SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ આ મંદિરમાં રૂપેરી ગોળાકાર છત નીચે પ્રસ્થાપિત છે, ગૌતમસ્વામીની ૨, ૨૦૦ વર્ષ જૂની પ્રતિમા અને દાદાગુરુની તથા ૧૧ ગણધરોની ચરણપાદુકો. શ્રી ગૌતમસ્વામીજીની આ પ્રાચીન મૂર્તિના ભાવ કાંઈક વિશિષ્ટ છે; જાણે વારંવાર દોડીને નમન કરવાનું મન થઈ આવે તેવું અહીંનું વાતાવરણ છે. આ એક પ્રત્યક્ષ અનુભવની વાત છે અને તેના માટે અહીં આવવું જ રહ્યું. આ મંદિરના પહેલા માળે ગૌતમસ્વામીજીની મૂર્તિની સમકાલીન ૨૫ સે.મી.ની ૨, ૨00વર્ષપ્રાચીન ચરણપાદુકા છે. વંદન કરીને મંદિરની બહાર આવીએ. અહીં ચોકમાં ભૈરવજીની પ્રાચીન ગેરુની ઊભી મૂર્તિનાં દર્શન થાય છે..... ‘પ્રણામ', આઠ ભૈરવજી પૈકી ભૈરવજીની આ ઊભી મૂર્તિ સૌથી નાની અને બાળસ્વરૂપે હોવાથી વિશેષ દર્શનીય છે. તીર્થપેઢી શ્રી ભૈરવજી શ્રી જૈન શ્વેતાંબર ભંડાર (શ્રી કુંડલપુર તીર્થ) પોસ્ટ : નાલંદા-૮૦૩૧૧૧ - જિલ્લો : નાલંદા, પ્રાંત : બિહાર ફોન: ૦૬૧૧૨ – ૨૮૧૬ ૨૪, ૬૦૬ ૨૬૭ માર્ગદર્શન : કંડલપુર નજીકનું રેલવે સ્ટેશન નાલંદા બખ્તિયારપુર રાજગિરિ લાઇનમાં લગભગ ૩કિ.મી. દૂર છે. પાવાપુરીથી ૨૬ કિ.મી. દૂર છે. પટણાથી ૮૫ કિ.મી. દૂર છે. બધી જ જગ્યાએથી બસ, ટૅક્સી મળી રહે છે. અહીં દિગંબર જૈન સમિતિનું ‘નંદાવર્ત મહલ’ નામનું તીર્થક્ષેત્ર જોવાલાયક છે. કુંડલપુરમાં ૧૫૦ વર્ષ જૂનું એક દિગંબર જૈન તીર્થક્ષેત્ર પણ જોવાલાયક છે. હવે બિહારશરીફ થઈને પાવાપુરી જવાનું છે, માટે બિહારશરીફના શ્વેતાંબર જૈન મંદિરમાં દર્શન કરીને જઈશું. I[RIT JIT all|| LU Fortale & Penal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy