SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ બોલો, મહાવીરપ્રભુની જય. ચાલો, ચૈત્યવંદન કરીએ. ચૈત્યવંદત ઊર્ધ્વલોક દશમા થકી, કુંડપરે મંડાણ; વૃષભ યોનિ ચઉવીશમા, વર્ધમાન જિનભાણ. ઉત્તર ફાલ્ગુની ઉપન્યા, માનવ ગણ સુખદાય; કન્યા રાશિ છદ્મસ્થમાં, બાર વરસ વહી જાય. શાલ વિશાલ તરુ તલે એ, કેવલ નિધિ પ્રગટાય; વીર બિરુદ ધરવા ભણી, એકાકી શિવ જાય. સ્તુતિ ઋજુવાલિકા સરિતા તીરે, પહોંચી ગયા ભવજલતીરે; હૈ વીરા ! પ્લાવિત કર મને, ઉદ્ધારવા કીરપા નીરે. નજરાઉં જો તુજ નજરથી, તો દૃષ્ટિથી વિકૃતિ ટળે; ને સ્વામ આપ પ્રભાવથી, શિવસંપદા નિશ્ચયે મળે. ST Jain Ecation International સ્તવન ઋજુવાલિકા તીર્થમંડન મહાવીર સ્તવન (રાગ : અરિહંત ભજો . ભૈરવી) મહાસંયમરમણી ભોગી પ્રભુ, તો યે નિજ હિત મહાયોગી વિભુ .... ૧ વિહરતા અવનિ તલ વીરજી, પૃથ્વી પડલ પવિત્ર કરું, આવી ઊભા ઋજુવાલિકા તીરે, ગોદોહિકા આસનમાં કરું પરમાધિ સંયુત પરમેશ્વર, શુક્લધ્યાની થયા શુક્લ કરું, ધ્યાનાંતરિકા માંહે પ્રવેશી, કેવલ-દર્શન-શાન ધરું લોકાલોક પ્રકાશક ભાસક, અરિહા શરણ મન ધરું, શાસન સ્થાપ્યું જગ ઉપકારી, મંગલકર મહીતલ વિચરું પ્રેમ કીધો તે સવિ જીવ ઉપરે, ભવ્ય જીવો તુજ ભક્તિ ધરું, ભુવનભાનુ તુજ સંગે રંગે, વિરતિ સર્વને દેશ વરુ સંયમધર્મે જિત નિશાની, તુજ ઘરે સુણતો સપરુ, જગવલ્લભ પરમારથ પામી, પાયો આતમહિત સઘળું . ૩ Sonal Use Only ૪ ૫ થોય જય જય ભવિ હિત કર, વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક, જેહની સારે સેવ; કરુણારસ કંદો, વંદો આણંદ આણી, ત્રિશલા સુત સુંદર, ગુણમણિ કેરો ખાણી. ૬ www.jainelibre ૩૦૯
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy