SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ગભારાની બહાર ભમતીમાં દર્શન કરતાં સૌપ્રથમ આવે છે : અગ્નિ ખૂણામાં શ્રી વીસ તીર્થંકરની દેરી. અહીં વીસ તીર્થંકરોનાં વીસ ચરણપાદુકા પ્રતિષ્ઠિત છે. ભાવથી વંદન કરી આગળ જતાં બરાબર આ દેરીની બાજુમાં જ શ્રી શાસનદેવીની મૂર્તિ બિરાજિત છે.... પ્રણામ કરી આગળ જમણી બાજુ દર્શન થાય છે : પ્રથમ ગોખલામાં દાદાગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીનું ચિત્રપટ; જે શ્વેતવર્ણા ચરણ સહિત બિરાજમાન છે. તેની બાજુના ગોખલામાં શ્યામવર્ણાચરણ સહિત બિરાજિત છે; શ્રી જિનકુશલસૂરિજીનું ચિત્રપટ, આ બે ગોખલાની વચ્ચેથી ગુણિયાજી તીર્થનો બહાર જવાનો રસ્તો પુલ સહિત દેશ્યમાન થાય છે. હવે આગળ ભમતીમાં દર્શન કરીએ. અહીં વાયવ્ય ખૂણામાં શ્રી નેમિનાથજી, શ્રી અરિષ્ટનેમિનાથજી તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની ‘ત્રિ-પાદુકા'ની દેરીમાં ત્રણે જિનેશ્વર ભગવંતોની ત્રણ ચરણપાદુકાનાં દર્શન થાય છે. હવે જમણે નજર કરીએ તો મૂળનાયકની વેદિકાના પૃષ્ઠ ભાગે ભમતીમાં અગિયાર ગણધરોની ચરણપાદુકા પ્રતિષ્ઠિત છે. દર્શન કરી આગળ વધતાં નૈર્ણયખૂણામાં શ્રી આદિનાથજીના નિર્વાણ કલ્યાણકની યાદમાં બનાવેલી દેરી છે; જેમાં શ્રી આદિનાથ પ્રભુની ચરણપાદુકાનાં દર્શન થાય છે. આગળ વધતાં ડાબે દર્શનીય છે : ગભારાની પૃષ્ઠ દીવાલે અન્ય અગિયાર ગણધરોની ચરણપાદુકા પ્રતિષ્ઠિત છે. અહીં દર્શન કરી આગળ ઈશાન ખૂણામાં શ્રી વાસુપૂજયસ્વામીના પંચકલ્યાણકની પાંચ ચરણપાદુકાની દેરી છે. સૌને અત્યંત ભાવથી વંદન કરી ગભારાની બહાર આવીએ. ગભારાની બહાર નીકળતાં ડાબા હાથે શ્રી ભૈરવજી અને જમણા હાથે શ્રી ભોમિયાજી બિરાજે છે. ....પ્રણામ. ૯ શ્રી જિતા તસૂરિજી મિષ્ટાપટ ૯ શ્રી જિતકુશલસૂરિજી ચિત્રપટ ૨૩૮] Jain E lon International For Private Personal use on www.jainelibrary
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy