________________
શાસનનાં શમણીરત્નો ]
[ ૧૯૭ ૧૦૦ મી ઓળીનાં પારણુ બાદ શ્રી સાકરચંદભાઈ બેલાણીના અત્યંત આગ્રહથી ચાતુર્માસ વરતેજ કર્યું. આ ચાતુર્માસના દિવાળીના દિવસે અણધાર્યો ઉપસર્ગ આવી પડ્યો. ધનુર્વાને લીધે દાંત ચૂંટી ગયા. સંપૂર્ણ સમતા કેળવી સાંજના દેવશી પ્રતિક્રમણ અપ્રમત્તભાવે કર્યું. અશાતા વેદનીય કર્મ મંદ ન પડ્યું. શિષ્યા-પ્રશિષ્યાઓ અને શ્રી સંઘની સેવા-સુશ્રષા વચ્ચે વિ. સં. ૨૦૧ત્ના કારતક સુદ બીજને દિવસે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તેમનાં સંસારી નાની બહેન સં. ૨૦૦૨ના વૈશાખમાં દીક્ષા લઈ સા. શ્રી વિબુધશ્રીજી
ન્યાં હતાં. તેમનો દીક્ષાપર્યાય માત્ર સાડા ત્રણ માસન હતું. તેમનાં મેટાંબહેનની પત્રી સા. શ્રી અનુપમા શ્રીજી ૧૦૦ એળી પૂર્ણ કરી વિચરી રહ્યાં છે. આવાં સંયમપ્રેરક, તપસ્વિની, શાસ્ત્રબ્બાસી સાધ્વીવર્યાશ્રી સંવેગશ્રીજી મહારાજને શત શત વંદના !
(લે. સાધ્વીશ્રી દિવ્યધમાંશ્રીજી મહારાજ)
પૂ. સાધ્વીશ્રી સવે શ્રીજી મહારાજ
વિબુધશ્રીજી
પ્રામથી
નિવેદશ્રીજી
પ્રશાંતથી
યશશિવની ત્રીજી
વિયોગને યોગમાં ચરિતાર્થ કરનાર ચારિત્રકૃતિ પૂ. સાધ્વીરત્નાશ્રી પ્રિયંકરાશ્રીજી મહારાજ
સાહમણા એશ્વર તીર્થનો મહિમા જગમશહૂર છે. ત્યાંના પ્રગટપ્રભાવીશ્રી પાર્શ્વનાથ પરમાત્માની દિવ્ય પ્રતિમાજી પથ્થરને પણ પારસ બનાવે છે. સવલેકનાં મનવાંછિત પૂરનારા પ્રાચીનકાલીન પ્રાર્ધપ્રભુથી જગખ્યાત આ તીર્થ પાસે રળિયામણું રાધનપુર નગર છે, જે ખરેખર આરાધનપુર છે ! એ રાધનપુરમાં ધર્મનિષ્ઠ અગ્રગણ્ય શ્રેષ્ઠીવર્ય શ્રી જીવરાજભાઈ મણિયાર રહે. એમને ત્યાં ધર્મપરાયણ સુશ્રાવિકા જેકેરબેનની કુક્ષીએ લક્ષ્મીજી પધાર્યા. સેહામણી અને ચંચળ પુત્રી સૌની વહાલી બની ગઈ. ફૂલ જેવી સુંદર બાળાનું નામ જાસૂદ પાડયું. પાંચ પાંચ ભાઈઓની એકની એક બહેન લાડકડમાં ઊછરતી હતી પણ કાળરાજાને એ સુખ મંજૂર ન હોય તેમ, ફક્ત ચાર મહિનાની આ નાનકડી બાલિકાને નિરાધાર છોડીને માતા સ્વર્ગે સિધાવી. નાનકડી જાસૂદ મામાને ઘેર ઊછરવા લાગી.
ભાંભરની રૂડી ધરતી અને મોસાળની મીઠી સંભાળ વચ્ચે ભાઈ-બહેનના ઉછેરમાં કમી ન હતી. પણ વિધિના લેખ વંટોળિયે ચડ્યા હતા. માના વિયોગે ઝૂરતાં ભૂલકાંઓએ હજી બાલ્યકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org