________________
શાસનનાં શમણીર ]
| [ ૧૧૯ ચઢાવ્યું હોય તેવી અનુપમ છે. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી તેણીએ જૈન ધર્મના સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મ પ્રત્યે અવિચળ શ્રદ્ધા કેળવી હતી. રેવતીની વિશેષતા ઔષધનિર્માણમાં હતી. એણે વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરીને રાખી હતી અને તે વ્યાધિગ્રસ્ત બાળક-યુવાન-વૃદ્ધ સ્ત્રીપુરુષોને આપતી હતી. પરિણામે તેની ઔષધિથી લોકો રોગમુક્ત થઈને તેની અભાવપૂર્વક સ્તુતિ કરતા હતા.
એક દિવસ રેવતીએ કેળાપાક અને બીજોરાપાક તૈયાર કર્યો. તેણીએ વિચાર્યું કે ભગવાન મહાવીર એમના શિષ્યો સાથે આ નગરીમાં પધારશે ત્યારે આ પાક વહેરાવીશ. એક વખત ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં કેઢિયા ગામની બહારના સાલકેપ્ટક ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં પ્રભુએ દેશના આપી અને ઘણું ભવ્ય જીવોએ બાર વ્રત અંગીકાર કર્યા. આ સમયે ગોશાળા આવ્યા અને પ્રભુને સેવક છે એમ જણાવીને સેવા કરવા લાગ્યા. પ્રભુથી જુદા પડ્યા પછી તેની લેડ્યા સાધી. આ વખતે સુનક્ષત્ર મુનિ વચ્ચે આવ્યા એટલે તેજલેશ્યા દાઝી ગયા અને શુભભાવમાં લીન બનીને, મૃત્યુ પામીને, બારમા અધ્યેત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રસંગે પ્રભુ મહાવીરને પણ તેલેથાની અસર થઈ અને છ માસ સુધી અતિસારના રોગની પીડા થઈ પ્રભુને ભયંકર વેદના થતી હતી ત્યારે એક વઘે કહ્યું કે, જે બિજોરાપાક મળે તો તેના સેવનથી રોગમુક્ત થવાશે. આ પાક રેવતીને ત્યાં છે. સિહમુનિ રેવતીને ત્યાં ગયા. પિતાની ઈચ્છા પ્રમાણે મુનિ ભગવંત પધારેલા જાણીને અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રભુને માટે બિજોરાપાક વહેરાવ્યો. આ અપૂર્વ પ્રભુભક્તિ ને સાક્ષાત્ તીર્થકર ભગવાનને ત્રિકરણ યોગશુદ્ધિથી સુપાત્ર આપવાને કારણે તેણીએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બિજોરાપાકના ઉપયોગથી પ્રભુ રોગમુક્ત થયા. કેવું ઉત્તમ દાન! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવએમ ચારેયની ઉત્તમતાથી રેવતી આવતીને જીવ ચોવીશીમાં સમાધિ નામના સત્તરમાં તીર્થકર થશે.
રેવતી સમગ્ર નારીસમુદાયમાં વિશિષ્ટ રીતે નોંધપાત્ર છે. તે જમાનામાં સ્ત્રીઓ ઔષધ બનાવવાની કળામાં નિપુણ હતી. એટલું જ નહિ, પણ સાધુ-આચારની જાણકાર હતી. જુદા જુદા પ્રકારની દવાઓ તૈયાર કરીને રાખી મૂકતી. અને કોઈ મુનિભગવંતોને વહેરાવતી. દાન વિશેની શાસ્ત્રવાણું નીચે મુજબ છે :
“જ્ઞાનદાનથી જ્ઞાની થવાય, અભયદાનથી નિર્ભય થવાય, અન્નવસ્ત્રાદિના દાનથી સુખી થવાય, ઔષધદાનથી નિરગી થવાય. દાનથી યશ મળે છે, શત્રુ નાસી જાય છે અને પરજન સ્વજન બને છે.’
ભગવાન મહાવીરને બિજોરાપાક વહોરાવીને રેવતીએ ભવભ્રમણાના રેગથી મુક્તિ મેળવીને તીર્થંકરપદ પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે.
દુગધા : શ્રેણિક રાજાની સૌથી નાની રાણી હતી. તેણીએ થોડા સમયમાં ચારિત્ર અંગીકાર કરીને કમને ક્ષય કર્યો હતે. દુર્ગધાના વિવાહ સંબંધી નીચે પ્રસંગ નેધપાત્ર છે.
એક વખત શ્રેણિક રાજા ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે જતા હતા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org