SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંપાપુરી તીર્થનો અપૂર્વ મહિમા ભગવાન મહાવીરના સમયમાં ચંપાનો રાજા દધિવાહન હતો. તે સમયે કૌશાંબીના રાજા શતાનિકે દધિવાહનને પરાજિત કરી ચંપાનગરી પર આધિપત્ય જમાવ્યું. જૈનગ્રંથો કહે છે કે, ‘જ્યારે મહારાજા શ્રેણિકનું મરણ પોતાના પુત્ર અજાતશત્રુને કારણે થાય છે તે પછી અજાતશત્રુને રાજગૃહીમાં રહેવાનું ગમતું નથી. આથી તે રાજપાટનો ત્યાગ કરે છે અને અહીં આવી ચંપકનાં વૃક્ષો જોઈ આ સ્થળે ચંપાનગરી વસાવી; અજાતશત્રુ કુણિ) પોતાની સઘળી સંપત્તિ તે નગરીમાં ખડકી દે છે, જોકે જૂની ચંપા તો હતી; જ્યાં વાસુપૂજ્યસ્વામીનાં પાંચ કલ્યાણક થયાં હતાં અને કુણિકે જે નગરી વસાવી તે નવી ચંપા હતી.' | આ નગરીમાં પૂર્ણભદ્ર યક્ષનું એક પ્રાચીન ચૈત્ય હતું, ત્યાં ભગવાન મહાવીરનું સમવસરણ થયું હતું. બૌદ્ધ સૂત્રો મુજબ અહીં ‘ગર્ગરા’ નામે પુષ્કરણી હતી, જેના કિનારે ચંપકનાં સુંદર વૃક્ષો હતાં અને તેમાં શ્વેતવર્ણ પુષ્પોની સુગંધ વહ્યા કરતી. મહારાજ કરકંડુ અને મહારથી કર્ણ જેવા અનેક રાજવીઓએ ચંપાને પોતાની રાજધાની બનાવી હતી. આજે પણ અહીંયાં ‘કર્ણગઢ’ અને ‘કર્ણની શૃંગાર ચોરી’ વગેરેના અવશેષ છે. | ભગવાન શ્રી આદિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર પ્રભુ આ નગરીમાં પધાર્યા હતા. શ્રી મહાવીરની દેશના સાંભળીને કાકંદીના રાજપુત્ર મણિરથે ચંપાપુરીમાં દીક્ષા લીધી હતી. જેનો ઉલ્લેખ ‘કુવલયમાલા” ગ્રંથમાં જોવા મળે છે. ભગવાન પાર્શ્વનાથના સમવસરણની રચનાની અહીં સંભાવના છે. ભગવાન મહાવીરે ત્રીજા અને બારમા એમ બે ચાતુર્માસ ચંપામાં અને એક ચાતુર્માસ પૃષ્ઠ ચંપામાં કર્યા હતા – જેનો ઉલ્લેખ ‘શ્રી કલ્પસૂત્ર આગમગ્રંથ’ માંથી મળે છે. | ગૌતમસ્વામી અષ્ટાપદતીર્થની યાત્રાએ અહીંથી જ ગયા હતા. પાછા વળતા સમયે તેમની સાથે રહેલા પ00 તાપસ મુનિઓને પારણા સમયે, પOO મુનિઓને માર્ગમાં અને પ00 મુનિઓને ચંપાપુરીમાં સમવસરણમાં રહેલા પ્રભુવીરને જોતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેનું પ્રમાણ – ‘શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ’ સૂત્રમાંથી મળે છે. કહેવાય છે કે પ્રભુ ઋષભદેવે ભારતની ભૂમિને બાવન જનપદોમાં વિભાજિત કરી હતી; તેમાં ‘અંગ’ જનપદની રાજધાની આ ચંપાનગરી હતી. બૌદ્ધયુગમાં ૬ મહાનગરમાં ચંપાપુરીની ગણના થતી. હાલ જે ‘ચંપાનાળા’ કે ‘ચંપાનગર’ તરીકે ઓળખાય છે ત્યાં વણકરોને દિવસ-રાત કામ કરતા જોઈ શકાય છે. આ ચંપાનાળાની પાસે નદીકિનારે કરણ રાજાનો પ્રાચીન ખંડેરરૂપ કિલ્લો ઊભો છે. તેની પાસે બે જિનમંદિરો છે અને ત્યાં નજીકમાં બે કલ્યાણકોને સૂચવતા બે મોટા સ્તંભ છે, જે ‘માણેકસ્તંભ' તરીકે ઓળખાય છે. આ | 249 Ja Education ne
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy