SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન [ ૧૦૯ આપે.” અને પેટ ખૂલી ગઈ! લેકમાં જૈનધર્મનો પ્રભાવ વધ્યું. રાજાએ જિનમંદિર બનાવીને પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. નગરજને પ્રતિમાની હંમેશાં પૂજા કરવા લાગ્યાં. પ્રભાવતીના જીવનને એક બીજો પ્રસંગ પણ અત્રે ઉલ્લેખનીય છે. એક વખત પ્રભાવતી પ્રભુભક્તિ કરતી હતી ત્યારે રાજાએ તેનું મસ્તક ન જોયું; માત્ર ધડ જોયું. રાજા ચિંતાતુર બની જતાં વીણાવાદનમાં ભંગ પડ્યો. રાણીના આગ્રહથી રાજાએ પૂર્વવૃત્તાંત સંભળાવ્યું પણ રાણું મૃત્યુની આ આશંકાથી ચિંતિત કે વ્યથિત ન બની. એક વખત રાણી પ્રભાવતીએ પૂજાવિધિના ઉપયોગ માટે દાસી પાસે શુદ્ધ વસ્ત્ર મંગાવ્યાં. આ વસ્ત્રો પર લેહીના ડાઘ જોઈને આક્રોશથી દાસી પર પ્રહાર કર્યો. આ પ્રહારથી દાસીનું મરણ થયું. રાણીએ એ જ વસ્ત્ર પુનઃ જોતાં તે સફેદ દેખાયાં. રાણીને ઘણે પશ્ચાત્તાપ થયે. પંચેન્દ્રિય જીવની હત્યાથી અત્યંત વિવશ બની ગઈ. તેણીએ વિચાર્યું કે, હવે મારું આયુષ્ય અ૯પ છે, એટલે રાજાની આજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરશે. રાજાએ પ્રભાવતીને દીક્ષાની સંમતિ આપી કહ્યું કે, “તું દેવલોકમાં જાય તે મને યાદ કરીને પ્રતિબોધ કરજે.” પ્રભાવતીએ ઉત્કૃષ્ટ તપ કરીને સંયમની અપૂર્વ આરાધના કરી. અંતે અનશન કરીને દેવગતિ પ્રાપ્ત કરી. પ્રભાવતી સતીઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, તેનું કારણ નિષ્ઠાપૂર્વકની અરિહંત પરમાત્માની ભક્તિ કે જેમાં સમર્પણભાવના હતી. તેમ જ જૈનધર્મ પ્રત્યેની અવિચળ શ્રદ્ધાને કારણે વીતભયનગરના રાજા અને નગરજનોને તેમણે જેનધર્મના અનુયાયી બનાવ્યાં હતાં. પ્રભાવતીએ જેનધર્મની આરાધના કરીને જિનશાસનની સુંદર પ્રભાવના કરી એટલે પ્રાતઃસ્મરણીય સતીઓની યાદીમાં સ્થાન પામી છે. ચલણા : ચેટક રાજાની પુત્રી અને મહારાજા શ્રેણિકની રાણી. ચેલ/ સતીએ શ્રેણિકની જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધારીને તેમાં દિનપ્રતિદિન વધુ આરાધનામય બને તે માટેનું પુણ્યકાર્ય કર્યું હતું. રાજ–રાણ હર્ષોલ્લાસથી સમય વ્યતીત કરી રહ્યાં હતાં. સમય જતાં ચેલણાના ગર્ભમાં પૂર્વભવનો સૈનિકને જીવ ઉત્પન્ન થયે. એનું નામ કુણિક પાડવામાં આવ્યું. તદુપરાંત હલ્લ અને વિહલ્લ નામના બે પુત્રોને પણ જન્મ થયે. રાજાને વિચાર આવ્યું કે ચેલણ માટે એક મહેલ બનાવું. પછી રાજાએ એક તંભવાળે મહેલ બનાવ્યું. આ મહેલ બનાવવા માટે અભયકુમારે વનમાં સર્વલક્ષણયુક્ત વૃક્ષના અધિષ્ઠાયક દેવની કૃપા પ્રાપ્ત કરી હતી. વનમાં આ જગ્યા નંદનવન સમાન બની ગઈ. બેનમૂન સુંદર વૃક્ષો અને વનરાજિથી પ્રફુલ્લિત વાતાવરણવાળા મહેલમાં રાણી ચેલણ પુષ્પમાળા ગૂંથતી ને સર્વજ્ઞ ભગવાનની હૃદયની શુભભાવનાથી ભક્તિ કરતી હતી. એક વાર રાજા-રાણ મહાવીર ભગવંતની દેશને સાંભળવા ગયાં. પ્રભુવાણીનું શ્રવણ કર્યા પછી પાછાં વળતાં રસ્તામાં ખભા પરનાં વસ્ત્રરહિત શીત પરિષહ સહન કરતા મુનિ મહારાજ જોયા. ચેલણાએ રથમાંથી નીચે ઊતરીને વંદન કર્યું અને મુનિરાજ શીત પરિષહ સહન કરે છે એ વિચારમાં લીન બની ગઈ. એક રાત્રિએ ચેલણને હાથ વસ્ત્રની બહાર નીકળી ગયા અને ઠંડીથી ડરી ગયો. ચલણ નિદ્રાધીન અવસ્થામાં એકાએક બોલી ઊઠી, “વસ્રરહિત એ મુનિનું શું થશે ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy