________________
શાસનનાં શ્રમણીર ]
[ ૧૨૯ કકડીને ભૂખ લાગી છે. મેં તે નક્કી કરેલું કે જે વસ્તુ ભેજન માટે પહેલી હાથમાં આવશે તેનાથી પારણાં કરશ. બોલે, હવે શું કરવું ?
હા, બેટા ચંદન ! તું ખરું કહે છે. અરે, તું તે ત્રણ ત્રણ દિવસથી અન્નજળ વિનાની છે. ધન્ય છે તને ધિક્કાર છે મૂલાને.” કહીને શેઠ રડા તરફ દોડ્યા. ત્યાં તાળું લટકતું હતું. આમતેમ જોયું તે સૂપડીમાં અડદ (કુભાષ)નાં બાકળાં પડેલાં. લાવીને કહે, “લે બેટા ! અડદ તે અડદ....પણ તારી પ્રતિજ્ઞા પૂરી કર.” પણ હાય ! હજી હાથપગ તે જંજીરમાં જકડાયેલા હતા. શેઠજી ખુદ લુહારને ત્યાં દેડ્યા.
ચંદનબાળા અડદનાં બાકળાં લઈને ઉંબરામાં બેઠી. તેને એક પગ ઉંબરાની બહાર હતા અને એક પગ અંદર હતે. ધનાવહ શેડ લુહારને બોલાવવા ગયા હતા. પિતે પારણાં કરવાની તૈયારીમાં હતી, ત્યારે તેને અતિથિની યાદ આવી એટલે તે અતિથિની ભાવના કરવા લાગી.
હવે આ બાજુ શું બનેલું કે, ભગવાન મહાવીરે ખૂબ જ કઠેર નિશ્ચય–અશક્ય અભિગ્રહ લીધેલું કે જ્યાં આટ-આટલાં લક્ષણે હેય તેની જ ભિક્ષા સ્વીકારીશઃ
એક તે તે રાજકુંવરી હોય,
બીજુ કુંવારિકા હોય, સદાચારિણી હેય, નિર્દોષ હોવા છતાં બંધનયુક્ત હય, માથું મૂંડાવેલું હોય, કછેટો હોય, ત્રણ દિવસના ઉપવાસ અને અઠ્ઠમનું પારણું હોય, અને તે પારણાં માટે દ્રવ્યમાં અડદનાં બાકળાં સૂપડામાં લીધેલાં હોય, ન ઘરની બહાર બેઠેલી હોય કે ન ઘરની અંદર બેઠેલી હોય; એક પગ ઉંબરાની બહાર હોય અને બીજે ઉંબરાની અંદર હોય, કાળની દષ્ટિએ બે પહોર પછી સઘળા ભિક્ષાચરે નિવૃત્ત થયેલા હોય, દાન અર્પણની ભાવના હેવાથી અતિથિના આગમનની પ્રતીક્ષા હોય, મુખ પ્રસન્ન હોય અને સાથોસાથ નયને અશ્વપૂર્ણ હોય–આટલી વાતને મેળ હોય ત્યાં જ હુ આહાર ગ્રહણ કરીશ. જે આવી સ્થિતિ નહિ મળે તે ભલે જીવનભર ઉપવાસ આદરવા પડે.”
આ રીતે આહારની ગવેષણ ” (ધ)માં ભગવાન મહાવીરનો એક એક દિવસ વિત જતે હતે. દિવસેને સમૂહ માસમાં ફેરવાતાં ફેરવાતાં પાંચ માસ ને પચ્ચીસ દિવસ પસાર થઈ ગયા. છતાં ય કયાંય આહારને મેળ ન પડ્યો. છેવટે ફરતાં ફરતાં કૌશામ્બીનગરીમાં આવ્યા અને હાથપગની એડીમાં જકડાયેલી ચંદનબાળાને જોઈ. ઉંબરે ઉલ્લંઘવાને અશક્ત એવી ચંદનબાળા ઉંબરા પર જ બેઠી હતી. હાથમાં અડદનાં બાકળાંનું સૂપડું હતું. આશાને સંચાર થયું હતું, પણ તેની આંખમાં આંસુ ન હતાં. ભગવાન મહાવીરે નકકી કરેલી સ્થિતિમાં એક વાત ખૂટતી હતી. ચંદનબાળાની આંખમાં આંસુ નહેાતાં. ભગવાન ત્યાંથી પાછા ફરી ગયા !
હું, મારા આંગણે આવેલા અતિથિ પાછા ફરે શું ? અરેરે, આ ભેજન આપના માટે ઉચિત નથી, પરંતુ તે ગ્રહણ કરીને શું આપ તેને અનુગ્રહ નહીં કરો ? એક ધન્ય શા, ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org