________________
શાસનનાં શમણું રત્ન ]
[ ૧૩૧ લીધી. તે વખતે અન્ય રાજાઓ તથા અમાત્યની પુત્રીઓ પણ દીક્ષા લેવા તૈયાર થઈ ચંદનાને મુખ્ય કરીને તે સર્વને દીક્ષા આપવામાં આવી.
સમય જતાં મૃગાવતી ચંદનબાળાની શિષ્યા બની. પછી તો કાલી, મહાકાલી, સુકાલી વગેરે રાણીઓએ પણ સંયમ અંગીકાર કર્યો. એમ કરતાં કરતાં ચંદનબાળા છત્રીસ હજાર સાધ્વીઓની મુખ્યા બની, જેમાંથી એક હજાર ચાને “કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન મહાવીરદેવના શાસનમાં ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓની સંપદા હતી.
સ્ત્રીઓમાં સર્વપ્રથમ જૈન દીક્ષા લેનાર ચંદનબાળા.... સાધ્વીરૂપ તીર્થને પ્રારંભ થયે ચંદનબાળાથી.... આજે ય આ ધમપાયાની પાવક શ્રાવિકાનું નામ લેકહૈયે અમર છે !
{–ો. બિપિનચંદ્ર ર. ત્રિવેદી) સુલસા : રાજગૃહી નગરીના રાજા શ્રેણિકના દરબારમાંના નાગથિકની પત્ની. સુલસા શાંતિપ્રિય સ્વભાવની, શીલવાન અને ગુણવાન હતી. પણ તેને સંતાન ન હોવાથી અવારનવાર બંને ઉદ્વિગ્નતા અનુભવતાં હતાં. પતિએ પત્નીને સમજાવ્યું કે પૂર્વજન્મના અશુભ કર્મના ઉદયથી સંતાન નથી. આપણે તપશ્ચર્યા, ત્યાગ અને દાન આદિ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. પતિનાં વચન સાંભળીને સુલસાએ કહ્યું કે તમે અન્ય કોઈ કન્યા સાથે લગ્ન કરીને પુત્રપ્રાપ્તિ કરે. પતિએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, મારા નસીબમાં પુત્રગ હશે તો તારાથી જ.
આથી સુલસાએ તપશ્ચર્યા અને ધર્મારાધના શરૂ કરી. છેવટે ઘી-દૂધ-તેલ-ગોળ-ખાંડ-મીઠું વગેરેને ત્યાગ કરીને આયંબિલ વ્રત શરૂ કર્યું. બ્રહ્મચર્યનું પાલન, ભૂમિશયન, નવીનપૂજા, ગુરુભક્તિ, સુપાત્રદાન વગેરેથી આરાધના કરી. સુલસાની તપશ્ચર્યાની અને ધર્મપ્રવૃત્તિઓની પારિજાતના પુષ્પ સમાન સુગંધ પ્રસરવા લાગી. પુણ્ય વગર ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી. પુણ્યનો પ્રભાવ અનેરે છે.
સુલતાની અપૂર્વ નિષ્ઠાપૂર્વકની ભાવવિશુદ્ધિવાળી આરાધનાથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર પિતાની સભામાં તેની પ્રશંસા કરતાં જણાવ્યું કે મૃત્યુંલેકમાં સુલસા નામની શ્રાવિકા છે. તે જૈનધર્મમાં દઢ સંકલ્પશક્તિવાળી બનીને ઉત્તમ આરાધના કરી રહી છે. કોઈ પણ વ્યક્તિ તેને આરાધનામાંથી ચલિત કરી શકે તેમ નથી. ઇન્દ્ર મહારાજાની પ્રશંસા સાંભળીને હરિણ ગવેપી દેવ સુલસાની કસોટી કરવા માટે બે મુનિનું રૂપ ધારણ કરીને ત્યાં વહેરવા ગયા. સુલસાએ મુનિ મહારાજને આવતા જોઈને પિતાને મહાન પુણ્યોદય જાગે છે અને સુપાત્ર દાનને અણમોલ અવસર આવ્યું છે એમ જાણીને આંગણે પધારેલ મુનિ મહારાજને ભાવસહિત વંદન કરીને કામકાજ અંગે પૃછા કરી. મુનિએ કહ્યું કે, આપની પાસે લક્ષપાક તેલ છે તેની આવશ્યકતા છે. અમારી સાથેના કેટલાક મુનિઓની ચિકિત્સા માટે જોઈએ છે.
સુપાત્ર દાનને અમૂલ્ય અવસર જાણીને હર્ષાવિત થયેલી સુલસા એક કુંભ લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org