________________
૨૧૦ ]
[ શાસનનાં શ્રમણરત્ન ધર્મોતનાં અનેકવિધ કાર્યો પ્રવતવનાર મહા તપસ્વિની પૂ. સાધ્વીરત્નાશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજ
જેને ધર્મપુરી નામે ઓળખવામાં આવે છે તે અમદાવાદ નગરીમાં વસતાં શ્રી દલીચંદ વીરચંદની સુપુત્રી શર્મિષ્ઠાબેન હજી બાલ્યકાળ વિતાવી, યૌવનમાં ડગ માંડે ત્યાં તો તેમના હૈયામાં સંસારને છોડીને વૈરાગ્યના પંથે વિચરવાની ભાવના જાગૃત બની. અને એ ભાવનાને સાકાર થતાં વાર ન લાગી. તેઓશ્રીને સોળ વર્ષની કુમળી વયે જ ઉજજૈન નગરીમાં પ. પૂ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રા અને પવિત્ર વાણીની પ્રેરણા પ્રાપ્ત થતાં સંગ શુભ બની ગયા. સાથેસાથે પૂ. સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મહારાજનાં શિખ્યા પૂ. શ્રી મનેહરશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. શ્રી સુમનશ્રીજી મહારાજને ઉપકાર પ્રાપ્ત થતાં ઇન્દૌરમાં વિ. સં. ૨૦૧૧ ના મહા સુદ ચૌદશે તેઓશ્રીના ચરણે શર્મિષ્ઠાબેને જીવન સમર્પણ કર્યું અને સા. શ્રી સૂર્યોદયાશ્રીજી નામે ઘેષિત થયાં. તેઓશ્રીનાં પગલે પગલે તેમનાં માતુશ્રીએ પણ સં. ૨૦૧૩ના વૈશાખ સુદ ૩ ના દિવસે શ્રી કેશરિયાજી તીર્થમાં દીક્ષા લીધી અને પૂ. સુમનશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી સુવિનાશ્રીજી બની વિચારવા લાગ્યાં.
સાધ્વીશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજ દીક્ષા ગ્રહણ કરીને ગામેગામ વિહરતાં તપ, ત્યાગ, જ્ઞાનાભ્યાસ સાથે વિનયાદિ ગુણોમાં આગળ વધતાં ગયાં. અઠ્ઠઈ સેળ, માસક્ષમણ, સિદ્ધિતપ, ચારિ– અઠું - દશ- દોય તથા વીશસ્થાનકની ઓળી કરી. મહાન એવા વરસીતપની ઉલ્લાસથી આરાધના કરી નિર્જરા માગે કદમ ભરવા લાગ્યાં. જ્ઞાનાભ્યાસમાં રત હોવાને કારણે સ્વાધ્યાયના ગ્રંથે કંઠસ્થ કર્યા. સંસ્કૃત-પ્રાકૃત – વ્યાકરણ શીખ્યાં. મહાકાવ્યાદિનું અધ્યયન કર્યું. મધુર વાણું વડે પરોપકારના હેતુએ પિતાની શક્તિ અનુસાર અનેકોમાં ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું. માલવામાં આછા, સુજાલપુર, ઘસે રીયામણું, કાનુન, સાજાપુર, રાજસ્થાનમાં કેટા, રામગંજમંડી, ભવાનીમડી, ભાનુપુરા, બોર્યા, સુહાસમંડી આદિ અનેક ગામોમાં વિચરી તેમ જ અનેક સ્થળે ચાતુર્માસ કરી, અનેકને ધર્મબોધ પમાડી, છરી પાલિત સંઘ કાઢી, ઉજમણાં-પ્રતિષ્ઠા આદિની પ્રેરણા કરી. દહેરાસર –ઉપાશ્રયપાઠ શાળાદિ માટે પ્રેરણા આપી અનેકવિધ શાસનકા સુસમ્પન્ન કરતાં રહ્યાં. સં. ૨૦૩૦ ના ચાતુર્માસમાં સળંગ પ૦૦ આયંબિલ ઉપાડી શ્રી વર્ધમાન તપની ઓળીમાં આગળ વધવા લાગ્યાં. વિહાર કરતાં પાલીતાણા પધાર્યા અને ત્યાં જ ચાતુર્માસ કર્યું. અહીં અનેક આરાધના સાથે તપને મહાયજ્ઞ શરૂ કર્યો. હે! આ તે ભવ્યાતિભવ્ય ક્ષેત્ર! આ ક્ષેત્રની સ્પર્શના જીવતરને ધન્ય બનાવે! એવા ઉલ્લાસ સાથે પૂજ્યશ્રીએ પાંચ આયંબિલ ઉપવાસની ધારણા પૂર્વક મનથી નિરધારી. ઉપવાસ પર ઉપલાસ થવા લાગ્યા. ભાવનીઓની અંતરમાં અભિવૃદ્ધિ થવા લાગી. કાર્તિકી પૂર્ણિમાએ અગિયારમા ઉપવાસનું પ્રભાત ઊઘડયું ! દસક્રોડ મુનિઓ સાથે શામ–પ્રદ્યુમ્નમુનિ અણસણ કરી મેક્ષે ગયા હતા તે દિવસ ! એવી ભાવના અને એની ભવ્ય સ્મૃતિ સાથે પૂજ્યશ્રીનાં કદમ આત્મકલ્યાણ કાજે ઊડ્યાં. એ તે ઊપડ્યાં સિદ્ધાચલને જુહારવા, દાદા આદીશ્વરને ભેટવા, પૂરવલાં કર્મોને અપાવવાં! દાદાને ભેટી પૂજ્યશ્રી ધર્મશાળામાં પધાર્યા ત્યારે સૌનાં મુખે એક જ વાત હતી : જૈનશાસન જયવંતુ છે !
આમ, કારતક વદ્દ પાંચમની સવારે તેઓશ્રીની તપસ્યાની પૂર્ણતાને દિવસ હતો. પૂ. આ શ્રી વિજય મંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પધારેલ પૂ. શ્રી મનસાગરજી મહારાજ તથા પૂ. શ્રી નિમલસાગરજી મહારાજ તથા પૂ. મલયાશ્રીજી, પૂ. કંચનશ્રીજી, પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org