________________
[16] પ્રાંતીજના પ્રદ્યુમ્ન જૈન તથા ગોઠીઓએ અર્જિકા મરુદેવી ગણિની તથા ચેલ્લિકા વાલમતી ગણિનીને ભણવા માટે યક્ષદેવ પાસે તાડપત્ર ઉપર “ઉત્તરજ્યણ” લખાવ્યું. તે પ્રતિ પાટણમાં છે.
શેઠ છાડા : (૧) શેઠ છાડા (૨) કાબો (૩) રાજડ, પત્ની ગોમતી (૪) ખીમસિંહ, પત્ની ધના, (૫) દેતો, પત્ની કનકાઇ (૬) સોનપાલ, અમીપાલ, પૂરી, જાસુ, બાસુ, પૂરીએ દીક્ષા લીધી. તેનું નામ સાધ્વીશ્રી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું હતું.
શેઠ છાડાના વંશમાં સોળમી સદીમાં સં. ખીમો, સં. સહસા એમ બે ભાઈઓ થયા. તેઓ તપગચ્છના આ. લક્ષ્મીસાગરસૂરિ (સં. ૧૫૦૮, સં. ૧૫૧૭) અને આ. સોમજયસૂરિના શ્રાવકો હતા. તેઓએ આ. જયચંદ્રસૂરિ પાસે પોતાની પૌત્રી પૂરી, જે દીક્ષિત થઈ હતી તે સાધ્વી સાધુલબ્ધિને ગણિનીપદ અપાવ્યું હતું અને સંઘપૂજા કરી હતી.
શેઠ કપર્દિ શાહ (૨) : આ વંશના સોમા શાહની પુત્રી સોમાદેવીએ આ. આયરતિસૂરિ (સં. ૧૧૫૯) પાસે દીક્ષા લઈ મહત્તરા પદ મેળવ્યું હતું.
મલધારી સાધ્વી અજિતસુંદરી ગણિની : શ્રી હર્ષપુરી ગચ્છના માલધારીની આજ્ઞાપાલક અજિતસુંદરી ગણિનીએ સં. ૧૨૫૮ ના શ્રાવણ સુદ ૭ ને સોમવારે પાટણમાં “શ્રી સિત્તરી-ભાષ્ય” લખ્યું.
સાધ્વી જિનસુંદર ગણિની : વિધિપક્ષના શ્રાવક શેઠ શુભંકર પોરવાડની પરંપરામાં અનુક્રમે સેવક, યશોધન, બાઢુ, દાહડ, સોલાક, ચાંદાક અને પ્રદિવ થયા. તેમાં શેઠ યશોધનનો પુત્ર સુમદેવ, તેમના પુત્ર દીક્ષા લીધી. જેઓ આ. મલયપ્રભસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. શેઠ સોલાકના ભાઈએ દીક્ષા લીધી, જે આ. મદનપ્રભસૂરિની પાટે ઉદયચંદ્રસૂરિ નામથી ખ્યાતિ પામ્યા અને દીક્ષા લઈને આ. જયદેવ નામથી પ્રસિદ્ધિ મેળવી.
ચાંદાકની પુત્રી નાઉલીએ દીક્ષા લીધી જેનું નામ સાધ્વી જિનસુંદરી ગણિની હતું. પૂદિવના પુત્ર અને પુત્રીએ દીક્ષા લીધી તેમાં પુત્રનું નામ પં. ધનકુમાર ગણિ અને પુત્રીનું નામ સાધ્વી ચંદનબાલા રાખ્યું હતું. એકદંરે આ કુટુંબે ઘણાં સાધુ-સાધ્વીઓ આપ્યાં.
(જુઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૭ ૩૮૭ ૩૮૮) સાધ્વી જિનસુંદર ગણિની એમના સમયે ભારે પ્રતિષ્ઠિત હતાં. આ. દેવનાગે સં. ૧૨૮૮માં તેમને માટે મુનિ શીલભદ્ર પાસે પં. ગોવિંદ ગણિના “કર્મસ્તવ” ઉપર ટીકા લખાવી હતી. આ જિનસુંદર ગણિનીએ સં. ૧૩૧૩ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે ગુજરાતના રાજા વીસલદેવ વાઘેલા (સં. ૧૨૯૪ થી સં. ૧૩૧૮)ના રાજ્યમાં મહામાત્ય નાગડના કાળમાં પાલનપુરમાં સાધ્વી લલિતસુંદરી ગણિી માટે શેઠ વીરજી ઓશવાલના પુત્ર શ્રી કુમારની ધર્મપ્રેમી પત્ની પદ્મશ્રી પાસે “પંચમી-કથા”નું પુસ્તક લખાવ્યું.
(જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ પ્રશ. ૧૨ પ્રશ. ૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org