SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રી મહાવીરસ્વામી (દિ.) ૫ શ્રી ગૌતમસ્વામીજીની પાદુકા શ્રી સંઘે બંધાવેલ મેડા ઉપર ઘુમ્મટાકારે આવેલા ગુણિયાજી તીર્થના આ જલમંદિરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી, ડાબી બાજુ શ્વેત વર્ણની શ્રી ગૌતમસ્વામીજીની ૩૦ સે.મી.ની મૂર્તિ અને મધ્યમાં કાળા પાષાણના શ્રી મહાવીર પ્રભુજીનાં પગલાં છે. અહીં એક પ્રભુવીરની પ્રતિમા (દિ.). દર્શનીય છે .શ્રી ગૌતમસ્વામીજીની પાદુ કા સં.૧૬ ૮૮માં અને શ્રી મહાવીરસ્વામીની પાદુકા સં. ૧૯૩૦માં પ્રતિષ્ઠિત થયેલી છે. સ્તુતિ સૌથી અધિક ગુણિયા કહાતાં ગણપ ગૌતમસ્વામીજી, નિજ વિનય ગુણથી વશ કીધા તે નાથ મહાવીરસ્વામીજી; તે વશીકરણ વિદ્યા ચહુ તુજ પાસે ઘો મુજને વરી, ગ્રહીને તમારાં ચરણ તો ઝટ જાઉં હું ભવને તરી. ચૈત્યવંદના ગૌતમ જિન આણા ગયે, દેવશર્મા કે હેત, પ્રતિબોધિ આવત સુના, જાણ્યા નહિ સંકેત. વીરપ્રભુ મોક્ષે ગયા, છોડી મુજ સંસાર, હા હા ભરતે હો ગયા, મોહ અતિ અંધકાર. વીતરાગ નહીં રાગ હૈ, એક પખો મુજ રાગ, નિષ્ફલ એમ ચિંતવી ગયો, ગૌતમ મન સે રાગ. માન કિયો ગણધર હુઓ, રાગ કિયો ગુરુભક્તિ, ખેદ કિયો કેવલ લહ્યો, અદ્ભુત ગૌતમશક્તિ. દીપ જગાવે રાય તે, તિણે દિવાલી નામ, એકમ ગૌતમ કેવલી, ઉત્સવ દિન અભિરામ. સ્તવન (રાગ : આખડી મારી પ્રભુ હરખાય છે) સ્વામી ગૌતમ લબ્ધિના ભંડાર છે, વીરના સેવક વીરશાસન શણગાર છે... સ્વામી. ૧ તીર્થ તમારું ગુણિયાજી નામે ભલું, ગુણનો કારક તું હી જ અપરંપાર છે... સ્વામી. ૨ વીરના રાગી હું અનુરાગી આપનો, કેવલ જ્યોતિ દાતા તુજ સહકાર છે... સ્વામી. ૩ વિનય વિવેકે તું વીતરાગી થઈ ગયો, પદ વીતરાગી વરવા તુજ ટહુકાર છે... સ્વામી. ૪ છ'રિ પાળીને પ્રેમે હું તુજ આવિયો, યાત્રિક મારો તું હી જ તારણહાર છે... સ્વામી. ૫ ત્રિભુવનભાનુ તુજ ચરણને ચાહતો, શિવપદ વરવા તુજ શરણે ઇકરાર છે... સ્વામી. ૬ સહજાનંદી ધર્મજિતેશ્વર તું જ્યો, જગવલ્લભ મુજ હૈયા કેરો હાર છે.... સ્વામી. ૭ થોય ગુરુ ગણપતિ ગાવું, ગૌતમ ધ્યાન ધ્યાવું; સવિ સુકૃત સબાહુ, વિશ્વમાં પૂજ્ય થાવું. જગજિત બજાવું, કર્મને પાર જાવું; નવનિધિ રિદ્ધિ પાવું, થઈ સમકિત ઠાવું.
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy