SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ દષ્ટિદેવની આજ્ઞા લઈ લીધી છે. સાથે ટોર્ચ, સ્વેટર, શાલ, લાકડી અને પાણી લઈ લેવાનું છે. અહીં ૯ કિ.મી. ચઢાણ, ૯ કિ.મી. ચાલવાનું અને ૯ કિ.મી. ઊતરવાનું એમ ૨૭ કિ.મી.ની જાત્રા કરવાની છે. વહેલી પરોઢે ભાથાના પાસ લઈ, સમગ્ર યાત્રા શરે) ૧૪ કલાકમાં પૂરી કરવામાં આવે છે. ચાલો, લુંકડ દ્વારથી નીકળી ઝડપથી પગ ઉપાડવાના છે. (સૂચન : શિખરજીની જાત્રા પગપાળા કરવાની ઇચ્છા હોય તો જાત્રા કરવાના થોડા દિવસો પહેલાં પગપાળા ચાલવાની ટેવ પાડવી જરૂરી છે.) આ એવી ભૂમિ છે જ્યાં ૨૦-૨૦ તીર્થકરોના નિર્વાણ સમયના તરંગોના ગંભીર નાદ સાંભળી શકાય છે. “એક વાર વંદે જો કોઈ, તાકો નરક પશુગતિ નહીં હોઈ !” ચાલો સહુ સાથે ગાઈને ચઢવાનું શરૂ કરીએ ચાલો શિખરજી જઈએ રે, ભાવથી યાત્રા કરીએ રે. મધુવનમાં પારસજી બિરાજે, ભોમિયાજી વિનોને ટાળે, સીતાનાળે નિર્મળ થઈને, કેસર પ્યાલા ગ્રહીયે રે... ચાલો શિખરજી.... ' વિષમપહાડની કુંજગલીમાં, શીતળતા બહુ લહીયે રે, પશ્ચિમે આઠ, પૂર્વમાં બાર, વીસ ટૂંક જિનપદ નમીયે રે... ચાલો શિખરજી... પશ્ચિમે શત્રુંજય સોહે, પૂરવ શિખરજી વંદો, શામળિયો પારસ મધ્યે બિરાજે, મોક્ષકલ્યાણક ભૂમિ રે ... ચાલો શિખરજી... ત્રણેય ભુવનનું તીરથ મોટું, ભવથી પાર ઉતારે, શિખરજીની સ્પર્શના કરતાં, નરક ગતિ નહીં હોવે રે... ચાલો શિખરજી... ૩૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy