SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ગાજીપુરના રસ્તે જ વારાણસી સ્ટેશનથી ૨૩ કિ.મી. દૂર અને નજીકના કાદીપુર રેલવે સ્ટેશનથી ૫ કિ.મી. દૂર આ ચંદ્રપુરી તીર્થ આવેલું છે. આ ગામને ચંદ્રાવતી કે ચંદ્રૌટી નામે પણ ઓળખે છે. આ મંદિરની નજીકમાં જ ચરણપાદુકાની દેરી હતી, પરંતુ ગંગાનાં પૂર આવવાથી ધ્વસ્ત બની અને મંદિર ખંડિયેર જેવું બની ગયું. પૂર્વે આ મંદિર એક ટીલા પર હતું. આ મંદિરવાળા ટેકરાને ‘રાજાનો ટીલો’ કહીને લોકો ઓળખે છે. જ્યાં ચંદ્રપ્રભસ્વામીનાં પ્રથમ ચાર કલ્યાણક થયાં છે તેવી આ તીર્થભૂમિ ચંદ્રપુરી અને ચંદ્રપ્રભસ્વામી ભગવાનના જીવન વિષે થોડું જાણીએ. ભરતક્ષેત્રમાં રત્નસંચયા નામે એક નગરી હતી. તેમાં પદ્મ રાજા રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હતું. રાજા ખૂબ જ્ઞાની અને ધર્મપરાયણ હતા. સંસારનાં કર્મોનો નાશ કરવા પદ્મરાજાએ યુગંધર ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પદ્મમુનિરાજે ઘણા સમય સુધી ચારિત્ર પાળ્યું. વિવિધ અભિગ્રહો ધારણ કર્યા અને ધર્મઆરાધના વડે તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. ત્યાર બાદ પોતાના આયુષ્યને ખપાવીને વૈજયંત વિમાનમાં તેઓ દેવ તરીકે ઉત્પન્ન થયા. બીજી બાજુ ચંદ્રાનન નામની નગરીમાં મહાસેન નામના રાજા રાજ્ય કરતા હતા, જેઓ પરાક્રમી, ન્યાયી અને ધર્માનુરાગી હતા. રાજા મહાસેનની રાણીનું નામ લક્ષ્મણા હતું. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને વૈજયંત વિમાનમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી ચૈત્ર વદ બારસને દિવસે લક્ષ્મણા રાણીની કુક્ષિમાંથી ચંદ્રના ચિહ્નવાળા ચંદ્રવર્ણા પુત્ર તરીકે જન્મ લીધો. છપ્પન દિકુમારિકાઓએ આવીને પ્રભુનો જન્મોત્સવ ઊજવ્યો. ઇન્દ્ર અને દેવતાઓએ આવીને પ્રભુની વંદના કરી અને પ્રભુને મેરુ શિખર ઉપર લઈ જઈ અભિષેક કર્યો. મહાસેન રાજાએ પુત્રનો જન્મોત્સવ ભવ્ય રીતે ઊજવ્યો અને ખૂબ દાન કર્યું. પ્રભુ જ્યારે કુક્ષિમાં હતા ત્યારે રાણીને ચંદ્રપાન કરવાની ઇચ્છા થઇ હતી, જે પ્રધાને બુદ્ધિ વડે પૂર્ણ કરી. ગર્ભનો આવો પ્રભાવ જાણી ચંદ્રપ્રભ નામ રાખવામાં આવ્યું. દોઢસો ધનુષ ઊંચા શરીરવાળા ચંદ્રપ્રભસ્વામીએ યૌવનમાં પ્રવેશ કર્યો. માતા-પિતાના આગ્રહથી તેમણે સુંદર રાજકન્યાઓ સાથે લગ્ન કર્યાં. ચંદ્રપ્રભકુમારે ચોવીશ પૂર્વ યુક્ત સાડા છ લાખ પૂર્વ સુધી રાજ્યનો કારભાર સંભાળ્યો. સંસારની મોહમાયામાંથી મુક્ત થવા ચંદ્રપ્રભકુમાર દીક્ષા લેવા માટે ઉત્સુક બન્યા અને એક વર્ષ સુધી નગરજનોને દાન આપી પોષ વદ તેરસના દિવસે છઠ્ઠનું તપ કરીને હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કરતાં જ તેમને મનઃપર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું. ચંદ્રપ્રભસ્વામીએ છદ્મસ્થપણે ત્રણ માસ સુધી વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં ચંદ્રપ્રભસ્વામી સહસ્રામ્રવનમાં આવ્યા. ફાગણ વદ સાતમે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ચંદ્રપ્રભસ્વામીએ પોતાની અંતિમદેશનામાં નગરજનોને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. ચંદ્રપ્રભસ્વામીને દત્ત નામના ગણધર સહિત ૯૩ ગણધરો હતા. તેમને વિજય નામે દેવ (યક્ષ) અને ભૂકુટી નામે દેવી (યક્ષિણી) હતાં. ચોવીશ પૂર્વ ત્રણ માસ વર્જિત એક લાખ પૂર્વ વિહાર કરીને ચંદ્રપ્રભસ્વામી સમેતશિખર આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ એક માસ સુધી અનશન વ્રત ગ્રહણ કર્યું. ભાદરવા વદ સાતમને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં [૭૮]
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy