________________
૧૪૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
કરી ગયા હશે !' આ વૃત્તાંત સાંભળીને ગુરુએ કહ્યું કે, તમે ફરી તે જ જગ્યાએ જાએ. સ્થૂલિભદ્ર ત્યાં જ મળશે. સાતે બહેનેા પુન: ત્યાં ગઈ. સ્થૂલિભદ્રને જોયા અને વિધિ સહિત વંદન કરી સુખશાતા પૂછી. બહેનેાએ પૂછ્યું કે, પહેલાં આવ્યા ત્યારે તમે ન હતા, સિંહ હતા. આમ કેવી રીતે થયુ? સ્થૂલિભદ્રે પ્રત્યુત્તર આપ્યા કે, ત્યારે મેં વિદ્યાના પ્રયાગે સિંહનું રૂપ ધારણ કર્યું હતું. ગુરુને આ વાતની ખબર પડી એટલે વિદ્યાના આવા દુરુપયોગને કારણે સ્થૂલિભદ્રને વાચના આપવાની બંધ કરી. સ્થૂલિભદ્રની સાતે બહેનેાની મરણશક્તિ અત્યંત તીવ્ર હતી. યક્ષા એક વાર ખેલે એટલે બીજી બહેને સ્મરણશક્તિથી તુરત જ વારાફરતી બેલી જતી હતી. આવી અદ્ભુત સ્મરણશક્તિથી જ્ઞાનાપાસના કરીને ભાગવતી દીક્ષાનું ભાવપૂર્વક પાલન કરીને સાતે સાધ્વી બહેનોએ આત્મકલ્યાણ સાધ્યું.
પ્રકરણ : ૬
પહેલી સદીથી અઢારમી સદી સુધીનાં સાધ્વીરત્ને
આ પ્રકરણમાં પહેલીથી અઢારમી સદી સુધીની સાધ્વીએ અને પ્રતિનિધિ નારીઓને પરિચય આપવામાં આવ્યેા છે. અર્થાત્, મૌવંશ, ગુપ્તવંશ અને સોલંકી યુગની કેટલીક પ્રસિદ્ધ ઐતિહાસિક નારીએ, કેટલાક રાજાઓએ આપેલે વિદ્વાનાને રાજ્યાશ્રય, જૈન સાહિત્યની અમર કૃતિઓની પ્રેરણાસ્રોત તરીકે સ્ત્રીઓની કામગીરી વિશે વિગતે આપવામાં આવી છે. ઐતિહાસિક વિગતો અને અન્ય રાજપુરુષા વિશેની વિગતા નારીપાત્રાના પરિચયના સ ંદર્ભીમાં દર્શાવવામાં આવી છે. સ્ત્રીઓની વિશેષ પ્રકારની જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ અને સાહિત્યસર્જનની વિવિધતાયુક્ત માહિતી આપીને આ સન્નારીની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ક્રમ દર્શાવવામાં આવ્યા છે.
નારીપરિચયની સાથે સાથે આ સમય દરમિયાન નવા ગચ્છની ઉત્પત્તિ થઈ તે વિશેના પ્રાથમિક પરિચય આપવામાં આવ્યે છે. આ પરિચય પણ તે ગચ્છની સાધ્વીએ અને સ્ત્રીઓના જીવન પર પ્રકાશ પાડવાના હેતુથી આપવામાં આવ્યેા છે. ખરતરગચ્છ, અચલગચ્છ, તપાગચ્છ, લોંકાગચ્છ અને તેરાપથ વિશે સક્ષિપ્ત પરિચય આપ્યું છે.
આ પ્રકરણની સ` માહિતી ઐતિહાસિક વિગત સાથે સુસવાદી રીતે ગૂંથાયેલી છે, એટલે પહેલીથી અઢારમી સદી સુધીનું વિહંગાવલોકન સમસ્ત જૈનસમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રગતિના પૂર્ણ પરિચય થવા સાથે નારીસમાજનું ગૌરવ પ્રસ્થાપિત થયેલુ જોવા મળે છે. આર્યાં ચંદનમાળાથી અઢારમી સદી સુધીની સાધ્વીપરંપરાનો આ ઇતિહાસ ચતુર્વિધ સ ંઘના ખીજા ક્રમે સ્થાન ધરાવનાર સાધ્વી વિશેના એક વિશાળ અને ઉદાર અભિગમ પ્રગટ કરે છે, જે અધ્યાત્મસાધનાના માર્ગોમાં પુરુષ સમાન સ્ત્રીઓને પણ મુક્ત રીતે
આવકારે છે.
વિશેષ જિજ્ઞાસા રાખનાર જ્ઞાનિપપાસુએ માટે કલ્પસૂત્રટીકા, જૈન સાહિત્યના ઇતિહાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org