SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન ! [ ૨૧૭ ઓળી, વર્ધમાન તપની ૪૨ આળી આદિ તપસ્યા કરી. પૂજ્યશ્રી સ્વભાવે સરળ, શાંત, પ્રસન્ન અને ધમવત્સલ વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી તેમના હાથે શાસનપ્રભાવનાનાં કાર્યો પ્રસંગે પાત્ત થતાં રહે છે. એવાં એવાં એ સમર્થ સાધવરત્ન નિરામય દીર્ધાયુષ્ય પામી પ્રભાવક કાર્યો સંપન્ન કરાવતાં રહે એવી મનોકામના સાથે વાત વાત વંદના ! મેવાડ-મધ્યપ્રદેશમાં અનેરી ધર્મ પ્રભાવના પ્રગટાવનાર પૂ. સાધ્વીવર્યાશ્રી ચાસત્રતાશ્રીજી મહારાજ શોર્ય અને વીરતા તથા તપ અને ત્યાગથી દેદીપ્યમાન તેમ જ અનેક તીર્થોથી વિભૂષિત સૌરાષ્ટ્રની ગૌરવમયી ભૂમિ પર વસેલા જૂનાગઢ પાસેના પાટણવાવ ગામની ધન્ય ધરા પર એક શુભ દિવસે તપ-ત્યાગની સૌરભ ફેલાવવાના હેતુથી, ભવ્યજીને શુભ માર્ગ દર્શાવવાના હેતુથી અને પરમાત્માના સંદેશને જન-જનમાં પ્રસરાવવાના હેતુથી શેઠશ્રી દેવચંદભાઈના ધર્મપત્ની કસુંબાબેનની રત્નકુક્ષીએ એક પુત્રીરત્નનો જન્મ થયે. ઘર-શેરી-ગામને પિતાના જન્મથી પ્રકાશિત–પ્રસન્ન કરી નાખનાર ચંદ્રમા જેવી પુત્રીનું નામ ચંપા પાડ્યું. ચાર ભાઈ અને બે બહેન વચ્ચે ઊછરતાં ચંપાબહેન પર માતાપિતાને અનોખો પ્રેમ હતો. ભવિષ્યમાં પાંચ મહાવ્રતોનું પાલન કરવા જ આવ્યાં હોય તેમ, ચંપાબેનને નંબર પાંચમે હતો. એટલે લાડકોડથી ઊછરતાં ચંપાબેનને સંસારની માયામાં રસ પડતે નહીં. માતાપિતાના સુસંસ્કારોનું સિંચનથી અને પૂર્વજન્મના સુગે તેમને ધાર્મિક જ્ઞાન અને આચારો પામવામાં વિશેષ રસ રહ્યો. એમાં વૈરાગ્યની ભાવના વિકસી વધુ ધર્માભ્યાસ માટે માસીને ત્યાં પાટણ રહ્યાં. વ્યાવહારિક શિક્ષણ પૂરું થયે ધાર્મિક શિક્ષણમાં જ રસ લેવા માંડચ. એમાં સાધ્વીજી મહારાજના સંપર્કમાં આવ્યાં. પૂજ્રપાદ સાગરાનંદસૂરિ–સમુદાયવતિની પૂ. સા. શ્રી ઇન્દુથીજી, પૂ. સા. શ્રી હેમેન્દ્રશ્રીજી આદિ ઠાણાનું ચોમાસું જૂનાગઢ થતાં તેઓશ્રીની પ્રેરણાથી દીક્ષા લેવાની ભાવના જાગી. માતા પાસે દીક્ષા માટે દરખાસ્ત મૂકી. માતાએ સહર્ષ સંમતિ દર્શાવી અને સ્વયં દીક્ષા માટે તત્પરતા દર્શાવી. પરંતુ, કાળબળે માતાનું અવસાન થયું. હવે બધી બાજી મટાભાઈના હાથમાં આવી. ભાઈ દીક્ષા માટે સંમત ન હતા. પરંતુ ચંપાબેન અડગ રહ્યાં. આખી રાત જાગીને કાત્સગ કર્યા, છ વિગઈને ત્યાગ કર્યો. આખરે ભાઈને સંમતિ આપવી પડી અને વિ. સં. ૨૦૨૯ ના વૈશાખ સુદ ત્રીજ–અક્ષય તૃતીયાના શુભ દિવસે ચંપાબેન પૂ. સાધ્વી શ્રી હેમેન્દ્રશ્રીજીના શિષ્ય બન્યા અને સાધ્વી શ્રી ચારૂવ્રતાશ્રીજી નામે જાહેર થયાં. દીક્ષા સ્વીકાર પછી સા. શ્રી ચાત્રતાશ્રીજીએ જ્ઞાન-તપમાં ખૂબ પ્રગતિ કરી. ટૂંક સમયમાં ઘણા આગળ વધ્યાં અને દીક્ષાને દસમે વર્ષે તે ગુરુદેવની આજ્ઞાથી સ્વતંત્ર ચાતુર્માસ કરવા સમર્થ બન્યાં. મેવાડના આ પ્રથમ ચાતુર્માસે જ તેઓની પ્રખર પ્રતિભા ઝળકી ઊઠી. આ ક્ષેત્રમાં સ્થાનકવાસીઓની બોલબાલા હતી. મંદિરમાર્ગીઓનો કઈ પ્રભાવ જ ન હતા. પણ, પૂજ્યશ્રીની જ્ઞાનગર્ભિત પ્રખર વાણીના પ્રભાવે જેમાં પ્રસરેલો એ અંધકાર ભેદાયે અને પૂજ્યશ્રીના પ્રવચનનું જબરું આકર્ષણ જામ્યું. ભીલવાડા, બેંગું આદિ શહેરમાં પ્રભાવશાળી ચાતુર્માસ થયા. સ્થાનકવાસી તરફથી જબરો વિરોધ થયે; પરંતુ પૂજ્યશ્રીના પ્રભાવશાળી અભિયાનથી અનેક ઘર મૂતિ. પૂજક બન્યાં. તેઓશ્રીની પ્રવચનધારા એટલી હૃદયસ્પર્શી અને આકર્ષક હતી કે આસપાસનાં ગામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy