SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૦૮ ] [ શાસનનાં શમીરને કેન્દ્રસ્થાને છે. તીર્થકર ભગવાને દર્શાવેલા ધર્મને ગુરુ પ્રગટ કરે છે. તીર્થકરનું સ્વરૂપ સમજાવનાર પણ ગુરુ છે. ગુરુ પ્રત્યેની સમર્પણભાવના અને ભક્તિને પ્રભાવ અનેરો છે. ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધે સૌ પ્રથમ આદર-વિનય-સન્માનની ભાવનાના બીજ સમાન છે. ભગવાન મહાવીરના પરિવારમાં છત્રીસ હજાર સાધ્વીઓ હતી. તેમાં પ્રવતિની તરીકે ચંદનબાળા હતી. સાધ્વી પરિવારને સંયમની આરાધના કરાવવાની અને પિતે પણ આરાધના કરવાની. કેવું અદ્ભુત હતું ચંદનબાળાનું ઉત્તરદાયિત્વ ! ચંદનબાળા ને મૃગાવતીના પ્રસંગથી વિનયનું રહસ્ય સમજી શકાય છે. પુત્ર શિષ્યાનું પાચન શિષ્યા મૃગાવતીને પ્રથમ કેવળજ્ઞાન થયું અને ગુરુ ચંદનબાળાને પછી. જૈનશાસનમાં વિનયનું મહત્ત્વ ઉરચ કેટિનું છે. લધુતા અનુભવ્યા વગર ચંદનબાળાએ મૃગાવતીને વંદન કર્યું અને ક્ષમા માગી. શિષ્યની યોગ્યતા પ્રત્યે વાત્સલ્યદષ્ટિ રાખીને તેની પ્રગતિમાં સર્વ પ્રકારની સાનુકૂળતાઓ અને સુવિધાઓ પૂર્ણ કરવામાં પુરુષાર્થ કરે એ પણ ગુરુની મહામૂલી ફરજ છે. ગુરુ અને શિષ્ય એકબીજા પ્રત્યે એક અનુભવે તે જ બંનેનું આત્મકલ્યાણ થાય તે નિઃશંક છે. ભગવાન મહાવીરના યુગની શ્રમણીઓના પરિચયથી એટલું સ્પષ્ટ થાય છે કે પુરુષ સમાન સ્ત્રીઓ પણ ચારિત્ર અંગીકાર કરીને રત્નત્રયીની ઉપાસનાથી મુક્તિ પ્રાપ્ત કરતી હતી. ભગવાન મહાવીરના પરિવારની એમની પુત્રી પ્રિયદર્શના, ચેડા રાજાની સાત પુત્રીઓ, શ્રેણિક રાજાની રાણીઓ, શ્રેષ્ઠીઓની પત્નીઓ અને સામાન્ય ગૃહિણીઓએમ સર્વ પ્રકારની સ્ત્રીઓએ આરાધના કરીને જીવન કૃતાર્થ કર્યું છે. જેનશામાં સેળ મહાસતીઓનાં ચરિત્રને પણ આવરી લેવામાં આવ્યાં છે. પરિણામે સ્ત્રીવર્ગની ઉત્તમોત્તમ આરાધનાને ગૌરવવંતે વાર આજે જિનશાસનની પ્રભાવનામાં પૂરક બની રહે છે. તેમાં ચંદનબાળા, મૃગાવતી, જયંતી શ્રાવિકા, સુલસા વગેરેનાં ચરિત્ર આજે પણ પ્રેરક બની રહે છે. સૈતિક સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં આવતી આપત્તિઓ, ધર્મની આરાધના, ગુરુવાણ શ્રવણથી કર્મ અને પૂર્વજન્મની વિગતો જાણવી, વૈરાગ્યવાસિત થઈને દીક્ષા ગ્રહણ કરવી, રત્નત્રયીની આરાધના કરવી, કર્મક્ષય માટે ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરવી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અંતે મેક્ષના શાશ્વત સુખમાં બિરાજમાન થવું-એવા કમથી ચારિત્રનું આલેખન કરવામાં આવ્યું છે. એક એક નારીનું ચરિત્ર અનન્ય ધર્મભાવનાની વૃદ્ધિને પ્રેરણા આપનાર બની રહે તેમ છે. સર્વ વૃત્તાને હૃદયસ્પર્શી ચિંતન-મનનપૂર્વકને અભ્યાસ ભવ્ય જીવને સમકિત નિર્મળ કરવામાં પ્રેરક બને છે અને આત્મકલ્યાણના માર્ગમાં પ્રારંભરૂપ વિરતિધર્મમાં પુરુષાર્થ કરવા માટે ઉદ્યમવંત થઈ એ એવી મનોકામના પ્રગટ કરું તે યથાર્થ ગણાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy