________________
[ શાસનનાં શ્રમણીરત્ના
૨૯. સીતા : વિદેહનગરીના રાજા જનકની પુત્રી અને રામચદ્રજીની પત્ની. મહાસતી અને આદર્શ નારી તરીકે સીતાનું નામ ભારતીય સંસ્કૃતિમાં અને નારીજગતના ઇતિહાસમાં સુવર્ણ કળશ સમાન છે. પિતપરાયણ સીતાએ રામચંદ્રજી સાથે વનવાસ કર્યાં. સીતાના પતિવ્રતની રામચદ્રજીએ અગ્નિપરીક્ષા કરી, તેમાં એ પાર ઊતરી. છેવટે સીતાને સ`સાર પ્રત્યે વૈરાગ્યભાવ જાગૃત થયે અને આર્થિકા પૃથ્વીમાતા પાસે દીક્ષા અંગીકાર કરી. સીતાની દીક્ષા વિશે હેમચંદ્રાચાર્ય એમ જણાવે છે કે, સીતાએ રામચંદ્રજી પાસે દીક્ષાની રક્ત માગી અને સ્વયં કેશલેાચન કરીને જયભૂષણુ મુનિ પાસે દીક્ષા લીધી; અને સાધ્વી સુપ્રભાના સમુદાયમાં જોડાઈ હતી. સીતાએ અનેક વિપત્તિઓનાં વળામાં પણ સતીત્વનું રક્ષણ કરીને સમસ્ત વિશ્વની સ્ત્રીઓને માટે અનુકરણીય જીવનના આદર્શ નમૂના પૂરે પાડયો છે.
૮૮
૩૦, વામાદેવી : તેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની માતા અને વારાણસી નગરીના મહારાજા અશ્વસેનની મહારાણી. ભગવાન પાર્શ્વનાથે પૂર્વજન્મમાં સુવણું બાહુના ભવમાં ઉત્કૃષ્ટ ધર્મારાધના કરીને તીર્થંકર નામક ઉપાર્જન કર્યું હતું. ભગવાનને આત્મા વામાદેવીના ગર્ભોમાં ઉત્પન્ન થયે. વામાદેવીએ ગર્ભીકાળ દરમિયાન એક રાત્રિએ અંધારામાં સર્પ ( પાર્શ્વ ) જોયા, તે ઉપરથી પુત્રનું નામ પાર્શ્વ કુમાર રાખવામાં આવ્યુ. પાર્શ્વનાથ ભગવાને દીક્ષા લઈ, કરુણા અને સમતાથી ઉપસગે સહન કરીને અનેક જીવાના ઉદ્ધાર કર્યો. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સ`ઘસ્થાપના કરી. પ્રભુની વાણીથી પ્રતિમાધ પામીને અશ્વસેન રાજા, વામાદેવી અને પ્રભાવતીદેવીએ અન્ય નારીવૃંદ સાથે આત્મકલ્યાણાર્થે ચારિત્રગ્રહણ કરી મનુષ્યજન્મ સફળ કર્યો.
નિય્યાવલી અને જ્ઞાતાધમ કથામાં એવા ઉલ્લેખ છે કે, પાર્શ્વનાથ ભગવાનના ઉપદેશથી વૈરાગ્યભાવના જાગૃત થતાં ૨૧૬ કુમારિકાઓએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. નિચ્ચાવલીસૂત્રના પુષ્પચૂલિકા નામના ચોથા વિભાગમાં શ્રીં, ક્વી, ધી, કીતિ વગેરે ૧૦ દેવીનુ વર્ણન છે. તેમાં ઉપરાક્ત દેવીએએ દીક્ષા ગ્રહણ કરી હતી. જ્ઞાતાધર્માંકથામાં પણ આ સાધ્વીએના ઉલ્લેખ થયેલા છે. તેઓ પુષ્પચૂલાની શિષ્યા તરીકે હતી. તેમની નામાવલી આ મુજબ છે : પુષ્પચૂલા, કાલી, રાજી, રજની, વિદ્યુત્, મેઘા,શુભા, નિશુંભા, ઈલા, રૂપા, સતેરા, સૌદામિની, ઇન્દ્રા, ધના, કમલા, કમલપ્રભા, ઉત્પલા, સુદ'ના, રૂપવતી, સુરૂષા, સુભગા, પૂર્ણા, બહુપુત્રિકા, ઉત્તમા, ભારિકા, પદ્મા, વસુમતી, કનકા, કનકપ્રભા, અવત'સા, કેતુમતી, વસેના, રતિપ્રિયા, રહિણી, નવમિકા, ક્લીં, પુષ્પવતી, ભુજગા, ભુજગવતી, મહાકચ્છા, અપરાજિતા, સુદ્યેાષા, વિમલા, સુખરા, સરસ્વતી, સૂપ્રભા, ચંદ્રપ્રભા, પદ્માવતી, કૃષ્ણાદેવી વગેરે.
આવશ્યકનિયુક્તિમાં પણ સામા--જય'તી, વિજયા અને પ્રગલ્ભાના પાર્શ્વનાથના પરિવારનાં સાધ્વી તરીકે ઉલ્લેખ છે. પણ આ ચાર સાધ્વીએ મહાવીરસ્વામીની સમકાલીન હતી.
પરિશિષ્ટ : (૧) પા. ૧. જૈન ધર્મ કી પ્રમુખ સાલ્વિયાં એવ' મહિલાએ લે. ડૉ. હીરાબાઇ ચાડિયા. (૨-૩) પા. ૨-૩ એજન. (૪) પા. ૭૫ સજ્ઝાયમાળા ભાગ ૧ થી ૪, પ્રકાશક—પંડિત મતલાલ ઝવેરચ’દ. (૫) પા. ૧૮૪ નવતત્ત્વપ્રકરણ સા, શ્રી જૈન શ્રેયસ્કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org