________________
૯૦ ]
[ શાસનનાં શમણીરને - ચતુર્વિધ સંઘમાં શ્રાવકે શ્રમણભગવંતની નિશ્રામાં આવશ્યક ક્રિયાઓ, વ્રતપાલન, શ્રુતજ્ઞાનનું શ્રવણુ વગેરે દ્વારા ધર્મમાર્ગે આગળ વધી રહ્યા છે, જ્યારે સાધ્વીસમુદાયની નિશ્રામાં સમસ્ત શ્રાવિકાઓ જ્ઞાને પાસના, તપ, આવશ્યક ક્રિયા આદિ કરીને ધર્મમય જીવન જીવી રહ્યાં છે. જેનધર્મના કર્મસિદ્ધાંત પ્રમાણે વિચારીએ તો પૂર્વભવમાં ઉપજિત કરેલાં શુભાશુભ ફળને આધારે વર્તમાન જગતમાં સ્ત્રી-પુરુષ નિમાં જીવ ઉત્પન્ન થાય છે. સર્વને કમને ક્ષય થાય એટલે મુક્તિ મળે છે. તેમાં સ્ત્રીપુરુષને કેઈ ભેદ નથી. કર્મક્ષય કરવા માટેની ધર્મ પ્રવૃત્તિસંયમની આરાધના પુરુષ સમાન સ્ત્રી પણ કરી શકે છે. ભગવાન મહાવીરના સંઘપરિવારમાં ૧૪૦૦૦ સાધુઓ અને ૩૬૦૦૦ સાધ્વીઓને સમૂહ હતું તે ઉપરથી સિદ્ધ થાય છે કે ઘણી મેટી સંખ્યામાં સ્ત્રીઓ ચારિત્ર અંગીકાર કરીને ધર્મમાગે જોડાઈ આત્મકલ્યાણ સાધતી હતી. વર્તમાનમાં પણ દીક્ષિત પુરુષવર્ગ કરતાં સ્ત્રીવર્ગ વધુ જોવા મળે છે. તેમ જ ધાર્મિક પ્રસંગોએ પુરુષવર્ગ કરતાં સ્ત્રીવર્ગની ઉપસ્થિતિ વિશેષ દર્શનીય બની રહે છે, ત્યારે કેઈ આશ્ચર્ય અનુભવવાની જરૂર નથી.
ભગવાન મહાવીરસ્વામીના યુગની સાધ્વીઓ અને શ્રાવિકાઓને પરિચય ચાર વિભાગમાં વિભાજિત કરીએ તે, પ્રથમ વિભાગમાં મહાવીરસ્વામીના પરિવારની દીક્ષિત આર્યા સ્ત્રીઓ; બીજા વિભાગમાં રાજદરબારની રાણુઓ, કુંવરીઓ આદિ ત્રીજા વિભાગમાં નગરના શ્રેષિઓની સ્ત્રીઓ અને ચોથા વિભાગમાં દાસીઓ આવે. તેઓને પરિચય કમશઃ આ પ્રમાણે આપી શકાય:
દેવાનંદ : એ અષભદત્ત બ્રાહ્મણની પત્ની હતી. ભદત્ત વૈશાલી ગણરાજ્યના પશ્ચિમ વિભાગમાં ગંડકી નદીના કિનારે આવેલા બ્રાહ્મણકુડપુરના મુખી હતા. ઋષભદત્ત અને દેવાનંદા પાર્શ્વનાથ ભગવાનના ઉપાસક હતાં અને જૈનધર્મ પ્રત્યે અપૂર્વ નેહ ધરાવતાં હતાં. એટલે કે જૈનધર્મની ઉત્તમ આરાધના કરતાં હતાં. પ્રાણુતકલ્પ નામના દેવલેકમાંથી ભગવાન મહાવીરને જીવ વીને દેવાનંદાની કુક્ષિમાં અષાઢ સુદ ૬ને દિવસે ગર્ભ પણે ઉત્પન્ન થયે. દેવાનંદાએ પરંપરાગત રીતે નિદ્રાવસ્થામાં ૧૪ સ્વપ્ન જોયાં. આ સ્વપ્નનું વૃત્તાંત દેવાનંદાએ કષભદત્તને જણાવ્યું અને તેનું શુભાશુભ ફળ શું મળશે, તેમ વિનયયુક્ત વાણથી પ્રશ્ન પૂછડ્યા. ઋષભદત્ત બ્રાહ્મણે ઉત્તર આપતાં જણાવ્યું કે, આ સ્વપ્નના ફળસ્વરૂપ સર્વગુણસંપન્ન મહાપ્રભાવશાળી પુત્રરત્નને જન્મ થશે. દેવાનંદા આ વાત જાણીને આનંદવિભોર બની ગઈ. તેના શરીરની કાંતિ, લાવણ્ય અને શોભા પણ દિનપ્રતિદિન વધુ તેજસ્વી બનતી ગઈ. આ રીતે ૮૨ દિવસ વ્યતીત થયે દેવાનંદાને એક રાત્રિએ સ્વપ્ન આવ્યું કે, પૂર્વે જોયેલાં સ્વને કઈ ચેરી જાય છે ! સ્વપ્ન પૂર્ણ થયા બાદ જાગીને અત્યંત વ્યથા અનુભવતી દેવાનંદાએ અષભદત્ત બ્રાહ્મણને સ્વપ્નનું નિવેદન કર્યું. હકીકત એવી હતી કે, તીર્થકર ભગવાન બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થતા નથી. આ કારણે હરિણી નામના દેવે દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભનું હરણ કરીને સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાદેવીની કુશિમાં સ્થાપિત કર્યો અને ત્રિશલા રાણીની કુક્ષિમાં રહેલી પુત્રીને ગર્ભ દેવાનંદાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. ગર્ભહરણ એ જૈનધર્મનાં દસ આશ્ચર્યોમાંનું એક ગણાય છે. ગર્ભહરણ પછી ત્રિશલારાણીએ ૧૪ મહાને જોયાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org