SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ મધુવન નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર દેવાલયોની હારમાળાઓથી સુશોભિત અને કુદરતી સંપત્તિથી છવાયેલું આ મધુવન શ્રી સમેતશિખરજીની તળેટી છે, જે ઋજુવાલિકાથી માત્ર ૮ કિ.મી.ના અંતરે છે. ‘પારસનાથ સ્ટેશન’ને ‘ઇસરી’ પણ કહે છે. ઇસરીથી ૨૩ કિ.મી. દૂર મધુવન ગામ છે. મધુવનમાં શ્રી હરકોર શેઠાણી તથા બાબુ ધનપતસિંહજીએ બનાવેલી બે શ્વેતાંબર ધર્મશાળા અને ભોજનશાળા છે. ઉપરાંત દિગંબર, તેરાપંથી, વીસપંથી વગેરેની ધર્મશાળાઓ અને શ્વેતાંબરોનાં ૧૦ જિનાલયો છે. | તળેટીનાં મંદિરોમાં દર્શન કરી શ્વેતાંબર કોઠી પહોંચવાનું છે. શિખરજીમાં રહેલાં જિનાલયો પણ તીર્થસ્વરૂપ છે. આટલે દૂર તીર્થની યાત્રા કરવા આવનારા શ્રદ્ધાળુ ભાવુકોએ પ્રત્યેક જિનાલયમાં દર્શન કરવા અચૂક જવું જોઈએ. - ૧. પાલગંજ એ શિખરજીની મૂળ તળેટી હતી એટલે સૌપ્રથમ યાત્રિકોને અહીં આવીને પાલગંજના રાજાને ચરણે ભેટ-બક્ષિસ અર્પણ કરીને પછી યાત્રા માટે જવું પડતું, કારણ કે તે સમયે આ તીર્થનો વહીવટ પાલગંજના રાજા કરતા. આછા શ્યામગુલાબી રંગના પથ્થરની બનેલી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ છે, જે લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંની છે. ..નમો જિણાણે. રાજાદોઢીના પાલગંજના આ મંદિરેથી આગળ જતાં ૨. કચ્છીભવનનું મંદિર આવે છે. અહીં ચૌમુખી અરિહંત પ્રભુને... નમો જિણાપં. આગળ ભમતીમાં ચોવીસી, દેવ-દેવીઓ, ગણધરો અને ડાબી બાજુના વિભાગમાં દાદાગુરુની મૂર્તિ, ભોમિયાજી, ઘંટાકર્ણજી, ચાર શાશ્વતા જિન, ભૈરવજી...સર્વને પ્રણામ. ૩. થોડા આગળ જતાં જહાજના આકારમાં બંધાયેલું આ છે જહાજમંદિર; જયાં મૂળનાયક શ્રી કલ્પતરુ પાર્શ્વનાથજીને.. તમો જિણાણ. મૂળનાયકની ડાબી બાજુ જીરાઉલા પાર્શ્વનાથ, જમણી બાજુ ચિંતામણિ પાર્શ્વનાથ, ઉપર મનમોહન પાર્શ્વનાથ, ગોળ ઘુંમટમાં બિરાજિત ચૌમુખજી વગેરે સર્વ જિનબિંબોને... તમો જિણાણ. ૪. આગળ જતાં જિતાશા ફાઉન્ડેશનનું જૈન મ્યુઝિયમ આવે છે. અહીં પાર્શ્વનાથ પ્રભુની સુંદર મૂર્તિ છે. ૫. જ્યાં શાંતિનાથ પ્રભુ બિરાજે છે તે ભોમિયાભવનમાં દર્શન કરીએ. મૂળનાયકની ડાબી અને જમણી બાજુ અનુક્રમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે... તમો જિણાણું. નીચે ભોયરામાં અદ્ભુત ભક્તામરમંદિર છે, જેમાં આદિનાથ પ્રભુ બિરાજમાન છે. ભોમિયાજી ભુવનમાં પાછળ ભમતીમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. અહીં આબુના મહાન યોગીરાજ શ્રી શાંતિગુરુદેવની મૂર્તિ ભક્તામર મંદિરમાં મૂકવામાં આવી છે. તેમની ડાબે અજિતનાથજી અને જમણે સુપાર્શ્વનાથજી પ્રભુ પ્રતિષ્ઠિત છે ... તમો જિણાણ. આ મંદિરમાં ભક્તામરની ગાથા, તેના મંત્રો તથા માનતુંગ મુનિની મૂર્તિ દર્શનીય છે. બાજુમાં પૂ. શ્રી રાજેન્દ્રસૂરિજીની પ્રેરણાથી બનેલું ભોમિયાજી અને ગુરુમંદિર છે. અહીં ભોમિયાજીનું રાજાશાહી ચિત્રપટ કચ્છી જૈન સમાજ દ્વારા મૂકવામાં આવ્યું છે. ૬, સર્વને ભાવથી વંદન કરી ધર્મમંગલના દેરાસરે જઈએ. અહીં પ્રતિષ્ઠિત મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુને ...વંદન. જેમની ડાબે આદિનાથ, જમણે મહાવીરજી પ્રભુ બિરાજમાન છે. અહીં બિરાજિત શાંતિનાથજી અને મુનિસુવ્રત સ્વામીને... નમો | જિatei. અહીંની ધર્મમંગલ વિદ્યાપીઠમાં પાઠશાળા હતી. બહાર દેવકુલિકામાં શ્રી પદ્માવતી,
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy