SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થપેઢી શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી તીર્થ-કાંકદી - પોસ્ટ : ઢંઢ - ૮૧૧૩૧૧ જિલ્લો : મુંગેર, પ્રાન્ત : બિહાર ફોન : ૦૯૪૩/૦૩૦૮૧૫ અથવા લકવાડ પેઢી પર સંપર્ક કરવો. માર્ગદર્શન : આ તીર્થમાં રહેવા માટે રૂમો છે. ચા-પાણીની વ્યવસ્થા થઈ શકે તેમ છે, પરંતુ ભોજનશાળા નથી માટે લછવાડથી જમુઈ થઈને આવીએ ત્યારે સેવા-પૂજા અને જલપાન કરીને નીકળી જવું હિતાવહ છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન જમુઈ ૧૯ કિ.મી., લખીસરાય ૨૦ કિ.મી., કિયુલ ૧૯ કિ.મી. દૂર છે. પટણા ૧૨૫ કિ.મી. દૂર છે. બંને સ્થાનેથી ટેક્સી અથવા બસમાં આવી શકાય છે. પાકો રસ્તો છેક | સુધી ન હોવાને કારણે નાની ગાડી છેક સુધી જઈ શકે છે, પરંતુ મોટી બસ થોડે દૂર ઊભી રાખવી પડે છે. કાકંદી અને લછવાડ જતાં પહેલાં સ્થળની, રસ્તાની ચોખવટ કરીને જવું જોઈએ. માર્ગ વિક્ટ છે, પણ તેથી જાત્રાનો ઉલ્લાસ ઘટાડવાનો નથી. હવે કાકંદીથી ચંપાપુરી જતાં રસ્તામાં કિયુલ નદી, લક્ષ્મીપુર, તારાપુર, સુલતાનગંજ, દેવગઢ જેવાં સુંદર સ્થળો આવે છે. સુલતાનગંજ પાસે આવેલા ગેબીનાથના મંદિરમાં ગંગાજળ ચઢાવવા માટે જતા લોકોને જોઈ શકાય છે. રસ્તામાં નીલગિરિનાં ઝાડ, શ્રીંગી ઋષિનું સ્થાન, ભીમબંધ, ગિધરના રાજાનું ખંડેર વગેરે દર્શનીય સ્થળો આવે છે. સુલતાનગંજથી ચંપાપુરીની ટ્રેન પણ જતી જોઈ શકાય છે. આમ, રોડ માર્ગ ૧૦૬ કિ.મી.નું અંતર કાપીને ૪૮ કોસમાં વિસ્તરેલા ‘ચંપાપુરી’ તીર્થે પહોંચી જવાય છે. [૨૭૮
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy