SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ | ડંૐ હ્રીં શ્રી સંભવનાથ પારંગતાય નમઃ - સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) જે શાન્તિનાં સુખ-સદતમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભવિતતા ચિત્તમાં નિત્ય ગાજે; દેવેન્દ્રોની પ્રણયભરની ભક્તિ જેતે જ છાજે, વંદું તે સંભવજિત તણા પાદપક્યો આજે. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) થોય (રાગ : આંખ મારી ઊઘડે) સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટુ જીવતા ત્રાતા, આપતા સુખશાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુ:ખ દોહગ વાતા, જાસ નામે પલાતા. શ્રી સંભવનાથ પ્રભુજી ૧૦૦ મુનિવરો સહિત, માસક્ષમણે, કાઉસગ્નમાં, ચૈત્ર સુદ પાંચમે બપોર પછી મોક્ષે ગયા હતા. આ ટૂકની યાત્રા કરવાથી ૪૨ લાખપૌષધોપવાસનું ફળ મળે છે. અહીંથી કુલ૯ ક્રોડાકોડ, ૭૨ લાખ, ૪૨ હજાર, ૫00મુનિવરો મોક્ષ પદ પામ્યા છે. આ ટૂકના જીર્ણોદ્ધારનું વર્ણન ધર્મની મહત્તા અને સામર્થ્યદર્શાવનારું છે.” કથા છે કે બંગદેશમાં હેમનગર નામે નગરમાં હેમદત્ત રાજા રાજ્ય કરતા હતા. રાજાનું અંતઃપુર અનેક રાજરમણીઓથી રમણીય હતું. રાજાના હૃદયમાં વેદનાની તીણી ચીસ સતત શૂલની જેમ ચૂભતી રહેતી હતી, કેમ કે રાજાને એકપણ સંતાનની પ્રાપ્તિ નહતી. સંતાનની પ્રાપ્તિજ વેદના દૂર કરી શકે તેમ હતી. એક દિવસ સંભવનાથ પ્રભુના ચારુક નામના ગણધર આ નગરમાં પધાર્યા. રાજા ચતુરંગીસેના અને પરિવાર સાથે વંદન કરવા ગયા. અંતે પોતાની વેદના પણ વ્યક્ત કરી અને ઉપાયની પ્રાર્થના પણ કરી. ગણધર ભગવંતે ઉપાય તરીકે ધર્મારાધના બતાવી એમાં પણ તીર્થયાત્રાનું મહત્ત્વ ગાયું અને એમાં પણ સમેતશિખરજી તીર્થનું સવિશેષ મહત્ત્વદર્શાવ્યું કે આ મહાતીર્થની યાત્રા તમારી તમામ કામના પૂર્ણ કરશે. સાંભળીને રાજા પ્રસન્ન થયા અને યથાશીધ્ર શ્રી સમેતશિખરજીની યાત્રા કરવા રવાના થયા. ભાવથી શિખરજીને ભેટ્યા અને પૂર્ણ શ્રદ્ધા સાથે પાછા વળ્યા. તીર્થયાત્રાના પ્રભાવે સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આમ તીર્થ પ્રત્યે અધિક ભાવ જાગ્યો એટલે પોતે છ'રી પાળતો વિશાળ સંઘ કાઢ્યો. ચારુક ગણધર સંભવનાથ પ્રભુના શિષ્ય હતા. આથી સંભવનાથ પ્રભુનું અતિ સુંદર ચૌમુખી જિનાલય બનાવ્યું અને આ રીતે ટૂકનો બીજો જીર્ણોદ્ધાર કરી જીવનશ્રેયપ્રાપ્ત કર્યું. બોલો, શ્રી સંભવનાથ પ્રભુની જય. જય બોલો જય બોલો જય સંભવનાથ, શ્રાવસ્તીજીમાં કલ્યાણ કે ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો જય સંભવનાથ. ૪૧૯ www.jainelibrary.org Jain Education International osnivan & Personal Use Oply
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy