SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] [ શાસનનાં શમણરત્ન ઘણા આત્માઓને પ્રતિબંધિત પમાડી સંસાર કારાગારમાંથી મુક્ત કરાવ્યાં હતાં. તેઓશ્રીએ સંયમયાત્રાને સ્વ-પર કલ્યાણાર્થે વહન કરતાં તેઓશ્રીએ અમલનેર, સુરત. કલકત્તા, શિરપુર, મૂળી, લીંબડી, રાજનગર-અમદાવાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, મહેસાણા, પાલીતાણા, પાટણ આદિ સ્થળોએ યાદગાર ચાતુર્માસ કરેલ. તીર્થયાત્રાને પણ સ્વજીવનમાં ભાવભેર વધાવી લીધી હતી. શિખરજી, જેસલમેર, ફધિ, કાપરડાજી, રાણકપુર, આબુ-દેલવાડા. જીરાવાલા, ઝગડિયાજી, કાવી, ગંધાર, કેશરિયાજી, ભડછ, દીવ, ઉના –અજારા, ગિરનાર, સિદ્ધાચલ આદિ અનેક તીર્થોની યાત્રા તેમ જ રાજસ્થાન, મેવાડ, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રદેશની પાવન ભૂમિની સ્પના કરી હતી. તેઓશ્રીના જીવનમાં વૈયાવૃત્યનો ગુણ પણ આગળ પડતા હતા. સર્વ ઉત્તમ આચારાનું કરી સંયમજીવનને સાર્થક બનાવનારાં એવાં સાધ્વી શ્રી રામદમાશ્રીજીને કેશિઃ વંદના ! પૂ. સાધ્વીશ્રી શમદમાશ્રીજી મહારાજ તરવયાત્રીજ તસવગુણાબી --- -- મહાન તપસ્વિની, સમતાધારી અને ત્યાગમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી કમલપ્રભાશ્રીજી મહારાજ પુ૫ વિકસિત થાય છે ત્યારે ચોમેર વાતાવરણને સુવાસિત કરી દે છે કે આત્મા મહાત્મા બને છે ત્યારે અનેક ભવ્યાત્માઓના જીવન સુચારિત્રપૂર્ણ બનાવી દે છે. માલવદેશની મહિમાવંતું ધરા પર પણ એવું જ એક પુષ્પ ખીલ્યું. જેમને લોકોએ પૂ. શ્રી કમલપ્રભાશ્રીજી મહારાજના નામે પિછાણ્યાં અને પૂજ્ય પિતાનું નામ સૌભાગ્યમલજી અને માતાનું નામ સજજનબેન હતું. પુત્રી કંચનબેન માતાપિતાની દુલારી હતી. સજનબેનના સુસંસ્કારોથી સિંચિત કંચનબેનને યૌવન આવતાં ધારાનગરીના રતનલાલજી સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં. પરંતુ દુર્દેવને એ મંજૂર ન હોય તેમ, છ મહિનામાં જ કંચનબેનનાં કંકણ તૂટવાની દુર્ભાગ્યશાળી ઘટના બની. પરંતુ કંચન તો કંચન જ નીકળ્યું. દુઃખના અગ્નિમાં બળવાથી તેનું અસલી રૂપ વધુ ખીલી ઊઠયું. તેમણે સંસારની અસારતા જાણી અને વૈરાગ્યની વિશેષતા જાણી. અને શાસનને જીવન સમર્પિત કરવાને દઢ નિશ્ચય કર્યો. સ્વજનની અનુમતિ લઈને, રાજગઢનિવાસી શ્રીયુત્ નિમિચંદજીની સુપુત્રી અને દેવાનિવાસી મિસરીલાલજની પુત્રવધુ હતીબાઈ સાથે પહોંચ્યાં ગુરુ મહારાજ પાસે. પૂ. માલવદીપિકા શ્રી મનહરશ્રીજી તથા પૂ. માલવવિભૂષિકા શ્રી ઇન્દુશ્રીજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. કંચનબેન કમલપ્રભાશ્રીજી અને દેતીબેન હેમપ્રભાશ્રીજી બન્યાં. આ ધન્ય દિવસ હતા : વિ. સં. ૨૦૦૯ના માગ. સુદ ૧પ અને સ્થળ હતું : તીર્થાધિરાજશ્રી શત્રુંજયગિરિની. છત્રછાયારૂપ પાલીતાણા. - દીક્ષા અંગીકાર કરીને પૂ. શ્રી કમલપ્રભાશ્રીજી મહારાજ પૂ. ગુરુણીશ્રી ઇન્દુથીજી મહારાજની શીતળ છાયામાં અને પૂ. ગુરુભગિની શ્રી હિરણ્યશ્રીજી મહારાજના સોગમાં પ્રખર તપ અગ્નિમાં કૂદી પડ્યાં. કાયાની માયા છોડી. દીક્ષા ગ્રહણ પછી કઈ દિવસ લગાતાર બે દિવસ વિગઈનું સેવન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy