SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ | ટહુકાર કરતો મોરલો મનનો ગિરિ લછવાડમાં, જ્યાં જન્મ દીક્ષા વીર ત્યાં, તુજ પ્યાર કરતો લાડમાં; હે વીર, જીવિતસ્વામી નંદીવર્ધનો તુજ ધ્યાનમાં, આંતર રિપુનાશક તમે, સ્થાપ્યો હૃદયના ધ્યાનમાં. ચૈત્યવંદના સિદ્ધાર્થ સુત વંદીયે, ત્રિશલાનો જાયો, ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુરનરપતિ, ગાયો ........૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોતેર વરસનું આયખું, વીર જિનેશ્વર રાયા ...... ૨ ખિમાવિજય જિનરાયના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત ........૩ સ્તવન (રાગ : વા વાયા ને વાદળ ઊમટયાં...) હે રજવાડી ઠાઠવાળો ત્રિશલાનો જાયો, જોતાં મનનો મોરલિયો આજ ટહુક્યો, રજવાડી...૧ જભ્યો જે ધરતીમાં તે અવનીમાં પાયો, અંતરના આંગણિયામાં ભાવે હુલરાયો, રજવાડી... ૨ લછવાડ તીર્થ ગિરિ તળેટીમાં આયો, પામીને દર્શ દિલ હર્ષ ઊભરાયો, રજવાડી...૩ લક્ષ્મીને લબ્ધિધારી લલાટ ગવાયો, વર્ધમાન નામી-કામી અધિક સવાયો, રજવાડી...૪ પ્રેમની સરિતા નિર્મલ નેહી નજરાયો, ત્રિભુવનભાનુ જ્ઞાન જગ વિસ્તરાયો, રજવાડી...૫ ધર્મની ધરતી જીત વરવાને આયો, જગનાવલ્લભ યોગપૂરણ મનાયો, રજવાડી...૬ o થયા ગંધારે મહાવીરે જિગંદા, જેને સેવે સુરનર ઇંદા, દીઠે પરમાનંદા, ચેતર સુદ તેરસ દિન જાયા, છપ્પન દિગકુમરી ગુણ ગાયા, હરખ ધરી હુલરાયા, ... ૨ ત્રીસ વરસ પાલી ઘરવાસ, માગસર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ,...૩ એ જિને સેવો હિતકર જાણી, એહથી લહીએ શિવપટરાણી, પુણ્ય તણી એ ખાણી. ...૪ For Private & Personal Use Only ૨૪શે www.jainelibrary.org | નેશનલ Jain Education International ' , , , ' , ,
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy