SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ | ૐ હ્રીં શ્રી મલ્લિતાથ પારંગતાય નમઃ ) સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) તાર્યા મિત્રો અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બોધ ના થાય જેથી; સચ્ચારિત્ર જત મત હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલિ-જિનપતિ મને આપજો સેવ સારી. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) - થોય (રાગ : આંખ મારી ઊઘડે) . મલિજિત નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઇંદ્રિય ગણ દમયે, આણજિતની ત ક્રમીયે; ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવવમીયે, નિજ ગણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. શ્રી મલ્લિનાથ પ્રભુ ૫૦૦ સાધુ અને સાધ્વી સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, ફાગણ સુદ ૧૨, રાત્રિના પ્રારંભે મોક્ષે ગયા હતા. આ ટૂક પરથી કુલ ૯૬ ક્રોડ મુનિવરો મોક્ષે ગયા છે. અહીંનું યાત્રાફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે. આ ટૂક ઉપર કલિંગદેશના શ્રીપુરનગરના રાજા અમરદેવે ૧૭મો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એની ઘટના આ રીતની છે કે આ રાજા. એક વખત પોતાના પરિવાર સાથે ફરતાં ફરતાં નગરની બહાર ઉપવનમાં પધારે છે ત્યાં વૃક્ષ હેઠળ પ્રશાંત મુદ્રામાં એક મુનિવરને બિરાજેલા જુએ છે. રાજાએ તરત જ ભાવથી વંદના કરી હિતશિક્ષા શ્રવણ કરવાની ભાવના વ્યક્ત કરી. મુનિવર ગંભીર ધ્વનિમાં ધર્મનું મહત્ત્વ સમજાવતાં બોલ્યા, ‘નિર્વાણ - કેમ પમાય? એનો માર્ગ બતાવ્યો. જ્યાં તીર્થંકર પ્રભુ નિર્વાણ પામ્યા હોય તે ભૂમિની આરાધના એ પ્રમુખ પરિબળ છે. સૌથી વધુ તીર્થંકર પ્રભુ સમેતશિખર ઉપર નિર્વાણપદને વર્યા છે એટલે નિર્વાણપદ-મુક્તિપદને પ્રાપ્ત કરવા માટે વીસ-વીસ પ્રભુની નિર્વાણWલી સમાન સમેતશિખરજી મહાતીર્થ સર્વોત્કૃષ્ટ કક્ષાનું આલંબન ગણાય. આથી જ આ મહાતીર્થની યાત્રાનું ઊંચેરું મહત્ત્વ દર્શાવાય છે.' મુનિવરની વાણી સાંભળી રાજા અમરદેવને સમેતશિખરની યાત્રા કરવાની તાલાવેલી જાગી અને તત્કાળ નાના સરખા સંઘ સાથે સમેતશિખરજી મહાતીર્થ પહોંચ્યા. ભાવથી યાત્રા કરી અને ઠાઠ-માઠથી સત્તરભેદી પૂજા ભણાવી. વિશેષ લાભ મેળવવા શ્રી મલ્લિનાથ પ્રભુના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવી આ ભવનું ભવ્યાતિભવ્ય ભાતું બાંધી તૃપ્તિ માની. બોલો મલ્લિનાથ ભગવાનની જય. જયબોલો જયબોલો જયમલ્લિનાથ, મિથિલાનગરીમાં કલ્યાણકચાર સમેતશિખરજીમાંમોક્ષ નિવાસ, જ્યબોલો જય બોલો જય મલ્લિનાથે, Jain Education 1 For Private & Personal Use Only www.jamembrary 363
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy