________________
શાસનનાં શ્રમણીરત્ને
[ ૧૧૭
ચ’પાપુરીથી બૌદ્ધધર્મી યુદ્ધદાસ નામના વેપારી વસતપુર આવ્યા. દેવાંગના સમાન રૂપાળી સુભદ્રાને જોઈ ને પ્રથમ દૃષ્ટિએ પ્રેમ ઉદ્ભવ્યે. આ કોની પુત્રી છે? એ વિચારથી તપાસ કરતાં જાણવા મળ્યું કે જિનદાસ શેઠની પુત્રી છે અને જૈનધર્મી યુવાનને પરણવાની છે. આ સાંભળીને યુદ્ધદાસે વિચાર કર્યો કે જૈનધમ સ્વીકારી લઉં તેા સુભદ્રા પ્રાપ્ત થશે. બુદ્ધદાસે પોતાની યાજના સફળ કરવા માટે જૈનધર્મના અભ્યાસ કર્યાં અને શ્રાવક તરીકેની ક્રિયા પણ કરવા માંડી. પછી સાધુમહારાજના સત્સંગ કરીને શાસ્ત્રોક્ત રીતે શ્રાવકધમ પૂર્ણ પણે સમજી લીધા. સમય જતાં આ વેપારીના જીવનમાં પરિવર્તન આવી ગયુ. જિનદર્શન, પૂજા, વ્યાખ્યાન શ્રવણ, ગુરુભક્તિ વગેરેથી આદશ જૈન ધાર્મિક વ્યક્તિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. જિનદાસે એક વાર સાધર્મિક ભક્તિ નિમિત્તે બુદ્ધદાસને પેાતાને ત્યાં નિમંત્રણ આપ્યું. તેણે કમળપત્રથી પ્રભુની પૂજા કરી. પછી ભોજન માટે તૈયારી થઈ. વાનગીઓ પીરસવાની શરૂઆત થઇ એટલે તે કહેવા લાગ્યા, ‘ મારે વિગઇના ત્યાગ છે. માત્ર ઘીની બનાવેલી વાનગી-મીઠાઈ ગ્રહણ કરીશ. બે શાક વાપરીશ. ’ભાજન પછી થાળી ધાઇને પી ગયા અને પછી છાશ વાપરી. જિનદાસ શ્રાવક આવા દ'ભી શ્રાવકથી અત્યંત પ્રસન્ન થઈને વિચારવા લાગ્યા કે જિનેશ્વર ભગવ ંતે પ્રરૂપેલા ધનુ વિશુદ્ધ રીતે પાલન કરનાર આ જૈનધમી ને જ મારી દીકરી પરણાવું.
જિનદાસે વિનયપૂર્વક યુદ્ધદાસને કહ્યું, ‘મારી એકની એક સ્વરૂપવાન અને ગુણવાન પુત્રીને આપ ગ્રહણ કરે તે રત્નના સુવર્ણની સાથે સૉંગમ થાય, તેવી રીતે આપના બંનેનું મિલન ગણાશે. ’ યુદ્ધદાસે પેાતાની સંમતિ દર્શાવી એટલે જિનદાસે હાડમાથી દીકરીનાં લગ્ન તેની સાથે કરાવ્યાં. પછી સાસુ-સસરાની આજ્ઞા લઈને બુદ્ધદાસ સુભદ્રા સાથે પોતાને ઘેર ગયેા. માતાપિતાએ પણ પુત્ર ઉત્તમ કન્યા સાથે લગ્ન કરીને આવ્યે હતા એટલે મહોત્સવ કર્યાં.
6
પ્રભાતના સમયે જાગીને સુભદ્રાએ જિનમંદિરમાં દન-પૂર્જા વગેરે વિધિ કરી અને ગુરુમહારાજને વંદન કરીને ઘેર આવી એટલે સાસુએ કહ્યું, હે પુત્રવધૂ સુભદ્રા ! અમારા બૌદ્ધ ધર્મ છે. એટલે તે ધ સિવાય અન્યત્ર કાંય પણ થ કાર્ય કરવું નહિ. ' સાસુનાં વચના સાંભળીને સુભદ્રા મનોમન વિચારવા લાગી કે, આ ભર્તાએ કપટથી મને છેતરી છે; પણ જે સત્ય છે તે જ આચરવા લાયક છે.
પછી તેણીએ તે જૈનધર્માંના આચાર પ્રમાણે દિવસેા વિતાવવા માંડયા. સાસુને વહુની જૈનધર્મની ક્રિયા અને આચાર ગમતા ન હતેા એટલે ઘરમાંથી અલગ થઈ ને રહેવા જણાવ્યું. સાસુથી અલગ થયા પછી પણ જૈનધર્માંના આચારને મૂકો નિહ. હવે તે વિશેષ ભક્તિભાવપૂર્વક આરાધના કરવા લાગી. મુનિ મહારાજને શુદ્ધ આહાર પણ વહેારાવતી હતી.
એક વખત માસખમણના તપસ્વી સુભદ્રાને ઘેર પધાર્યા. એ મુનિની આંખમાં તણખલું જોયુ. આ તણખલુ જો ન નીકળે તો મુનિની આંખની ષ્ટિ જતી રહે, એમ વિચારીને પેાતાની જિહ્વાથી તણખલુ ખેંચી લીધુ. એ વખતે તેણીના કપાળ પરનું તિલક મુનિના કપાળ પર ચોંટી ગયુ.... સાસુને આ વાતની ખબર પડી એટલે આવેશમાં આવીને બુદ્ધદાસને કહ્યું, તે, આ તારી શ્રીં, સાધુમાં લાભાઈ ગઈ છે, કુછંદે ચડી ગઇ છે. આ તા કુળને કલક લગાડશે.
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org