષના પુત્ર પરમાણંદ સાથે સં. ૧૯૯૧ના ફાગણ વદ ૧૩ ને સોમવારે ઠળિયા ગામમાં, પિતાના સ્વામીના જ વરદ હસ્તે પ્રત્રજ્યા અંગીકાર કરીને પોતે સાવીશ્રી અંજનાશ્રીજી, પુત્રી સાધ્વી શ્રી વિદ્યાશ્રીજી અને પુત્ર મુનિશ્રી નરેન્દ્રસાગરજી નામે સુખ્યાત થયાં. ચારિત્ર સ્વીકાર્યા બાત જેમ બને તેમ વધુ નિર્મળતા થાય, વિષય-કપાયથી અલિપ્ત રહેવાય તે માટે તપ-ત્યાગ.સ્વાધ્યાય-સ્વાધ્વાચારનું દતચિત્ત પાલન કરવા લાગ્યાં તેઓશ્રીના પરિચયમાં આવનાર સૌ કોઈને અનુભવ હતો કે, પૂજ્યશ્રી હંમેશાં આત્મસાધનામાં નિમગ્ન રહેતાં. તપસ્યામાં માસક્ષમણ, ૧ ૬, ૧૫, ૯ ઉપવાસ. ૮-અડ્રાઈ ૯ વરસીતપ, વીસ્થાનક તપ, વધમાન તંપની ૨૨ ઓળી, ક્રિયા સહિતની નવપદજીની ઓળીઓ, બાવન અજવાળાં, પર્વતિથિ-આરાધના, રતનપાવડીના છઠું-અઠ્ઠમ, તેર કાઠિયાના ૧૩ અઠ્ઠમ, બે માસી, છ ચારમાસી, છે દોઢમાસી, એક અઢી માસી, ૧૧ મહિના એકાન્તર ઉપવાસ, મેતેરસ આદિ પૂર્ણ કર્યા હતાં. છેલ્લાં ચાર-પાંચ વર્ષ પગમાં બબ્બે વખત ફેકચર થયાં અને ૯ વર્ષથી કેન્સરની અસહ્ય પીડા થતી હોવાથી પથરીવશ હતાં, તેમ છતાં હંમેશાં પ્રસન્ન મુ મુદ્રામાં જ જોવામાં આવતાં. તેઓશ્રીની સમતાભાવ અને સહનશીલતાની સૌ અનુમોદના કરતાં. છેલ્લા દોઢ મહિનામાં તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy