________________
ચાલો, બારમા શ્રી વાસુપૂજ્યસ્વામીની સ્તવતા કરીએ.
ચૈત્યવંદન પ્રાણતથી પ્રભુ પાંગર્યા, ચૂપે ચંપા ગામ; શિવમારગ જાતાં થકાં, ચંપક તરુ વિશ્રામ. અશ્વયોનિ ગણ રાક્ષસ, શતભિષા કુંભરાશિ; પાડલ હેઠે કેવલી, મૌનપણે ઇગવાસિ. પર્શત સાથે શિવ થયા એ, વાસુપૂજ્ય જિનરાજ; વીર કહે ધન્ય તે ઘડી, જબ નિરખ્યા મહારાજ.
| સ્તવન વાસુપૂજ્ય વિલાસી ચંપાના વાસી, પૂરો અમારી આશ. કરું પૂજા હું ખાસી, કેસર ઘાસી, પૂરો અમારી આશ... પૂર્વ ભવે પદમોત્તર રાજા, વૈરાગ્ય રંગ અપાર, રાજપાટ વૈભવને છોડી, લીધો સંયમ ભાર રે, વીસ સ્થાનક સાધી, જિનપદ બાંધી સુરગતિ પામી, પૂરો અમારી આશ... પાંચ કલ્યાણક ચંપાપુરીમાં, કલ્યાણના કરનાર, મોક્ષ મારગ ઉપદેશી પ્રભુજી, પહોંચ્યા મોક્ષ મોઝાર રે, હે અંતર્યામી, ત્રિભુવન સ્વામી, શિવગતિ ગામી, પૂરો અમારી આશ .... ચૈત્યવંદન કરું ચિત્તથી પ્રભુજી, ગાઉં ગીત રસાળ, એમ પૂજા કરી વિનંતી કરું છું, આપો મોક્ષ વિશાળ રે, દીયો કર્મને ફાંસી, કાઢો કુવાસી, જેમ જાય નાસી, પૂરો અમારી આશ.... આ સંસાર છે ઘોર મોહ દધિથી, કાઢો અમને બહાર, સ્વારથમાં સહુ કોઈ સગાં છે, માતાપિતા પરિવાર રે, બાળમિત્ર ઉલ્લાસી, વિજયવિલાસી, અરજી ખાસી, પૂરો અમારી આશ....
થોય વાસુપૂજ્ય જિનવર, ચંપાપુરીનો રાય, પ્રણમું નિત્ય તેહને, એવે સુરનર પાય; પુનિત પાંચે કલ્યાણક, ચંપાપુરીમાં થાય, ભવિક સેવંતા શુદ્ધ, ભવસાગરથી તરાય.
જ
દ
પંચકલ્યાણકની વિરલ ઘટના સમગ્ર ભારતમાં આ એક જ એવું તીર્થ છે કે જ્યાં ચોવીસીના કોઈ એક તીર્થંકરનાં પાંચેય કલ્યાણક એક જ સ્થળે થયાં હોય! સંવત ૧૮૫૬માં શ્રી સંઘે વાસુપૂજ્યસ્વામીના શિખરબંધી જિનાલય ઉપરાંત પ્રથમ ચાર કલ્યાણકનું મંદિર અને એક નિર્વાણ કલ્યાણકનું શિખરબંધી જિનાલય પણ બંધાવ્યું હતું. ૨૨૫ વર્ષ પહેલાં આ તીર્થનો જીર્ણોદ્ધાર થયો હતો. ત્યાર બાદ અત્યારે ૨૦૦૭ની સાલમાં નવો જીર્ણોદ્ધાર પૂરો થયો છે.'
Jain Education International
For Private & Personal Use Only
૨૮૫ www.jainelibrary.ury