SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪] ( શાસનનાં શ્રમણરત્ન મહારાજના સંસારી વકીલ બંધુ સામાભાઈ, તમના બે સુપુત્ર-ચંદુભાઈ અને કાંતિભાઈ તેમની સુપુત્ર ધીરજબેન કાંતિભાઈની દીક્ષા તે ફઈબા પ્રધાનબહેનની સાથે જ થઈ હતી, જેમાં શ્રી કંચનવિજયજી મહારાજ બન્યા અને આગળ જતાં પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી નામે પ્રસિદ્ધ થયા. ચંદુભાઈના લગ્ન કુલીન કન્યા ચંદનબેન સાથે થયા હતા. સોનામાં સુગંધ જેમ બંને પક્ષ આર્થિક અને ધાર્મિક સમૃદ્ધિથી છલકાતા હતા. ભાગમેં સુખ ભોગવે, પણ તીવ્ર વાધ નહિ આશ રે' એ કાવ્યપંક્તિને આધારે અનાસક્તભાવ જીવન જીવતાં બે સંતાનો જન્મદાત્રી બન્યાં. ત્યાર બાદ એ દંપતીએ ૨૮ વર્ષની ગુલાબી યુવાનીમાં જ ચતુર્થવ્રત સ્વીકાર્યું. ચંદનબેન સમજણા થયાં ત્યારથી માનતાં હતાં કે આ અનંત પરિબળના પ્રબળ બંધનને તોડવા સંયમ જેવું બીજુ કેઈ શસ્ત્ર નથી. પણ, હવે તો સાસુ-સસરા-પતિ-પુત્ર-પુત્રી આદિ સંસારનાં બંધનેથી બંધાયેલાં હતાં. તેમ છતાં, સ્વચં ચંદન હતાં, શીતળ હતાં. એ શીતળતાથી જ પતિને સંયમના માર્ગે તૈયાર કરી દીધા. પૂર્વજન્મના થો અને સંસ્કારપૂર્ણ ઉછેરના કારણે નાનકડો પુત્ર તો તૈયાર જ હતા પણ પ્રશ્ન હતો સાસુસસરા અને પુત્રીને! આ પ્રશ્ન વિવળ બનાવતા હતા, કારણ દંપતીમાં એટલી ઉત્કટ સંયમની છોળો ઊછળી રહી હતી કે તેઓને સંસારની એક પળ યુગ જેવી લાગતી હતી. આથી દંપતીએ વિચાર્યું કે, માતા-પિતા સશક્ત છે; એમને અને પુત્રીને વિચાર કરતા રહીશું તો રહી જઈશું. આગળ જતાં એ માનશે તો એમને પણ સંયમ અપાવીશું. માતાપિતાને આ વાતની ગંધ આવવા દીધી નહિ. ત્રણે પુણ્યશાળીઓ યાત્રા કરવાને બહાને ઘરેથી નીકળી ગયાં. શ્રી શત્રુંજયાદિ કેટલાંક તીર્થોની યાત્રા કરીને અમદાવાદ આવ્યાં અને ત્યાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીના વરદ હસ્તે વિ. સં. ૧૯૪૭ના અષાડ સુદ ૯ ના દીક્ષા ગ્રહણ કરી. પતિ ચંદુલાલ શ્રી લબ્ધિસાગરજી મહારાજ બન્યા, ચંદનબેન પોતે પૂ. શ્રી સુમલયાશ્રીજી મહારાજ બન્યાં અને પુત્ર હસમુખ શ્રી સૂર્યોદયસાગરજી વર્તમાનમાં ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મહારાજ બન્યા. હસમુખની વચ ત્યારે માત્ર સાડા-છ વર્ષની હતી. પૂ. પુષ્પાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી સુમલયાશ્રીજી મહારાજના જીવનમાં વિનય અને વૈયાવચ્ચેના ગુણ એવા તે વણાઈ ગયા હતા કે પૂ. ગુરુદેવના હૃદયમાં તેમણે સારું સ્થાન જમાવ્યું હતું. પૂ. ગુરુદેવના હાર્દિક આશીર્વાદને પ્રતાપે તેમને ૧૩ શિષ્યાઓને પરિવાર થયો તે. દરેક સાધુ ભગવંત અને સાઠવીજી ભગવંતમાં તેઓશ્રીનો વિનયગુણ ગવાવા લાગ્યા. ત્રણ ત્રણ આતમની પ્રેરણા પામીને પાછળથી પિતા, માતા (સસરા-સાસુ) અને પુત્રી પણ પ્રજાના પુનિત પંથનાં પથિક બન્યાં. પિતા સોમાભાઈ પૂ. શ્રી શ્રુતસાગરજી મહારાજ, માતા માણેકબેન પૂ. શ્રી મનહરશ્રીજી મહારાજ અને પુત્રી વિમળાબહેન પૂ. શ્રી વિચક્ષણાશ્રીજી મહારાજ બન્યાં. જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધનાના આરાધકોનું આ જગત બની રહ્યું. પૂર્વજન્મના કેઈ વેદનીએ કમના ઉદયથી અસ્વસ્થ તબિયતને પૂરી સમતાથી સહન કરતાં રહ્યાં. અ૯પ નિદ્રામાં અજબ સ્કૃતિ આરાધનાને ઉપકારક બની રહ્યાં. કેન્સર જેવા રોગને સમતાથી સહન કરી અનંતના યાત્રી બન્યાં. સમતામૂતિ એ સાધ્વીરત્નાને કોટિશઃ વંદના! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy