SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણિયાજી તીર્થ નવાદા સ્ટેશનથી ૨ માઈલ દૂર ઘટાદાર વૃક્ષોની હારમાળામાં જરાસંધનો સૂપ જંગલમાં મંગલ સમું છે. ગૌતમસ્વામીજીને જ્યાં કેવળજ્ઞાન થયું હતું તે ગુણિયાજી તીર્થના જલમંદિરમાં દર્શન કરીશું . પાવાપુરીથી ગુણિયાજી જતાં રસ્તામાં | રાજગિરિના પહાડનો એક ભાગ દેખાય છે, તેને જરાસંધનો સ્તૂપ કહે છે. લોકવાયકા છે કે આ સ્તૂપ પર બેસીને તે મથુરા સુધી બાણ છોડતો હતો. ગુણિયાજીના આ તીર્થધામે પહેલાં ‘ગુણશીલ” નામે વન હતું. રાજગૃહીના ઇતિહાસમાં ચાતુર્માસ માટે પ્રભુ મહાવીર ગુણશીલ ચૈત્યમાં વિચર્યા હતા અને તે સમયે જ્યાં પ્રભુનું સમવસરણ રચાયાનું વર્ણન સાંભળવા મળે છે; તે જ આ ગુણાયાજી કે ગુણિયાજી તીર્થ. શ્રી ગૌતમ ગણધરનું કેવળજ્ઞાત પ્રભુ મહાવીરે જીવનના અંતિમ સમયમાં શ્રી ગૌતમસ્વામીને રોગમુક્ત કરાવવાના હેતુથી દેવશર્મા બ્રાહ્મણને ત્યાં પ્રતિબોધવા મોકલ્યા અને પોતાનાથી દૂર કર્યા. દરમિયાન તેમણે પોતાના પાર્થિવદેહનો ત્યાગ કર્યો. નિર્વાણના સમાચાર સાંભળી ગૌતમસ્વામીએ ખૂબ વિલાપ કર્યો અને અંતે મોહનાં બંધનો તૂટતાં તે જ નિર્વાણરાત્રિની પશ્ચિમ પ્રભાતે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. આમ, પ્રભુવીરના વિરહથી સ્તબ્ધ બની ગયેલો કાળ જાણે અનંતલબ્લિનિધાન પુરુષોત્તમ શ્રી ગૌતમ ગણધરની કેવળજ્ઞાનપ્રાપ્તિના ધવલમંગલથી (૨૩૨) નવા વર્ષના બહાને ઉલ્લસિત થયો અને આજે પણ આ ચીલો આર્યદેશની જનતા સ્વીકારે છે. વાત
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy