SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ઋજુવાલિકા એટલે તીર્થકર ભગવાન શ્રી મહાવીર પ્રભુની કેવળજ્ઞાનભૂમિ ! ગિરિડીહથી પાકી સડકે સમેતશિખરના માર્ગે ૧૨ માઈલ દૂર બરાકર નામનું ગામ નદીકિનારે વસેલું છે. આ ગામના નામ પરથી લોકો ‘બ્રાકર’ એમ નદીને ઓળખે છે. આ બ્રાકર નદી જ અસલની ઋજુવાલિકા હોવાની માન્યતા પ્રવર્તે છે. અહીંથી ૭ કિ.મી. દૂર ‘જમક’ (હાલમાં ‘જમઉ’ કહેવાય છે) નામે ગામ છે, જ્યાં શાલવૃક્ષોનું ગાઢ વન છે. એ જમક ગામ જ અસલનું જંભીય ગામ મનાય છે. જૈન શાસ્ત્રોથી જણાય છે કે, જંભીય ગામની બહાર આવેલા વ્યાવૃત્ત ચૈત્યની પાસે ઋજુવાલિકાના તટ ઉપર, શ્યામક ગૃહસ્થના ખેતરમાં, શાલવૃક્ષની નીચે. ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. e નદીના કિનારે આ તીર્થ અત્યારનું છે જે પ્રભુના કેવળજ્ઞાનકલ્યાણકભૂમિના પ્રતીકરૂપે છે, પરંતુ 8જુવાલિકા નદીમાં ૭ કિ.મી અંદર કિનારે કિનારે જઈએ ત્યાં જમઉ ગામની પાદરમાં ભગવાનનું મૂળ કેવળજ્ઞાનકલ્યાણકનું સ્થાન છે તેવું મનાય છે. - ૨૫૪૮ વર્ષ પૂર્વેની પ્રભુ મહાવીરની કેવળજ્ઞાનની એ પાવન ઘટનાને નજર સમક્ષ લાવીએ. કલકલ કરતી વહેતી ઋજુવાલિકા નદીના કિનારે જાંભક નામના ગામના એક શામક કણબીના ખેતરમાં શાલવૃક્ષોની ઘેરી ઘટામાં, એક ખંડેર ચૈત્યમાં, ચોથા પ્રહરે વૈશાખ સુદ દસમીએ, સંધ્યા સમયે પ્રભુ | મહાવીર ઉત્કટિકાસન અથવા ઉકડુઆસન એટલે કે ગોદોહાસને ધ્યાનસ્થ થયા છે. સાડા બાર વર્ષના ઘોર ઉપસર્ગો અને આકરી તપશ્ચર્યા બાદ છઠ્ઠના તપ સાથે, વિજયમુહૂર્ત ચાર ઘાતી (જ્ઞાન, દર્શન, મોહ, અંતરાય) કર્મોનો નાશ કરી પ્રભુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આ તરણતારણહાર પરમપિતા મહાવીરના ' શાંત અને પ્રશમરસ ઝરતાં નયનને વંદન...! mwyalası qel ૩૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy