________________
શાસનનાં શ્રમણીરને !
[ ૧૪૧ પુત્ર સિંહકેરારીએ દીક્ષા લીધી અને આરાધનાને અંતે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવ મહોત્સવ કરવા ગયા ત્યારે સાર્થવાહ અને દમયંતી પણ વંદનાથે ગયાં. કેવળજ્ઞાની મુનિભગવંતને ઉપદેશ સાંભળતાં તાપને જાણવા મળ્યું કે દમયંતી સત્ય બોલનારી મહાસતી છે અને વીતરાગ પ્રભુની પરમેશ્ચ ભક્ત છે. પૂર્વભવમાં એ ચમણ રાજાની વીરમતી નામની રાણી હતી. એક વખત બહારગામ જતાં એક મુનિમહારાજ સામાં મળ્યા, એટલે તેને અપશુકન માનીને એ બાર ઘડી સુધી ત્યાં જ રોકાઈ ગઈ આ બાર ઘડીના રોકાણને કારણે તેને આ ભવમાં બાર વરસને પતિ વિયેગ આવી પડ્યો.
દમયંતીએ આ પછી ગુફામાં સાત વરસ પસાર કર્યા. ત્યાર બાદ તેણે ગુફાની જગ્યા છોડીને આગળ ચાલી. આગળ ચાલતાં તૃષાતુર બની. તૃષા છિપાવવા માટે ભૂમિ પર પગ પછાડ્યો એટલે નદીનું જળ પ્રગટ થયું તેનાથી તૃષા તૃપ્ત કરી. તેણની સાથે તાપસેએ પણ જળપાન કર્યું. ત્યાર પછી ધનદેવ નામના સાર્થવાહ સાથે અચલપુર ગઈ. ત્યાં તુપર્ણ રાજાની રાણી ચંદ્રયથા, જે તેની માસી થતી હતી તેને ત્યાં ઓળખાણ કાઢયા વગર ગુપ્તપણે રહી. રાણીએ પણ પિતાની પુત્રી સમાન ગણીને નેહભાવથી રાખી. માસીની આજ્ઞાથી દાનપ્રવૃત્તિ કરતી હતી.
એક વખત પિંગળ નામના ચોરને સુભટો વધસ્થાન પર લઈ જતા હતા ત્યારે દમયંતીએ તેનું રક્ષણ કરીને તેને પ્રાપ્ત કરી લીધે. દમયંતીએ ચેરનું વૃત્તાંત સાંભળ્યું અને અંતે દીક્ષા લેવા માટે સૂચન કર્યું. આ ચોર લઘુકમ હોવાથી પ્રતિબોધ પામીને સાધુ બની ગયે. કાળક્રમે કુંડિનપુર નગરને હરિમિત્ર નામને બ્રાહ્મણ રાજાની રજા લઈને ચંદ્રયાને ત્યાં આવ્યો. ચંદ્રયથાએ પરિવારની કુશળતાની પૃચ્છા કરતાં, બ્રાહ્મણે નળરાજાનું જુગટુમાં હારવું, વનમાં જવું વગેરે વિગતે જણાવી અને વિશેષ એ પણ જણાવ્યું કે, રાજારાણી નળદમયંતીના વિરહથી કપાત કરે છે. અને એમની તપાસ કરવા માટે હું અહીં આવ્યો છું. પછી બ્રાહ્મણ દાનશાળામાં ગયા અને ત્યાં દમયંતીને જોઈને આશ્ચર્યમુગ્ધ બનીને બોલ્યો, “હે દમયંતી ! તમારી તપાસ માટે ઘણાં પ્રયત્ન કર્યા, પણ ન મળી. તું તે ઘરમાં જ છે.” સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું. રાજારાણી પ્રસન્ન થયાં. દમયંતીએ તેઓ સમક્ષ પૂર્વનું વૃત્તાંત કરુણ સ્વરે સંભળાવ્યું. આ સમયે આકાશમાંથી દેવ આવ્યા ને દમયંતીને પ્રદક્ષિણા કરીને, વંદન કરીને કહેવા લાગ્યું કે, “હું પિંગળ નામને ચિર છું. આપશ્રીના કહેવાથી દિક્ષા લઈને આરાધના કરી, જેના પરિણામે કાળધર્મ પામી સ્વર્ગમાં દેવતા બન્યો છું. આ ઉપકાર તમારો જ છે ” એમ જણાવીને દેવતાએ સાત કેટિ સુવર્ણની વૃષ્ટિ કરી.
દેવતાના આ વૃત્તાંતથી પ્રભાવિત થયેલા રાજાએ જૈનધર્મ સ્વીકાર્યો. અંતે બ્રાહ્મણે રાણીને વિનંતી કરી કહ્યું કે, દમયંતીને લઈને હું કુંઠિનપુર જાઉં. બ્રાહ્મણે રાજાને ખબર આપી એટલે ભીમક રાજા અને રાણી નગરજને સાથે દમયંતીને સ્વાગત માટે હર્ષોલ્લાસપૂર્વક આવી પહોંચ્યાં. પિતા-પુત્રીનું મિલન થયું. દમયંતીએ પિતાની વીતકકથા કહી. રાજાએ નળરાજાને મેળવી આપનારને પિતાનું અધું રાજ્ય આપવાની જાહેરાત કરી
એક વખત દધિપણ રાજાએ મિત્રતા બાંધવા માટે ભીમક રાજાને દૂત મારફતે સંદેશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org