SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન [ ૧૩૩ ગઈ. નગરજનો પણ શાકમાં સહભાગી થયા. આ દુઃખદ પ્રસંગે અભયકુમાર પણ આવ્યે અને કહેવા લાગ્યા કે જિનધની આરાધના કરનારને વિવેકદૃષ્ટિથી વિચારતાં આવા પ્રસંગે કલ્પાંત કરવું ઉચિત નથી. વળી શેક કરવાથી આપ્તધ્યાન અને રૌદ્રધ્યાનથી વિશેષ ક બધ થાય છે, માટે શોક ઉચિત નથી. અભયકુમારનાં વચનેથી રથકાર અને સુલસાને શાંતિ પ્રાપ્ત થઈ. એક વખત ભગવાન મહાવીર ચંપાપુરીમાં પધાર્યા હતા. એ જાણીને સુલસા પ્રભુની દેશના સાંભળવા આવી. પ્રભુએ મનુષ્યજન્મની શ્રેષ્ઠતા અને સાર્થકતાના ઉપદેશ આપ્યા તે સાંભળીને અમડ તાપસે પ્રભુને વિનયપૂર્ણાંક વંદ્યન કરી પૂછ્યું કે, હે ભગવત ! હું રાજગૃહીં નગરીમાં જાઉં છું. મારા યાગ્ય કામ ફરમાવેા. પ્રભુએ ફરમાવ્યુ` કે. ત્યાં સુલસા શ્રાવિકાને ધર્મ લાભ કહેજો. પ્રભુને પુનઃ વંદન કરીને અબડ તાપસ રાજગૃહી પહોંચ્યો. પણ મનમાં વિચાર આવ્યે કે આ તે વળી કેવી સ્ત્રી હશે કે ભગવાન ધ`લાભ કહેવડાવે છે ! હું જરૂર તેની પરીક્ષા કરીશ. પછી ધ લાભ કહીશ. તાપસે પેાતાની વિદ્યાથી યતિના વેશ લઇને સુલસા પાસે ચિત્તની માગણી કરી. પછી બ્રહ્માનું રૂપ લીધુ, ત્યારે સુલસા સિવાય બધા જ લાકે વંદન કરવા લાગ્યા. બીજે દિવસે શ્રીકૃષ્ણનું રૂપ લઇ ને દક્ષિણ દિશામાં સ્થાન જમાખ્યું. છતાં સુલસા ન આવી. ત્રીજે દિવસે પશ્ચિમ દિશામાં શ્વરનું રૂપ લીધું તે પણ સુલસા પેાતાના જિનધાઁથી ચલિત થઇ નહિ. છેવટે આ તાપસે જિનેશ્વર ભગવાનનુ રૂપ ધારણ કર્યું. સમવસરણની રચના થઈ અને તે કહેવા લાગ્યા કે હું ૨૫મા તીર્થંકર છું. આ વખતે સુલસાએ વિચાયુ કે તીર્થંકર તેા ૨૪ છે, ૨૫ મા થાય જ નિહ. અંતે તાપસ શ્રાવકના વેશ લઈને સુલસાને ત્યાં ગયા. પોતાને આંગણે સાધર્મિ ક પધારેલા જાણીને સુલસાએ અતિથિસત્કાર કર્યાં. શ્રાવકે કહ્યું કે, હું શત્રુ ંજયની યાત્રા કરીને ચ’પાપુરી પ્રભુની દેશના સાંભળવા બેઠા હતા, ત્યારે પ્રભુએ આપશ્રીને ધ લાભ કહેવડાવ્યા છે. આ સાંભળીને કુલસાએ પ્રભુને વંદન કર્યું અને ભાવપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી શ્રાવકને ઉચિત ભાજન કરાવ્યુ. પછી શ્રાવકવેશધારી તાપસ વિદાય થઈ ગયા. સુલસાએ અપૂર્વ ઉલ્લાસથી જિનપૂજા-પ્રતિક્રમણ દ્વારા જીવન વિતાવવા માંડયુ. તેને સ્વામી પણ જૈનધર્મીમાં વધુ ભક્તિભાવવાળા બની ઉપાસના કરવા લાગ્યા. સુલસાએ પાતાના અંતકાળ નજીક જાણીને અંજલિપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે, હે ભગવત ! મને આરાધના કરાવેા. પ્રભુએ આરાધના કરાવી ત્યારે તેણીનું મન વીર પરમાત્માના ધ્યાનમાં જ લીન થઈ ગયું હતું. આ રીતે સમાધિમરણ પામીને સુલસા દેવલોકમાં સિધાવી. તેણીને આત્મા આ ભરતક્ષેત્રમાં આવતી ચાવીશીમાં નિમ નામના પંદરમા તીર્થંકર થશે. સુલસાનું જીવન એક આદર્શ શ્રાવિકારત્ન તરીકે અનુકરણીય બની રહે છે. જૈનધમ પરની દઢતા, નિળ સમકિત ભાવના, આયખિલ વ્રતની કઠોર તપશ્ચર્યા, અબડ તાપસે કરેલી પરીક્ષા વગેરેથી એનું ચારિત્ર ઉદાત્ત અને સત્ત્વશીલ બનીને અનન્ય પ્રેરક બની રહ્યું. તેને પાત્રોચિત ગૌરવ પણ પ્રાપ્ત થયું છે. સુલસાની કસેાટી અતિ ન હતી. અત્યંત કિંમતી એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy